Business News

Interest Rate: રિઝર્વ બેંકની બેઠક બાદ પણ બેંકો દ્વારા વ્યાજ દર ઘટાડવાના સંકેત નહી

Interest Rate: રિઝર્વ બેંકની બેઠક બાદ પણ બેંકો દ્વારા વ્યાજ દર ઘટાડવાના સંકેત નહી

બેઠકમાં ભાગ લેનાર એક અધિકારીએ કહ્યું, 'ગર્વનરે અમને કહ્યું કે રિઝર્વ બેંક દ્વારા નીતિગત દરોમાં ઘટાડા સાથે જ વ્યાજ દરને ઓછા કરવાની જરૂર છે જેથી ગ્રાહકોને ફાયદો કરાવવાની જરૂર છે જેથી ગ્રાહકોને તેનો ફાયદો મળી શકે છે.

Feb 23, 2019, 12:18 PM IST
આજે ફરી મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણો તમારાના ભાવ

આજે ફરી મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણો તમારાના ભાવ

ગઇકાલે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર તો બીજી તરફ આજે દેશની સૌથી મોટી ઓઇલ કંપની ઇન્ડિયન કોર્પોરેશન લિમિટેડે શુક્રવારે પેટ્રોલના ભાવમાં 6 પૈસા અને ડીઝલના ભાવમાં 7 પૈસાનો વધારો કર્યો છે. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 71.35 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 66.55 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે. તો બીજી તરફ મુંબઇમાં પેટ્રોલ 76.99 રૂપિયા અને ચેન્નઇમાં 74.08 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. 

Feb 23, 2019, 10:19 AM IST
સોના-ચાંદીની કિંમતમાં ભારે ઘટાડો, જાણો આજનો ભાવ

સોના-ચાંદીની કિંમતમાં ભારે ઘટાડો, જાણો આજનો ભાવ

ઘરેલુ માર્કેટમાં આભૂષણ વિક્રેતાઓની માંગ ઘટવાને લીધે આ પરિસ્થિતિ સર્જાઈ છે

Feb 22, 2019, 05:08 PM IST
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા PFના વ્યાજદરમાં કરાયો વધારો, 6 કરોડ કર્મચારીને થશે ફાયદો

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા PFના વ્યાજદરમાં કરાયો વધારો, 6 કરોડ કર્મચારીને થશે ફાયદો

EPFO (એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન) દ્વારા પ્રોવિડન્ટ ફંડ પર અગાઉ જે 8.55% વ્યાજ અપાતું હતું તે હવે વધારીને 8.65% કરાયું છે, કામદાર મંત્રી સંતોષ ગંગવારે જણાવ્યું કે, વર્તમાન નાણાકિય વર્ષથી આ વ્યાજ દર લાગુ થશે, EPFOના કેન્દ્રીય બોર્ડની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો હતો 

Feb 21, 2019, 06:05 PM IST
ભારત માટે સોનેરી દિવસો, આર્થિક વૃધ્ધિ વધશે રોકેટ ગતિએ, ચીન પણ જોતું રહી જશે

ભારત માટે સોનેરી દિવસો, આર્થિક વૃધ્ધિ વધશે રોકેટ ગતિએ, ચીન પણ જોતું રહી જશે

ભારત માટે આગામી દાયકો સુવર્ણમય રહેનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહ્યા મુજબના અચ્છે દિન આવતા અહીં દેખાઇ રહ્યા છે. આગામી 2019-28 સુધીના સમયગાળા દરમિયાન ભારતનો આર્થિક વૃધ્ધિ દુનિયામાં સૌથી વધુ હશે અને આ સમયગાળા દરમિયાન ભારત કટ્ટર હરીફ એવા ચીનને પણ પાછળ પાડી દેશે એવું આર્થિક તજજ્ઞોનું માનવું છે.

Feb 21, 2019, 10:52 AM IST
પાન કાર્ડ સાથે જોડાયેલા છે આ નિયમ: જાતે બદલી શકો છો તેમાં લખેલી જાણકારી

પાન કાર્ડ સાથે જોડાયેલા છે આ નિયમ: જાતે બદલી શકો છો તેમાં લખેલી જાણકારી

પાન અને આધાર નંબરને લિંક કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. 31 માર્ચ જો તમે બંને લિંક નહી હોય તો પાન કાર્ડ રદ થઇ શકે છે. સરકારે ગત વર્ષે આ નિર્ણય કર્યો હતો. જોકે પહેલાં બે વાર તેની અંતિમ તારીખ વધારવામાં આવી ચૂકી છે. પરંતુ CBDTના અનુસાર આ વખતે લિંક નહી કરાવનારાઓને સમય આપવામાં નહી આવે. સાથે જ પાન-આધાર લિંક નહી તો તમે ઇનકમ ટેક્સ રિટર્ન (આઇટીઆર) ફાઇલ કરી શકશો નહી. એવામાં જરૂરી છે કે તમારા પાન-આધારને લિંક કરી લો. સાથે જ તે પણ સુનિશ્વિત કરી લો કે પાન કાર્ડમાં કોઇ ભૂલ તો નથી.

