Jio આપે છે કમાણી કમાવવાની તક, દર મહિને કમાઈ શકો 25થી 30,000 રૂ.!
ટેલિકોમ માર્કેટમાં સસ્તા ટેરિફ પ્લાન લોન્ચ કરનારી કંપની રિલાયન્સ જિયો તમને કમાણી કરવાની તક આપી રહી છે.
- રિલાયન્સ જિયો આવનારા સમયમાં પોતાનું નેટવર્ક મજબુત કરશે
- જિયો તરફથી 50,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે
- દેશભરમાં કંપનીની એક લાખ મોબાઈલ ટાવર લગાવવાની યોજના
Trending Photos
નવી દિલ્હી: ટેલિકોમ માર્કેટમાં સસ્તા ટેરિફ પ્લાન લોન્ચ કરનારી કંપની રિલાયન્સ જિયો તમને કમાણી કરવાની તક આપી રહી છે. કંપની સાથે જોડાઈને તમે દર મહિને 25થઈ 30 હજાર રૂપિયા સુધી કમાણી કરી શકો છો. રિલાયન્સ જિયો નેટવર્ક મજબુત કરવા માટે એક લાખ નવા ટાવર લગાવવાની છે. ગત દિવસોમાં પણ એવા અહેવાલ આવ્યા હતાં કે ટેલિકોમ કંપનીઓ કોલ ડ્રોપિંગની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે 74000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની છે. જેમાં 16000 કરોડનું રોકાણ એરટેલ અને 50000 કરોડનું રોકાણ જિયો તરફથી કરવામાં આવશે.
ડેટાની સ્પીડમાં પણ થશે વધારો
જિયો આવનારા નવા નાણાકીય વર્ષમાં એટલે કે પહેલી એપ્રિલ 2018થી દેશમાં લગભગ એક લાખ ટાવર લગાવશે. પહેલા તબક્કામાં પણ કંપનીએ ટાવર લગાવવા પર મોટું રોકાણ કર્યુ હતું. કંપની તરફથી ગત વર્ષે જ નવા નાણાકીય વર્ષમાં ટાવરો લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી. રિલાયન્સ જિયોના એક વરિષ્ઠ અધિકારીએ ઝી મીડિયા જોડે નવા નાણાકીય વર્ષમાં કંપનીના ટાવર લગાવવાની વાતની પુષ્ટિ કરી. નવા ટાવર લગાવવાથી કંપનીનું નેટવર્ક મજબુત થશે. આ સાથે જ ડેટાની સ્પીડમાં પણ ઝડપ આવશે.
ટાવર માટે કરી શકો છો અરજી
જો ત મારી પાસે કોઈ જગ્યા કે જમીન હોય તો તમે મોબાઈલ ટાવર માટે અરજી કરી શકો છો. જો કંપની તરફથી કરવામાં આવી રહેલી પ્રક્રિયા હેઠળ તમારી અરજી સ્વીકારાય તો તમને દર મહિને 25થી 30,000 રૂપિયા કમાણી કરવાની તક મળી શકે છે. કંપની તરફથી ટાવર લગાવવા પર દર મહિને અપાનારી રકમ ગ્રામીણ અને શહેરી વિસ્તાર મુજબ અલગ અલગ હોઈ શકે છે.
આટલી સ્પેસ જરૂરી
જો તમારી પોતાની છત કે જમીન પર ટાવર લગાવવા માટે અરજી કરવા માંગતા હોવ તો સૌથી પહેલા એ તપાસ કરી લો કે તમારી પાસે કંપનીના નિયમો મુજબ જમીન કે છત છે કે નહીં. છત પર ટાવર લગાવવા માટે ઓછામાં ઓછી 500 વર્ગફૂટની જગ્યા હોવી જોઈએ. જો તમારી પાસે પ્લોટ હોય અને તેનો વિસ્તાર ઓછામાં ઓછો 2000 વર્ગફૂટ હોવો જોઈએ.
કંપનીને આપો પૂરી ડિટેલ
હકીકતમાં ટેલિકોમ કંપનીઓ પ્રાઈવેટ કંપનીઓ દ્વારા મોબાઈલ ટાવર લગાવે છે. મોબાઈલ ટાવર લગાવનારી કેટલીક કંપનીઓમાં ઈન્ડસ ટાવર્સ, અમેરિકન ટાવર કોર્પોરેશન, ભારતી ઈન્ફ્રાટેલ, એટીસી, વાયોમ, જીટીએલ મુખ્ય છે. આ કંપનીઓ અલગ અલગ લોકેશન પર મોબાઈલ ટાવર લગાવવાનું કામ કરે છે. જો તમે ઈચ્છુક હોવ તો સંબંધિત કંપનીની વેબસાઈટ પર જાઓ. ત્યાં તમારે તમારી પ્રોપર્ટી સંબધિત તમામ જાણકારી જેમ કે તમારો પ્લોટ છે કે છત, પ્રોપર્ટી રેસિડેન્શિયલ છે કે કોમર્શિયલ અને આ પ્રોપર્ટી કોના નામે છે વગેરે જાણકારી આપવી પડશે. આ સાથે જ શહેર અને રાજ્યની પણ જાણકારી આપવી પડશે.
આટલી થઈ શકે છે આવક
મોબાઈલ કંપનીઓ અલગ અલગ લોકેશન પ્રમાણે ટાવરનું ભાડું આપે છે. જો તમારી પ્રોપર્ટી શહેરી વિસ્તારમાં હોય તો ભાડુ વધુ મળશે. સેમી અર્બન એરિયામાં ભાડું ઓછુ અને ગ્રામીણ વિસ્તારોમાં તેનાથી પણ ઓછુ ભાડું મળે છે. આ કંપનીઓ તરફથી શહેરી વિસ્તારમાં ભાડા તરીકે 25થી 30000 રૂપિયા દર મહિને મળતા હોય છે. જો સોલ ટેસ્ટિંગ અને લોકેશન વગેરે ટેસ્ટિંગ બાદ તમારી પ્રોપર્ટીની પસંદગી થાય તો કંપની અને પ્રોપર્ટી માલિક વચ્ચે એક કરાર થાય છે. જે મુજબ ટાવર લગાવવાનો સંપૂર્ણ ખર્ચ કંપની તરફથી ભોગવવામાં આવે છે.
આ દસ્તાવેજો છે જરૂરી
જો તમે જિયોના ટાવર માટે અરજી કરો છો તો તમારી પાસે જમીનના પેપરની ફોટોકોપી, સિવિક બોડી પાસેથી એનઓસીના પેપર, લેન્ડ સર્વે રિપોર્ટ અને આઈડીપ્રુફ હોવું જરૂરી છે. આ દસ્તાવેજોની મૂળ કોપીને કંપની જ્યારે તમારી પાસે માંગે ત્યારે રજુ કરવાના હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે