ચલણી નોટો અને સિક્કાઓ અંગે FSSAIની ખાસ એલર્ટ, નહીં જાણો તો પેટ ભરીને પસ્તાશો

ખાદ્ય નિયામક એફએસએસએઆઈ(FSSAI)એ કરન્સી નોટ અને સિક્કાઓથી બીમારી ફેલાતી હોવાની વાત સ્વીકારી અને સ્ટ્રીટ વેન્ડર્સ માટે એક એડવાઈઝરી જારી કરી છે.

ચલણી નોટો અને સિક્કાઓ અંગે FSSAIની ખાસ એલર્ટ, નહીં જાણો તો પેટ ભરીને પસ્તાશો

નવી દિલ્હી: ખાદ્ય નિયામક એફએસએસએઆઈ(FSSAI)એ કરન્સી નોટ અને સિક્કાઓથી બીમારી ફેલાતી હોવાની વાત સ્વીકારી અને સ્ટ્રીટ વેન્ડર્સ માટે એક એડવાઈઝરી જારી કરી છે. તેણે કહ્યું છે કે ખાવા પીવાનો સામાન લેતા કે આપતી વખતે નોટ સિક્કાની લેવડ દેવડ ન કરવી અને કરવી જ હોય તો હાથોમાં મોજા જરૂર પહેરવા. હકીકતમાં થોડા સમય પહેલા એવા અહેવાલ આવ્યાં હતાં કે કરન્સી નોટ અને સિક્કાઓ પર બેક્ટેરિયા અને વાયરસ મળી આવ્યાં છે. જેના કારણે ઈન્ફેક્શન ફેલાઈ રહ્યું છે. જેને ધ્યાનમાં લઈને FSSAIએ સ્ટ્રીટ વેન્ડર્સને એડવાઝરી મોકલી છે.

મળ્યા હતા ખતરનાક વાઈરસ
થોડા સમય પહેલા 70 ટકા યૂકેરિયોટા એટલે કે ફૂગ અને પ્રોટોજોઆ મળ્યા હતાં. આ નોટો પર 9 ટકા બેક્ટેરિયા મળી આવ્યાં હતાં. એક ટકાથી પણ ઓછો જો આ વાઈરસ મળ્યો, તો જીવ કોશિકાઓને નષ્ટ કરી નાખે છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે નોટોની સપાટી પર આ વાઈરસ સરળતાથી સેટલ થઈ જાય છે. પાતળા કાગળ પર ચોંટી જઈને લાંબા સમય સુધી તેના પર રહી શકે છે. જે નોટોનો ઉપયોગ કરનારાઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ડોક્ટરની ભાષામાં કહીએ તો તેનાથી લોકોના જીવને જોખમ ઊભુ થઈ શકે છે.

FSSAIએ અભિયાન ચલાવ્યું
ખાદ્ય નિયામક FSSAI  કેટલાક સમયથી રસ્તા પર બેસતા ફેરિયાઓ કે જેઓ લારી પર ખાદ્ય પદાર્થો વેચે છે તેમને સ્વચ્છતાની રીતો અને સુરક્ષાના માપદંડોમાં સુધારના હેતુથી તાલીમ આપી રહ્યું છે. ભારતીય ખાદ્ય પદાર્થોને પ્રોત્સાહિત કરવા માટે ભારતીય રાષ્ટ્રીય સ્ટ્રીટ વેન્ડર સંઘ (એનએસપીઆઈ) એફએસએસએઆઈની ભાગીદારીથી આ અભિયાન ચાલી રહ્યું છે. ગત વર્ષ આ મામલે FSSAIએ એક ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કર્યુ હતું.

FSSAI, Fssai Advisory, street vendors, Currency Transactions, virus

સ્ટ્રીટ ફૂડ માટે દરેક શહેરમાં સેફ ઝોન
સ્ટ્રીટ ફૂડને સેફ બનાવવા માટે વિદેશની જેમ દરેક શહેરમાં સ્ટ્રીટ ફૂડ સેફ ઝોન બનાવવાની પણ તૈયારી છે. આ ઝોનમાં મળનારી ખાવા પીવાની ચીજોને ફૂડ રેગ્યુલેટર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા સેફ જાહેર કરવામાં આવશે. ધીરે ધીરે તમામ સ્ટ્રીટ વેન્ડર્સને તેની મર્યાદામાં લાવવામાં આવશે.

