Stock Market: ફોન પર વાતો કરી પત્નીની વાતો સાંભળી પતિએ શેર બજારમાં કરી 14 કરોડની કમાણી

Insider Training: ટાયલર લાઉડનની પત્ની BP નામની ઓઇલ કંપની માટે વર્ક ફ્રોમ હોમ કરી રહી હતી. આ દરમિયાન પત્નીના ફોન પર આપનાર ગુપ્ત જાણકારીઓનો ફાયદો ઉઠાવીને તેણે 14 કરોડની કમાણી કરી લીધી હતી. 

Stock Market: ફોન પર વાતો કરી પત્નીની વાતો સાંભળી પતિએ શેર બજારમાં કરી 14 કરોડની કમાણી

Stock Market: અમેરિકાથી એકદમ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ વર્ક ફ્રોમ હોમ (Work From Home) કરી રહેલી પોતાની પત્નીના ફોન કોલ્સ સાંભળીને શેર બજારમાંથી એક ઝાટકે 14 કરોડની કમાણી કરી લીધી. આ મામલે ખુલાસો થતાં હવે વ્યક્તિને ઇનસાઇડર ટ્રેડિંગના આરોપમાં તેને દંડ સાથે જેલની સજા પણ સંભળાવવામાં આવી છે, તેને ખોટું કામ કર્યું છે. 1.76 મિલિયન ડોલરની રકમ જમા કરાવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. 

શું છે સમગ્ર મામલો
ટાયલા લાઉડન (42) ની પત્ની એક ઓઇલ કંપની BP મેનેજર હતી અને કંપની માટે વર્ક ફ્રોમ હોમ કરી રહી હતી. નોકરી દરમિયાન તેની પત્નીના મોબાઇલ પર જે સૂચના આવતી હતી તેના દ્વારા તેણે શેર બજારમાં પૈસા લગાવ્યા અને મોટી કમાણી કરી લીધી. 

ટાયલરની પત્ની BP કંપનીમાં કંપનીમાં મર્જર અને એક્વિઝિશન મેનેજર તરીકે કામ કરતી હતી. જ્યારે કંપની TravelCenters નામની કંપની ખરીદવાનું પ્લાનિંગ બનાવી રહી હતી ત્યારે કંપનીએ તેને આ ખરીદ યોજના પર કામ કરવાનું કામ સોપ્યું હતું. આ અંગે પતિ લાઉડનને ખબર પડી કે BP TravelCenters ને ખરીદવાની યોજના પર કામ કરી રહી છે તેણે તાત્કાલિક પોતાની પત્ની કહ્યા વિના 1.5 મહિના માટે TravelCenters ના 46,450 ખરીદી લીધા. પત્નીના ફોન પર કંપનીની ખરીદને લઇને ચાલી રહેલી વાતો સાંભળીને તેણે કંપનીના શેર ખરીદવાની યોજના બનાવી હતી. 

ડીલની જાહેરાત બાદ 70% વધ્યા હતા શેર 
16 ફેબ્રુઆરી 2023 ના રોજ જાહેરમાં જાહેરાત કરવામાં આવી કે બીપી ટ્રાવેલસેન્ટર્સ (BP TravelCenters) નામની કંપની $1.3 બિલિયનમાં ખરીદી રહી છે, કંપનીના શેરમાં 70%નો ઉછાળો આવ્યો અને આ રીતે તેણે રૂ. 14 કરોડનો નફો કર્યો.

દંડ સાથે 5 વર્ષની જેલ
હવે હ્યુસ્ટન ફેડરલ કોર્ટે તેને સિક્યોરિટી ફ્રોડ માટે દોષિત ઠેરવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેની પત્નીને ખબર નહોતી કે તે માહિતી એકઠી કરીને વેપાર કરી રહ્યો છે. આ ગુના માટે લાઉડનને 5 વર્ષની જેલની સાથે 250,000 રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે.

એસઇસીના અનુસાર લાઉડને પોતાની પત્નીને કહ્યું હતું કે તેણે આમ તેની પત્ની માટે જ કર્યું હતું. જેથી તેને કંપની માટે કલાકોથી સુધી કામ કરવાથી મુક્તિ મળે. આ ઘટનાનું નુકસાન તેની પત્નીને ભોગવવું પડ્યું હતું તેને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. તેની પત્નીએ જાણી જોઈને કોઈ માહિતી લીક કરી ન હોવાનું સાબિત થયા પછી પણ કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂકી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news