રાજકોટ: ભાજપમાં ભડકો, શહેર ઉપપ્રમુખે અચાનક રાજીનામું આપી દેતા ખળભળાટ

રાજકોટ શહેર ભાજપને મોટો આંચકો લાગ્યો છે. શહેરના ઉપપ્રમુખ વિરેન્દ્ર સિંહ ઝાલાએ અચાનક રાજીનામું આપી દેતા સન્નાટો છવાઈ ગયો છે.

રાજકોટ: ભાજપમાં ભડકો, શહેર ઉપપ્રમુખે અચાનક રાજીનામું આપી દેતા ખળભળાટ

રાજકોટ: રાજકોટ શહેર ભાજપને મોટો આંચકો લાગ્યો છે. શહેરના ઉપપ્રમુખ વિરેન્દ્ર સિંહ ઝાલાએ અચાનક રાજીનામું આપી દેતા સન્નાટો છવાઈ ગયો છે. કહેવાય છે કે પાર્ટીમાં સતત થતી અવગણનાથી કંટાળીને ઝાલાએ રાજીનામું આપી દીધુ છે. ઝાલાએ શહેર પ્રમુખને પોતાનું રાજીનામું મોકલી દીધુ છે.

વિરેન્દ્રસિંહ ઝાલા છેલ્લી 2 ટર્મથી રાજકોટ ભાજપ શહેર ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યાં હતાં. ઝાલાએ બુધવારે શહેર પ્રમુખ કમલેશ મીરાણીને પોતાનું રાજીનામું સોંપી દીધુ. જો કે ઝાલાએ પોતાને અસંતોષ હોવાની વાત રજુ ન કરતા અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું કહી રહ્યાં છે.

રાજીનામા અંગે જ્યારે વિરેન્દ્ર સિંહ ઝાલાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેમણે કામની વ્યસ્તતાના કારણે રાજીનામું આપ્યું છે. ઉપ પ્રમુખ તરીકેની જવાબદારી માટે સમય ન આપી શકતા હોવાથી તેમણે રાજીનામું આપ્યું છે. જો કે રાજીનામું હજુ સ્વીકારાયું નથી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news