Gold Price Update: સોનું ખરીદનારાઓ માટે Golden ચાન્સ, 1594 રૂપિયા થયું સસ્તું!

Gold Price Update: સોનું અને ચાંદી ખરીદનારાઓ માટે ગત અઠવાડિયું મિશ્ર રહ્યું. ગત અઠવાડિયે સોનું મોંઘુ થયું તો ચાંદીનીએ ભાવમાં ઘટાડો નોંધાયો હતો. 

Gold Price Update: સોનું ખરીદનારાઓ માટે Golden ચાન્સ, 1594 રૂપિયા થયું સસ્તું!

Gold Silver Rate Update: લગ્નની સીઝનમાં ગત અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં હલચલનો દૌર ચાલું રહ્યો. ગત અઠવાડિયે સોનું જ્યા6 265 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરથી મોંઘું થયું હતું, તો બીજી તરફ ચાંદીના ભાવમાં 1269 રૂપિયા પ્રતિ કિલોના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. શનિવારે અને રવિવારની રજા બાદ હવે સોમવારે (આવતીકાલે) સોની બજારમાં સોના અને ચાંદીના નવા ભાવ જાહેર થશે. 

સોનું ફરી એકવાર ઘટ્યું
શુક્રવારે સતત બીજા દિવસે સોનું સસ્તું થયું હતું. શુક્રવારે 24 કેરેટ સોનું 147 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું હતું. આ પછી સોનું ઘટીને 62,008 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. આ પહેલા ગુરુવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનું રૂ. 103ની નબળાઈ સાથે રૂ. 62,155 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

ચાંદીની ચમક ફીકી પડી
શુક્રવારે સતત બીજા દિવસે સોનાની સાથે ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી હતી. શુક્રવારે ચાંદી 743 રૂપિયા સસ્તી થઈ અને 70,000 રૂપિયાની નીચે પહોંચી ગઈ હતી. શુક્રવારે સોનું 69,653 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. અગાઉ, છેલ્લા ટ્રેડિંગ દિવસે ગુરુવારે પણ ચાંદીના ભાવમાં નરમાઈ નોંધાઈ હતી. ગુરુવારે ચાંદી રૂ.312 ઘટીને રૂ.70,396 પર આવી ગઈ હતી. પ્રતિ કિલોના સ્તરે બંધ રહ્યો હતો.

સોની બજારમાં 14 થી 24 કેરેટ સોનાનો ભાવ
આ રીતે શુક્રવારે 24 કેરેટ સોનું સસ્તુ થઇને 62,008 રૂપિયા, 23 કેરેટ 61,760 રૂપિયા, 22 કેરેટ 56,799 રૂપિયા, 18 કેરેટ 46,506 રૂપિયા અને 14 કેરેટ સોનું 36,275 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજાર અને MCX પર સોના અને ચાંદીના દરો ટેક્સ વગરના છે, તેથી દેશભરના બજારોમાં તેના દરોમાં તફાવત છે.

ઓલ ટાઇઅમ હાઇ રેટથી સોનું 1,500 રૂપિયા તો ચાંદી 7,200 રૂપિયા સસ્તી
આ ઘટાડા બાદ શુક્રવારે સોનું પોતાના ઓલ ટાઇમ હાઇ રેટથી 1594 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરથી સસ્તું થઇને બંધ થયું હતું. જોકે સોનાની અત્યાર સુધીની સૌથી વધુ કિંમત 63,602 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જે 2 જાન્યુઆરી, 2024ના રોજ પ્રાપ્ત થઈ હતી. તો બીજી તરફ ચાંદી પોતાની ઉચ્ચતમ કિંમત કરતાં 7,281 રૂપિયા પ્રતિ કિલોથી નીચે ટ્રેડ કરી રહી હતી. ચાંદીનો અત્યાર સુધીની સૌથી ઉંચી કિંમત 76,934 રૂપિયા પ્રતિ કિલો છે જે તેણે 30 નવેમ્બર 2023 ના રોજ બનાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપર જણાવેલ સોના-ચાંદીની કિંમતોમાં GST, TCS અને અન્ય ટેક્સ સામેલ નથી. એવામાં તમારા શહેરના ભાવમાં થોડો ફેરફાર હોઇ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news