Feb 20, 2019, 08:52 PM IST
જો મિનિમમ 18000 રૂપિયા મહિને પગાર છે, તો તમે ખરીદી શકો છો કાર

જો મિનિમમ 18000 રૂપિયા મહિને પગાર છે, તો તમે ખરીદી શકો છો કાર

આજના જમાનામાં કાર લક્ઝરી નહી, જરૂરિયાત છે. પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે કાર ખરીદવા માટે ખૂબ વધુ પગાર હોવો જોઇએ, તો એવું નથી. મિનિમમ 18000 રૂપિયા સેલરીવાળા લોકો કાર લોન લઇ શકે છે. જો તમારી નેટ મંથલી આવક 18000 થી વધુ છે, તો કાર લોન લેવા માટે એલિજિબલ છે. કાર લોન માટે મિનિમમ વ્યાજ દર 9.25% ટકા છે, અને બેંક તથા કેસના અનુસાર તેમાં અંતર આવી શકે છે. જો તમે નવી કાર ખરીદતી શકતા નથી, તો જૂની કાર પણ લોન લઇને લઇ શકાય છે. 

Feb 20, 2019, 03:32 PM IST
6 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મળી રાહત, જાણો તમારા શહેરનો ભાવ

6 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મળી રાહત, જાણો તમારા શહેરનો ભાવ

પેટ્રોલ અને ડીઝલની મોંઘવારી પર છ દિવસ બાદ બુધવારે ફરી એકવાર બ્રેક લાગી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દેશની રાજધાની દિલ્હી સહિત ચાર મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર નોંધાયો નથી.

Feb 20, 2019, 01:05 PM IST
એરિક્સન કેસમાં સુપ્રીમ કોર્ટે અંબાણીને ગણાવ્યા દોષી,...તો થઇ શકે છે જેલ

એરિક્સન કેસમાં સુપ્રીમ કોર્ટે અંબાણીને ગણાવ્યા દોષી,...તો થઇ શકે છે જેલ

સુપ્રીમ કોર્ટે અવગણના કેસમાં પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અનિલ અંબાણીને દોષી ગણાવ્યા છે. એરિક્સન (Ericsson)ની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો. કોર્ટે કહ્યું કે અંબાણીને ચાર અઠવાડિયામાં એરિક્સનને 453 કરોડ રૂપિયા આપવા પડશે. જો નક્કી સમયમાં આ રકમ ચૂકવવામાં નહી આવે તો ત્યારબાદ ત્રણ મહિનાની જેલ થઇ શકે છે. 

Feb 20, 2019, 11:42 AM IST
જીએસટીની ઝંઝાળ: આજે યોજાશે GST પરિષદની મહત્વપૂર્ણ બેઠક, જો આ નિર્ણય લેવાશે તો સસ્તા થશે મકાન

જીએસટીની ઝંઝાળ: આજે યોજાશે GST પરિષદની મહત્વપૂર્ણ બેઠક, જો આ નિર્ણય લેવાશે તો સસ્તા થશે મકાન

GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) પરિષદની બેઠક આજે એટલે કે 20 ફેબ્રુઆરીના રોજ સંભવ છે. તેમાં સીમેંટ પર ટેક્સના દરને 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવા પર ચર્ચા થઇ શકે છે. સાથે જ આ બેઠકમાં મંત્રીઓના સમૂહ (GoM) દ્વારા અંડર-કંસ્ટ્રકશન (બની રહેલા) મકાનો પર 5 ટકા જીએસટી અને વ્યાજબી મકાનો પર 3 ટકા લગાવવાની ભલામણ પર વિચાર કરવામાં આવશે. જીઓએમે આ પહેલા વિના ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાથે અંડર-કંસ્ટ્રકશન મકાનો પર 5 ટકા જીએસટી અને આઇટીસી વિનાના વ્યાજબી મકાનો પર 3 ટકા જીએસટી લગાવવાની ભલામણ કરી હતી.

Feb 20, 2019, 11:01 AM IST
ગુજરાત બજેટ 2019: લેખાનુદાન બજેટમાં કયા સેક્ટરને શું મળ્યું, જાણો એક ક્લિકમાં

ગુજરાત બજેટ 2019: લેખાનુદાન બજેટમાં કયા સેક્ટરને શું મળ્યું, જાણો એક ક્લિકમાં

આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લેખાનુદાન બજેટ ગૃહમાં રજૂ કર્યું હતું. જેમાં દરેક વર્ગને આવરી લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે કોઈ નવા વેરાનું ભારણ પ્રજા પર નાખ્યું નથી તેમ છતાં અનુપાલન અને વસૂલાતના અસરકારક પગલાના પરિણામે સરકારની આવકમાં ઉત્તરોત્તર વધારો થયો છે.

