નોકરિયાતો માટે મોટા સમાચાર, નહી ઘટે EPF પર વ્યાજ દર, આ જે તેનું કારણ

નોકરિયાત લોકો માટે ખુશખબરી છે. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ સંસ્થા (ઇપીએફઓ) આગામી નાણાકીય વર્ષ માટે પણ પીએફ પર વ્યાજ દર 8.65% પર યથાવર રાખી શકે છે. ઇપીએફઓના આ નિર્ણયથી લગભગ 5 કરોડ અંશધારકોને ફાયદો મળશે. જો કે 21 ફેબ્રુઆરીના રોજ ન્યાસી બોર્ડની બેઠક યોજાવવાની છે. ઇપીએફઓએ ચાલુ નાણાકીય વર્ષમાં વ્યાજદર 8.65% સ્થિર રાખવા અને અંતરને પુરૂ કરવા માટે આ મહિનાની શરૂઆતમાં 2,886 કરોડ રૂપિયાના એક્સચેંઝ ટ્રેડેડ ફંડ (ઇટીએફ) વેચી રહ્યાં છે. 

નોકરિયાતો માટે મોટા સમાચાર, નહી ઘટે EPF પર વ્યાજ દર, આ જે તેનું કારણ

નવી દિલ્હી: નોકરિયાત લોકો માટે ખુશખબરી છે. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ સંસ્થા (ઇપીએફઓ) આગામી નાણાકીય વર્ષ માટે પણ પીએફ પર વ્યાજ દર 8.65% પર યથાવર રાખી શકે છે. ઇપીએફઓના આ નિર્ણયથી લગભગ 5 કરોડ અંશધારકોને ફાયદો મળશે. જો કે 21 ફેબ્રુઆરીના રોજ ન્યાસી બોર્ડની બેઠક યોજાવવાની છે. ઇપીએફઓએ ચાલુ નાણાકીય વર્ષમાં વ્યાજદર 8.65% સ્થિર રાખવા અને અંતરને પુરૂ કરવા માટે આ મહિનાની શરૂઆતમાં 2,886 કરોડ રૂપિયાના એક્સચેંઝ ટ્રેડેડ ફંડ (ઇટીએફ) વેચી રહ્યાં છે. 

ઇપીએફઓએ કમાયું રિટર્ન
ઇપીએફઓએ 2016-17 માટે 8.65 ટકા વ્યાજ દરની જાહેરાત કરી હતી. આ 2015-16માં 8.8 ટકા હતું. ઇપીએફઓના સૂત્રોનું કહેવું છે કે ઇપીએફઓએ 1054 કરોડ રૂપિયા પર 16 ટકા રિટર્ન કમાયું છે. આ ચાલુ નાણાકીય વર્ષમાં અંશધારકોને 8.65 ટકા વ્યાજ આપવા માટે પર્યાપ્ત છે. તમને જણાવી દઇએ કે ઇપીએફઓ ઓગસ્ટ 2015થી ઇટીએફમાં રોકાણ કરી રહ્યું છે. 

ઇટીએફ રોકાણથી નથી મળી રહ્યો કોઇ ફાયદો
ઇપીએફઓ અત્યાર સુધી ઇટીએફમાં 44,00 કરોડ રૂપિયાનું રોકાણ કરી ચૂક્યું છે. અત્યાર સુધી સંગઠને આ રાકાણથી કોઇ લાભ મળ્યો નથી. ચાલુ નાણાકીય વર્ષના નાણાકીય અનુમાન બાદ ઇટીએફ વેચવાનો નિર્ણય લીધો છે. બેઠકના એજન્ડામાં ચાલુ નાણાકીય વર્ષ માટે ઇપીએફ જમા પર વ્યાજ દર નિર્ધારણનો પ્રસ્તાવ પણ સામેલ છે.

આ છે વ્યાજ દર ન ઘટાડવાનું કારણ
ઇપીએફ પર વ્યાજ દર પીએફ ફંડના રોકાણથી મળનાર રિટર્નના આધારે નક્કી થાય છે. ગત કેટલાક વર્ષો દરમિયાન સરકારી પ્રતિભૂતિઓ પર રિટર્ન સતત ઘટી રહ્યું છે. સરકાર 2015માં ખરીદેલા ઇપીએફઓના કેટલાક શેયર્સને વેચવાની યોજના બનાવી રહ્યું છે જેથી વ્યાજ દરને 8.65 ટકા પર યથાવત રાખી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news