Anil Ambani Business: આ ભુલના કારણે અનિલ અંબાણીને થયું ભારે નુકસાન, ડુબી ગઈ 42 અરબ ડોલરની સંપત્તિ

Anil Ambani Business: છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન અનિલ અંબાણીના બિઝનેસમાં કરોડો રૂપિયા ડૂબી ગયા છે. પોતાની સંપત્તિના કારણે એક સમયે અનિલ અંબાણી દુનિયાના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ હતા. પરંતુ કેટલીક ભૂલના કારણે તેમણે 42 અરબ ડોલરની સંપત્તિ ગુમાવી દીધી. 

Anil Ambani Business: આ ભુલના કારણે અનિલ અંબાણીને થયું ભારે નુકસાન, ડુબી ગઈ 42 અરબ ડોલરની સંપત્તિ

Anil Ambani Business: મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીનું નામ પણ એક સમયે દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં આવતું હતું. પરંતુ હવે આ લિસ્ટ થી તે ઘણા દૂર છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન અનિલ અંબાણીના બિઝનેસમાં કરોડો રૂપિયા ડૂબી ગયા છે. પોતાની સંપત્તિના કારણે એક સમયે અનિલ અંબાણી દુનિયાના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ હતા. પરંતુ કેટલીક ભૂલના કારણે તેમણે 42 અરબ ડોલરની સંપત્તિ ગુમાવી દીધી. 

રિલાયન્સ ગૃપ

સમૂહની મુખ્ય કંપનીઓમાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, રિલાયન્સ કેપિટલ,  રિલાયન્સ પાવર, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર અને રિલાયન્સ નેવલ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. અંબાણી પરિવારના બિઝનેસમાં વધારાની શરૂઆત ધીરુભાઈ અંબાણી સાથે થઈ હતી પરંતુ અનિલ અંબાણીના હાથમાંથી બિઝનેસ ધીરે ધીરે સરકતો ગયો. 

આ પણ વાંચો: 

ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ ગ્રુપની શરૂઆત 1958માં કરી હતી. વર્ષ 2002માં ધીરુભાઈ અંબાણીનું મોત થયું જેના કારણે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે બિઝનેસના ભાગ પડ્યા. જેમાં મુકેશ અંબાણીને પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઇલ અને રિફાઇનરીનો બિઝનેસ મળ્યો. જ્યારે અનિલ અંબાણીને ટેલિકોમ, ફાઇનાન્સ અને એનર્જીનો બિઝનેસ મળ્યો. 

તે સમયે માનવામાં આવતું હતું કે અનિલ અંબાણી પાસે જે સેક્ટર આવ્યા છે તેના કારણે અનિલ અંબાણી સફળતાના શિખરો સર કરશે. પરંતુ આ બિઝનેસમાં અનિલ અંબાણી સફળ ન થઈ શકાયા અને આજે તેમની ઘણી કંપનીઓ નાદારીનો સામનો કરી રહી છે. અનિલ અંબાણીએ  કેટલીક ભૂલના કારણે આ સફળતાનો સામનો કરવો પડ્યો. 

બિઝનેસની ડુબાડનાર ભૂલ

1. તેમને ચોક્કસ પ્લાનિંગ વિના બિઝનેસને આગળ વધારવાની ઉતાવળ હતી. જેના કારણે તેમણે તૈયારી વિના જ એક પછી એક નવા પ્રોજેક્ટમાં પૈસા લગાડી દીધા.

2. ધાર્યા કરતા વધારે ખર્ચ સામે આવવાના કારણે તેમને મોટું નુકસાન સહન કરવું પડ્યું.

3. ખર્ચના કારણે તેમણે કરજ પણ લેવું પડ્યું. અને તે એક પછી એક કરજમાં ફસાતા ગયા. 

4. તેમણે એક બિઝનેસ પર ફોકસ કર્યું નહીં અને અલગ અલગ પ્રોજેક્ટ ની શરૂઆત કરી જેમાં તેમના પૈસા અટકતા ગયા. 

5. તેમના મોટાભાગના નિર્ણય મહત્વકાંક્ષાના કારણે લીધેલા હતા જેના કારણે કરજ વધી ગયું અને વર્ષ 2008ની મંદીમાં તેમને સૌથી મોટો ઝટકો લાગ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news