Feb 19, 2019, 04:24 PM IST
બજેટમાં સરકારે કરી આ 20 મહત્વપૂર્ણ જાહેરાતો, હવે દરિયાનું પાણી બનશે મીઠું

બજેટમાં સરકારે કરી આ 20 મહત્વપૂર્ણ જાહેરાતો, હવે દરિયાનું પાણી બનશે મીઠું

નાયબ મુખ્યમંત્રી ગૃહમાં ગુજરાત બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટ દરમિયાન તેમણે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. તેમાં 20 એવી મહત્વપૂર્ણ જાહેરાતો હતી જેનો સીધો લાભ સામાન્ય માણસને મળી શકે છે. તેમણે ગૃહમાં જણાવ્યું હતું કે 4 માર્ચે ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેન સેવાનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે 15 દિવસમાં દરેક બાળકને બે યુનિફોર્મ મળશે. આ ઉપરાંત 1 લાખથી વધુ આંગણવાડી અને તેડાઘરની બહેનોને 6 સાડીઓ અપાશે.

Feb 19, 2019, 01:27 PM IST
ગુજરાત બજેટ 2019 Live: ધોલેરામાં વિશ્વનું સૌથી મોટું સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનશે

ગુજરાત બજેટ 2019 Live: ધોલેરામાં વિશ્વનું સૌથી મોટું સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનશે

નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભા પ્રથમ એક કલાક સુધી પ્રશ્નોતરીકાળ શરૂ કર્યો હતો. ત્યારબાદ હવે બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ શરૂઆતમાં નાયબ મુખ્યમંત્રીએ પોતાના ભાષણમાં દેશના વડાપ્રધાન અને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ બજેટ રજૂ કરી રહી હોવાનું જણાવ્યું હતું. 

Feb 19, 2019, 12:18 PM IST
Live Update: ગુજરાત બજેટ 2019: નિતીન પટેલ ગૃહમાં લેખાનુદાન બજેટ રજૂ કરશે, પ્રશ્નોતરી શરૂ

Live Update: ગુજરાત બજેટ 2019: નિતીન પટેલ ગૃહમાં લેખાનુદાન બજેટ રજૂ કરશે, પ્રશ્નોતરી શરૂ

નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભા ગૃહમાં પહોંચી ગયા છે અને સત્રની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. શરૂઆતનો પ્રથમ કલાક પ્રશ્નોતરી માટે રહેશે. આજે તેઓ લેખાનુદાન બજેટ રજૂ કરશે. ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ટકોર કરતાં જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી ભોળા સારા અને નિખાલસ છે. ગૃહમાં online એન.એ.ના પ્રશ્નનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રીએ આ ટકોર કરી હતી. 

Feb 19, 2019, 11:49 AM IST
ઓઇલના ભાવ વધતાં બગડી શકે છે દેશનું નાણાકીય ગણિત, 2018-19માં બમણું થઇ શકે છે આયાત બિલ

ઓઇલના ભાવ વધતાં બગડી શકે છે દેશનું નાણાકીય ગણિત, 2018-19માં બમણું થઇ શકે છે આયાત બિલ

Crude Oil ના ભાવમાં વધારો અને રૂપિયામાં ઘટાડાથી આગળ જતાં દેશનું નાણાકીય ગણિત બગડી શકે છે. અનુમાન છે કે નાણાકીય વર્ષ 2019માં આયાત બિલ 20 ટકા વધીને 130 અરબ ડોલર થઇ શકે છે, જે સરકારઈ એજન્સીઓના પૂર્વાનુમાન કરતાં બમણું હશે. તાજેતરમાં કરવામાં આવેલા અંદાજમાં પેટ્રોલિયમ મંત્રાલયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિ સેલ (PPAC)નું અનુમાન છે કે આયાત બિલ 2017-18 ના 88 અરબ ડોલરથી 27 ટકા વધીને 2018-19માં 112 અરબ ડોલર થઇ જશે. પરંતુ આ અનુમાન ભારતીય બાસ્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમત 57.77 ડોલર પ્રતિ બેરલ અને ડોલરનો એક્સચેન્જ દર 70.73 રૂપિયા પ્રતિ ડોલર પર આધારિત છે.

