Okra Water: ભૂખ્યા પેટે ભીંડાનું પાણી પીશો તો મળશે ગજબના ફાયદા, મોટાપાથી માંડીને ડાયાબિટીસ થઇ જશે ગાયબ

benefit of drinking okra water: સામાન્ય રીતે લોકો ભીંડાનો ઉપયોગ શાક બનાવવા માટે કરતા હોય છે. અને ભીંડાનું શાક પણ એટલું જ સ્વાદિષ્ટ પણ હોય છે. ત્યારે જો ભીંડાના બીને 8થી 24 કલાક પાણીમાં પલાળ્યા બાદ જો તે પાણી પીવામાં આવે તો તે લોકોના સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે. 

Okra Water: ભૂખ્યા પેટે ભીંડાનું પાણી પીશો તો મળશે ગજબના ફાયદા, મોટાપાથી માંડીને ડાયાબિટીસ થઇ જશે ગાયબ

Benefits Of lady Finger: ફળ અને શાકભાજીમાં સ્વાસ્થ્યને લઈને ઘણા ફાયદા થતાં હોય છે. તેમાંનો એક ભીંડો પણ છે. ભીંડાથી પણ ઘણા પ્રકારના ફાયદા મેળવી શકાય છે. તેમાં પણ ભીંડાના પાણીથી પણ ઘણા ફાયદા મળે છે. ભીંડાને પાણીમાં પલાળીને રાખ્યા પછી સવારે જો તેનું પાણી પીવામાં આવે તો બ્લડ સુગરની સાથે સાથે કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલમાં રાખે છે. 

ભીંડાનું પાણી
લોકો ભીંડાનો ઉપયોગ શાક બનાવવા માટે કરે છે અને આ શાક લોકોને ઘણું સ્વાદિષ્ઠ પણ લાગે છે. ત્યારે ભીંડાનું પાણી પણ લોકોને ઘણા હેલ્થી ફાયદા કરાવી શકે છે. તેમાં પણ ભીંડાની અંદરથી બી કાઢીને તેને 8થી 24 કલાક પાણીમાં પલાળીને તૈયાર કરવામાં આવે છે. અને આ પાણી પીવાથી અનેક ફાયદા થાય છે અને તેના પર સંશોધન પણ થયા છે. 

ઘણા ફાયદા મળે છે
ભીંડી પોતાનામાં જ અત્યાધુનિક પૌષ્ટીક અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. ભીંડાનું પાણી વજન ઘટાડવા અને બ્લડ સુગરને કંટ્રોલ કરવાની સાથે બીજા ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે. આના લાભોને વધારવા માટે પૌષ્ટિક, સંતુલિત આહારના ભાગરૂપે ભીંડાના પાણીનો આનંદ લઈ શકાય છે. 

ભીંડાના પાણીના ફાયદા
ભીંડાની વાત કરીએ તો ભીંડામાં ફાઈટોકેમિકલ્સ, એન્ટી ઓક્સિડન્ટ, પોટેશિયમ, વિટામીન સી, કેલ્શિયમ, પ્રોટીન, ફોલેટ, લિનોલિક એસિડ સહિત ઘણા પોષક તત્વો હોય છે. આ તમામ તત્વો એવા છે જે શરીરને પોષણ આપે છે અને સ્વસ્થ બનાવે છે. ભીંડાનું પાણી જેમના શરીરમાં લોહી ઓછું હોય તો તેની ઉણપ પણ દૂર કરે છે. આ ઉપરાંત ભીંડીના પાણીથી કેન્સરના ખતરાને પણ ઓછો કરી શકાય છે. તો કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરને પણ કંટ્રોલ કરવામાં ભીંડાનું પાણી ખુબ જ ફાયદાકારક છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news