Indian Railways: તમારી ટ્રેનની ટિકિટ પર તમારા પરિવારના સભ્ય કરી શકે છે મુસાફરી, જાણો કેવી રીતે

Indian Railways: શું તમે જાણો છો કે તમે તમારા માટે બુક કરાવેલી ટ્રેનની ટિકિટ પર તમારા પરિવારના કોઈપણ વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરી શકે છે ? રેલ્વે વિભાગ યાત્રીઓને આ સુવિધા આપે છે. ટિકિટ ટ્રાંસફરની એક પ્રક્રિયા ફોલો કરી તમે આ કામ કરી શકો છો.

Indian Railways: તમારી ટ્રેનની ટિકિટ પર તમારા પરિવારના સભ્ય કરી શકે છે મુસાફરી, જાણો કેવી રીતે

Indian Railways: આરામદાયક, સુરક્ષિત અને સસ્તી યાત્રા માટે લોકો ભારતીય રેલવેને વધારે પસંદ કરે છે. ટ્રેનમાં યાત્રા કરવી ખૂબ જ આરામદાયક હોય છે. ભારતીય રેલવેમાં એક દિવસમાં કરોડોની સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. વેકેશન અને તહેવારોનો સમય તો એવો હોય છે જ્યારે ટ્રેનમાં ટિકિટ મળવી પણ મુશ્કેલ થઈ જાય. એટલા જ માટે ઘણી વખત લોકો એડવાન્સમાં ટિકિટ બુક કરાવી લેતા હોય છે. પરંતુ એડવાન્સ ટિકિટ બુક કરાવવામાં પણ ક્યારેક એવી તકલીફ થાય કે ટિકિટ બુક કરાવી લીધી હોય પરંતુ કોઈ કારણોસર જવાનું કેન્સલ થાય. ત્યારે બુક કરાવેલી ટિકિટ કેન્સલ કરાવવી પડે છે. કારણ કે લોકો એ વાતથી અજાણ હોય છે કે બુક કરાવેલી ટિકિટમાં તમારે મુસાફરી ન કરવાની હોય તો તમારી ટિકિટ પર પરિવારના કોઈ સભ્ય મુસાફરી કરી શકે છે. તેના માટે આ નિયમ ફોલો કરવા પડે છે.

આ પણ વાંચો:

કેવી રીતે કરવી ટિકિટ ટ્રાન્સફર

જો તમારી ટિકિટ એડવાન્સમાં બુક થયેલી હોય અને પછી તમારા બદલે પરિવારના અન્ય કોઈ વ્યક્તિને યાત્રા કરવી પડે તેમ હોય તો તમારી ટિકિટ પર પરિવારના તે વ્યક્તિ યાત્રા કરી શકે છે. તેના માટે યાત્રા થી 48 કલાક પહેલા તમારી નજીકના રેલવે સ્ટેશન પર જઈ રેલવે કાઉન્ટર નો સંપર્ક કરીને તમારી ટિકિટ પરિવારના તે સભ્ય ના નામે ટ્રાન્સફર કરવાની રહેશે. ટિકિટ ટ્રાન્સફર કરવા માટે કાઉન્ટર પરથી એક ફોર્મ લેવાનું હોય છે. ફોર્મ ભરીને જમા કરવાથી તમારી ટિકિટ પર જ પરિવારના સભ્યોને યાત્રા કરવાની અનુમતિ મળે છે. 

ટીકીટ ટ્રાન્સફર કર્યા પછી તે વ્યક્તિ જ્યારે મુસાફરી કરે ત્યારે તે વ્યક્તિએ ટિકિટ જેના નામે બુક થઈ હતી તેનું આધારકાર્ડ પણ સાથે રાખવું પડે છે. આ આધાર કાર્ડ આઈડી પ્રૂફની જેમ કામ કરે છે. ફોર્મ જમા કર્યા પછી તમારી એપ્લિકેશન એક્સેપ્ટ થશે અને એક્સેપ્ટ થયા પછી ટીકીટ ટ્રાન્સફર થશે. ત્યાર પછી તમારી ટિકિટ ઉપર પરિવારના કોઈ પણ વ્યક્તિ મુસાફરી કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news