ZEE 24 Kalak યંગ એચિવર્સ એવોર્ડ: 30 યુવા ઉદ્યોગ સાહસિકોનું સન્માન કરાયું, નાયબ મુખ્યપ્રધાન રહ્યાં હાજર

અમદાવાદ બાદ હવે વડોદરામાં Zee 24 કલાકનો યંગ અચિવર્સ એવોર્ડ યોજાઈ રહ્યો છે. જેમાં 30 યુવા ઉદ્યોગ સાહસિકોને નવાજવામાં આવશે. આ સાથે જ 4 નામાંકિત હસ્તીઓને ગુજરાત ગૌરવ પુરસ્કાર આપવામાં આવશે. ગુજરાતના અલગ અલગ ઉદ્યોગ સાહસિકોનું પણ સન્માન થશે. આ કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ હાજર રહીને ઉદ્યોગ સાહસિકોનું સન્માન કરશે. મેક ઈન ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ છે. એવોર્ડ થકી ઝી 24 કલાકે એક અનોખી પહેલ કરી છે.

ZEE 24 Kalak યંગ એચિવર્સ એવોર્ડ: 30 યુવા ઉદ્યોગ સાહસિકોનું સન્માન કરાયું, નાયબ મુખ્યપ્રધાન રહ્યાં હાજર

વડોદરા: અમદાવાદ બાદ હવે વડોદરામાં Zee 24 કલાકનો યંગ અચિવર્સ એવોર્ડ યોજાઈ રહ્યો છે. જેમાં 30 યુવા ઉદ્યોગ સાહસિકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ સાથે જ 4 નામાંકિત હસ્તીઓને ગુજરાત ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ગુજરાતના વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગ સાહસિકોનું ઝી 24 કલાક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ઝી 24 કલાક દ્વારા મેક ઈન ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવા ઉદ્યોગકારોનું સન્માન કરીવાની  ઝી 24 કલાકે એક અનોખી પહેલ કરી છે.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે શિવરાત્રિના પાવન દિવસે વડોદરા શહેરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે એવોર્ડ મેળવનારા આ યુવા ઉદ્યોગ સાહસિકોને અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, ગુજરાતની જે નવી પેઢી પોતાની મહેનત અને ઉત્સાહથી આગળ આવી છે તેમને ઝી 24 કલાક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. 

 

ઝી ન્યૂઝ વિશે વાત કરતા નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, ઝી ન્યૂઝ પ્રોફેશનલ બનીને નહીં પરંતુ દેશ સેવાની પ્રવૃતિ પણ કરે છે. ઝી 24 કલાકના ચેરમેન સુભાષ ચંદ્રાનું ધ્યેય દેશ માટે કામ કરવાનું છે, તેઓ દેશના યુવાનો માટે કાર્ય કરતા રહે છે. ઝી ચેનલ બીજી ચેનલ અલગ પડે છે. તેઓ દેશની વિદેશનીતિ, સુરક્ષા, અને દેશની એકતા જળવાઈ રહે તે માટે પ્રોત્સાહન આપે છે. 

એવોર્ડ મેળવનારા યુવા સાહસિતોને નીતિનભાઈ પટેલે કહ્યું કે, તમારામાં જે આવડત અને કૌશલ છે અને તમે કઈ રીતે આગળ આવ્યા છો તે આઈડિયા બીજા યુવાનો સાથે પણ શેર કરજો. જેથી આપણે વડાપ્રધાનના ન્યૂ ઈન્ડિયાના સંકલ્પને સિદ્ધ કરી શકીએ. આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટ પણ ઉતસ્થિત રહ્યા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news