સ્ટ્રીટ ફૂડને રેગ્યુલેટ કરવાની યોજના
હેલ્થ મિનિસ્ટ્રીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ ફૂડ રેગ્યુલેટર આ યોજના માટે સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ આંતરપ્રિન્યોરશીપ અને નેશનલ એસોસિએશન ઓફ સ્ટ્રીટ વેન્ડર્સ ઓફ ઈન્ડિયા સાથે મળીને કામ કરશે. તેમણે જણાવ્યું કે થોડા દિવસો પહેલા સ્ટ્રીટ ફૂડને રેગ્યુલેટ કરવાની યોજના બનાવવામાં આવી હતી. પરંતુ તેના પર કામ શરૂ થઈ શક્યું નહીં. હવે યોજના હેઠળ દેશના તમામ શહેરોને કવર કરવામાં આવશે.

કેવી રીતે કામ કરશે આ યોજના?

  • શહેરોમાં સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન સાથે મળીને દરેક સ્ટ્રીટ વેન્ડર પર ફોકસ કરવામાં આવશે.
  • મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ આંતરપ્રિન્યોરશીપ દ્વારા તેમને ટ્રેનિંગ આપવામાં આવશે કે તેવી રીતે તેઓ ચીજોને હાઈજેનિક રાખી શકે છે.
  • આ કામમાં નેશનલ એસોસિએશન ઓફ સ્ટ્રીટ વેન્ડર્સ ઓફ ઈન્ડિયાની પણ મદદ લેવામાં આવશે.
  • શહેરમાં કેટલીક જગ્યા પસંદ કરાશે જ્યાં સર્ટિફાઈડ વેન્ડર્સને દુકાન લગાવવાની મંજૂરી અપાશે.
  • સેફ ઝોનમાં સમય સમય પર સેફ્ટી તથા ક્વોલિટીની તપાસ કરાશે.
  • યોજના મુજબ ધીરે ધીરે સેફ ઝોન વધારીને તમામ સ્ટ્રીટ વેન્ડર્સનો તેમાં સમાવેશ કરાશે.
  • યોજનાની શરૂઆત દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા, અમદાવાદ, પટણા, લખનઉ, વારાણસી, ચેન્નાઈ, બેંગ્લુરુ, ત્રિવેન્દમ જેવા શહેરોથી થશે.

સ્ટ્રીટ ફૂડની પોપ્યુલારિટી જોઈને બનાવવામાં આવી યોજના
ઈન્ડિયામાં સ્ટ્રીટ ફૂડ જેમ કે ચાટ, સમોસા, પાણીપૂરી, ચાઈનીઝ ફૂડ, મોમોઝ જેવા ફૂડને ખુબ પસંદ  કરવામાં આવે છે. રોડ સાઈડ મળતી આ ચીજો લોકોને પસંદ આવે છે અને તેના ભાવ પણ હોટલ  કે રેસ્ટોરાથી ઓછા હોય છે. પરંતુ ચિંતાની વાત એ છે કે અનેક વેન્ડર્સ હાઈજીનનું ધ્યાન રાખતા નથી જેના કારણે સ્વાસ્થ્ય જોખમાય છે. આ પરેશાની જોતા સ્ટ્રીટ ફૂડને રેગ્યુલેટ કરવાની યોજના ઘડવામાં આવી છે.

જાહેરાતો ઉપર પણ નજર રહેશે
FSSAI હવે જેમાં કોઈ ફૂડ પ્રોડક્ટ કે ઈનગ્રિડિયન્ટ અંગે  દાવો કરવામાં આવતો હોય તેવી જાહેરાતો ઉપર પણ નજર રાખશે. આવા દાવાની તપાસ માટે પ્રોડક્ટને લેબમાં ચેક કરવામાં આવશે. જો દાવો ખોટો નિકળ્યો તો એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં તેની ફરિયાદ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news