Feb 19, 2019, 09:56 AM IST
ગુજરાત સહિત દેશમાં આજથી કોઇપણ આકસ્મિક-તત્કાલીન સેવાઓ માટે એક જ હેલ્પલાઇન નંબર ‘૧૧૨’

ગુજરાત સહિત દેશમાં આજથી કોઇપણ આકસ્મિક-તત્કાલીન સેવાઓ માટે એક જ હેલ્પલાઇન નંબર ‘૧૧૨’

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોઇપણ આકસ્મિક-તત્કાલિન સેવાઓ માટે હવે એકજ રાષ્ટ્રીય ઇમરજન્સી હેલ્પલાઇન નંબર-૧૧૨ ડાયલ કરવાનો રહેશે. ગુજરાતમાં પ્રથમ તબક્કે નવરચિત-૭ જિલ્લાઓમાં ૧૧૨ હેલ્પલાઇનનો અમલ કરાશે, ત્યારબાદમાં ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં નવીન હેલ્પલાઇનનો અમલ કરવામાં આવશે. 

Feb 19, 2019, 09:42 AM IST
પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં બિકાનેર છોડવાનો આદેશ, કલમ 144 લાગૂ

પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં બિકાનેર છોડવાનો આદેશ, કલમ 144 લાગૂ

પુલવામા આંતકવાદી ઘટનાને જોતાં બિકાનેર જિલ્લા કલેક્ટર કુમારપાલ ગૌતમે બિકાનેર જિલ્લામાં રહેનાર બધા જ પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં જિલ્લો છોડીને બહાર જવા માટે કહ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટે સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગૂ કરી છે જેના આદેશ અનુસાર જિલ્લાની સીમામાં કોઇ પાકિસ્તાની નાગરિક હાજર છે તો તેને સ્વયં જ જિલ્લાની બહાર જવું પડશે. ત્યારબાદ તેના પર સખત કાર્યવાહી કરી તેને જિલ્લાની બહાર ખદેડવામાં આવશે. 

Feb 19, 2019, 09:23 AM IST
લગ્નમાં જઇ રહેલા 30 લોકોને ટ્રકે ચગદી નાખ્યા, 13 લોકોના મોત, 17 ઘાયલ

લગ્નમાં જઇ રહેલા 30 લોકોને ટ્રકે ચગદી નાખ્યા, 13 લોકોના મોત, 17 ઘાયલ

રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના અંબાવલી ગામ નજીક નેશનલ હાઇવે 113 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડ પરથી પસાર થઇ રહેલી એક બિંદોલી (લગ્ન સાથે જોડાયેલ એક રિવાજ)માં બેકાબૂ ટ્રક ઘૂસી ગયો. તેના લીધે ઘણા લોકો અકસ્માતનો ભોગ બન્યા. આ અકસ્માતમાં 13 લોકોના મોત નિપજ્યા હોવાની પુષ્ટિ થઇ છે, જ્યારે નવવધૂ સહિત 17 લોકોને ઇજા પહોંચી હોવાની જણાવવામાં આવ્યું છે. ઇજાગ્રસ્તોને નજીક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. 

Feb 19, 2019, 09:07 AM IST
નોકરી અથવા બિઝનેસ, શેના માટે બન્યા છો તમે? કયો બિઝનેસ તમારા માટે છે હિટ?

નોકરી અથવા બિઝનેસ, શેના માટે બન્યા છો તમે? કયો બિઝનેસ તમારા માટે છે હિટ?

દેશમાં હાલ નોકરી (Jobs)ના આંકડાને લઇને ચર્ચા તેજ છે. કેટલાક લોકોનું કહેવું છે કે નોકરીની તકો ઘટી છે, જ્યારે સરકાર કહી રહી છે કે હવે મોટી સંખ્યામાં લોકો પોતાનો બિઝનેસ કરી રહ્યા છે. તે સત્ય છે કે જો કેટલાક લોકો પોતાનો સ્ટાર્ટઅપ (Start-up) શરૂ નહી કરો તો બીજાને નોકરી કેવી રીતે મળશે. એટલા માટે કેટલાક સાહસી લોકોએ બિઝનેસનો માર્ગ અપનાવ્યો. પરંતુ તે પહેલાં એ સમજવું પડશે કે કે શું તમારામાં બિઝનેસમેન બનવાની સંભવના છે અને કયા ક્ષેત્રમાં તમારે હાથ અજમાવવો જોઇએ.

Feb 19, 2019, 07:15 AM IST
RBI સરકારને આપશે 28 હજાર કરોડનું ડિવિડન્ડ, બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય

RBI સરકારને આપશે 28 હજાર કરોડનું ડિવિડન્ડ, બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની બોર્ડની બેઠકમાં સરકારને નાણા આપવા અંગે લેવાયેલા નિર્ણયથી સરકારને તેની યોજનાઓના અમલીકરણમાં ઘણી રાહત મળશે

Feb 18, 2019, 10:28 PM IST