5 રાજ્યોની ચૂંટણી: ગત વખતે કેટલા સાચા સાબિત થયા હતા Exit Polls, પરિણામોની બજાર પર પડશે શું અસર?
Trending Photos
રાજસ્થાન અને તેલંગાણામાં મતદાન થવાની સાથે જ હવે બધાની નજર પાંચ રાજ્યોના પરીણામો પર ટકી રહેશે. ચૂંટણીના પરિણામો 11 ડિસેમ્બરે આવશે, પરંતુ તે પહેલાં શુક્રવારે સાંજે આવનાર એક્ઝિટ પોલને લઇને બધાની ઉત્સુકતા બની ગઇ છે અને અંતિ પરિણામો આવે ત્યાં સુધી ઇન ઇક્ઝિટ પોલના આધાર પર જ અટકળોનો દૌર ચાલુ રહેશે. આ અટકળો શેર બજારને નિશ્વિતપણે પ્રભાવિત કરશે અને જાણકારો કહી રહ્યા ચેહ કે 11 ડિસેમ્બર સુધી બજારમાં સતર્કતાનું વલણ જોવા મળશે.
મધ્ય પ્રદેશ
જ્યાં સુધી એક્ઝિટ પોલની વાત છે તો એ ઉલ્લેખનીય છે કે ગત વખતે આ રાજ્યોની ચૂંટણીમાં એક્ઝિટ પોલના પરિણામો સાચા સાબિત થયા હતા. ડેટા પર નજર કરીએ તો 2013ની વિધાનસભા ચૂંટણીમાં મધ્ય પ્રદેશની 230 વિધાનસભા માટે એક્ઝિટ પોલમાં સીવોટર-ઇન્ડિયા ટીવીએ ભાજપને 128 અને કોંગ્રેસને 92 સીટ મળવાનો દાવો કર્યો હતો. ટુડેઝ ચાણક્યએ ભાજપને 161 અને કોંગ્રેસને 62 સીટ આપી હતી. એબીપી નીલસનએ ભાજપને 138 અને કોંગ્રેસને 80 સીટ મળવાની ભવિષ્યવાણી કરી હતી. જ્યારે પરિણામ આવે તો મધ્ય પ્રદેશમાં ભાજપ 165 સીટ અને કોંગ્રેસને 58 સીટ મળી.
રાજસ્થાન
રાજસ્થાનની 200 વિધાનસભા સીટ માટે એક્ઝિટ પોલમાં સીવોટર-ઇન્ડિયા ટીવીએ ભાજપને 118 અને કોંગ્રેસને 64 સીટો મળવાનો દાવો કર્યો હતો. ઓઆરજી- ઇન્ડિયા ટૂડેએ ભાજપને 105 અને કોંગ્રેસને 76 સીટો આપી હતી. એબીપી-નીલસને ભાજપને 105 અને કોંગ્રેસને 75 સીટ મળવાની ભવિષ્યવાણી કરી હતી. જ્યારે પરિણામ આવે તો રાજસ્થાનમાં ભાજપને જોરદાર જીત મળી શકે છે. અહીં ભાજપને 163 સીટ અને કોંગ્રેસને 21 સીટ મળી હતી.
છત્તીસગઢ
છત્તીસગઢની 90 વિધાનસભા સીટ માટે એક્ઝિટ પોલમાં સીવોટર-NWS એ ભાજપને 44 અને કોંગ્રેસ 41 સીટ મળવાનો દાવો કર્યો હતો. ટુડેઝ ચાણક્યએ ભાજપને 46 અને કોંગ્રેસને 42 સીટ આપી હતી. એબીપી-નીલસને ભાજપને 60 અને કોંગ્રેસને 27 સીટ મળવાની ભવિષ્યવાણી કરી હતી. જ્યારે પરિણામ આવ્યા હતા તો છત્તીસગઢમાં ભાજપે 49 સીટ સાથે જીત નોંધાવી હતી, જ્યારે કોંગ્રેસના ખાતામાં 39 સીટો આવી હતી. બીએસપીને એક સીટ મળી હતી.
મિઝોરમ
મિઝોરમમાં 40 વિધાનસભા સીટ માટે એક્ઝિટ પોલમાં સીવોટર-ઇન્ડિયા ટીવીએ કોંગ્રેસને 19 અને એમએનએફને 14 સીટ મળવાનો દાવો કર્યો હતો. જ્યારે પરિણામ આવ્યા તો મિઝોરમમાં કોંગ્રેસ પાર્ટીને 34 સીટ મળી હતી, જ્યારે ભાજપ અહીં ખાતું ખોલી શકી ન હતી. એમએનએફને પાંચ સીટ અને એમપીસીને એક સીટ મળી હતી.
તેલંગાણા
તેલંગાણામાં 2014માં ચૂંટણી થઇ હતી. તેલંગાણાની 119 વિધાનસભા સીટ માટે એક્ઝિટ પોલમાં એનડીટીવી હંસાએ ટીઆરએસને 73, કોંગ્રેસને 24 સીટ અને ટીડીપીને 11 સીટ મળવાનો દાવો કર્યો હતો. મહા ન્યૂઝે ટીઆરએસનો 57, કોંગ્રેસને 23, ટીડીપીને 21 અને ભાજપને 7 સીટ આપી હતી. જ્યારે પરિણામ આવ્યા તો અહીં ટીઆરએસને 63 સીટ, કોંગ્રેસને 21 સીટ અને ટીડીપીને 15 સીટ મળી હતી. ભાજપને 5 સીટોથી સંતોષ માનવો પડ્યો હતો.
કેવી રહેશે બજાર ચાલ?
બજારના જાણકારોનું માનવું છે કે આ ચૂંટણીમાં ભાજપને ત્રણ રાજ્યોમાં જીત મળે છે તો બજારમાં આગામી દિવસોમાં તેજીનું વલણ જોવા મળશે. જો ભાજપ રાજસ્થાન હારી ગઇ, પરંતુ મધ્ય પ્રદેશ બચી ગયું, તો પણ બજારનું વલણ સકારાત્મક રહેશે. પરંતુ મધ્ય પ્રદેશમાં પણ ભાજપની હારનો અર્થ છે કે આગામી દિવસોમાં બજારમાં વેચાવલી તેજ રહેશે. એટલે કહેવાય છે કે બજાર ભાજપની જીતની કામના કરી રહ્યું હશે.
એવામાં કોઇ પ્રશ્ન કરી શકે છે કે બજારને ભાજપ સાથે લગાવ કેમ છે. જોકે બજારને કોઇ પાર્ટી સાથે લગાવ નથી, બસ શેર બજાર સાથે જોડાયેલા લોકો દેશમાં સ્થિત સરકાર ઇચ્છે છે. રાજકીય અસ્થિરતા વેપાર માટે પણ ઠીક નથી. આજની સ્થિતિમાં લાગે છે કે ભાજપ જ સ્થિર સરકાર આપી શકે છે, પરંતુ આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હારનો અર્થ હશે કે 2019માં દેશમાં ફરી ત્રિશંકુ સરકાર આવી શકે છે. બજાર આ કારણે જ ડરેલું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે