Gold-Silver Price Today: ગોલ્ડમાં તાબડતોડ તેજી, આજે ફરી તોડ્યા તમામ રેકોર્ડ, જાણો આજનો ભાવ

Gold price hits record high: સોના-ચાંદીના ભાવ આસમાને ભાવ પહોંચી રહ્યા છે. ગ્લોબલ માર્કેટમાં નવો લાઇફટાઇમ હાઇ બનાવ્યા બાદ ઘરેલૂ બજારમાં પણ એમસીએક્સ પર ગોલ્ડ (mcx gold price) નવા રેકોર્ડ પર છે. 

Gold-Silver Price Today: ગોલ્ડમાં તાબડતોડ તેજી, આજે ફરી તોડ્યા તમામ રેકોર્ડ, જાણો આજનો ભાવ

Gold Price Today Record High: આજે નવા નાણાકીય વર્ષની શરૂઆત થઇ ગઇ છે. આ દરમિયાન ગોલ્ડના ભાવ (gold price today) નવા રેકોર્ડ હાઇ પર પહોંચી ગયા છે. સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ગ્લોબલ માર્કેટમાં નવો રેકોર્ડ બનાવ્યા બાદ સ્થાનિક બજારમાં પણ એમસીએક્સ પર ગોલ્ડ (mcx gold price) નવા રેકોર્ડ પર છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજ પર ગોલ્ડનો ભાવ 68890 પર પહોંચી ગયો છે. 

મલ્ટી કોમોડિટી એક્સચેંજ પર ગોલ્ડનો ભાવ આજે 1.76 ટકાની તેજી સાથે  68890 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. આ ઉપરાંત ચાંદીનો ભાવ પણ 1 ટકાની તેજી સાથે 75801 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. સ્થાનિક બજારમાં સોનાનો ભાવ તેજી સાથે જ ખુલ્યો હતો. તો બીજી તરફ ગોલ્ડ ખુલતાં જ નવા રેકોર્ડ લેવલને પાર કરી ગયો હતો. 

ફેડના નરમ વલણની અસર
અમેરિકામાં ફેડરલ રિઝર્વના નરમ વલણને કારણે વૈશ્વિક બજારમાં તેમજ સ્થાનિક બજારમાં સોનાના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. વૈશ્વિક બજારમાં સોનાની કિંમત આજે 2,259 ડોલર પ્રતિ ઔંસની નવી જીવનકાળની ઊંચી સપાટીએ છે.

કયા કારણોથી ગોલ્ડમાં આવી રહી છે તેજી
અત્યારે મધ્ય એશિયામાં ભૂ-રાજકીય તણાવ વધી રહ્યો છે, જેના લીધે ગોલ્ડના ભાવમાં તેજી જોવા મળી રહી છે. યૂરોપ અને રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ગોલ્ડના ભાવ પર જોવા મળી રહી છે. આ ઉપરાંત ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ તણાવ સતત વધી રહ્યો છે. આ તમામ ફેક્ટર વચ્ચે સેંટ્રલ બેંક ફેડરલ રિઝર્વ તરફથી આવી રહેલા સંકેતથી ગોલ્ડને સપોર્ટ મળી રહ્યો છે. તાજેતરમાં જ થયેલી ચર્ચામાં ફેડ રિઝર્વે આ નાણાકીય વર્ષમાં 3 વાર ઘટાડાના સંકેત આપ્યા હતા. તો બીજી તરફ ભારતમાં પણ આરબીઆઇ રેપો રેટ્સમાં લગભગ 2 વખત કાપ કરી શકે છે. 

કેવી રીતે જાણો સોનાની શુદ્ધતા
ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતા જાણવા માટે હોલ માર્ક આપવામાં આવે છે. 24 કેરેટ સોનાના આભૂષણ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે. મોટાભાગે સોનું 22 કેરેટમાં વેચાય છે, તો બીજી તરફ લોકો 18 કેરેટનો ઉપયોગ પણ કરે છે. કેરેટ 24 થી વધુ હોતા નથી, અને જેટલા વધુ કેરેટ હશે, સોનું એટલું જ શુદ્ધ કહેવાય છે. 

જાણો 22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદાર હોય છે, તેના દાગીના બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સતત અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.

હોલમાર્કનું રાખો ધ્યાન
સોનું ખરીદતી વખતે લોકોએ તેની ગુણવત્તાને ધ્યાનમાં રાખવી જોઈએ. ગ્રાહકોએ હોલમાર્ક માર્ક જોયા પછી જ ખરીદી કરવી જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમો હેઠળ કામ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news