ફેસબુક ડેટા લીક મામલે દેશમાં રાજકારણ ગરમાયું, રાહુલ ગાંધીએ મૂક્યા ગંભીર આરોપ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ડેટા લીકના બહાને સરકાર 39 ભારતીયોના મોતના મામલેથી લોકોનું ધ્યાન હટાવવા માંગે છે.

ફેસબુક ડેટા લીક મામલે દેશમાં રાજકારણ ગરમાયું, રાહુલ ગાંધીએ મૂક્યા ગંભીર આરોપ

નવી દિલ્હી: ફેસબુકના ડેટા લીક પ્રકરણથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલો ભારતમાં રાજકીય રંગ પકડી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મીડિયા પર આરોપ લગાવતા કહ્યું કે ઈરાકમાં થયેલા નરસંહારમાં માર્યા ગયેલા 39 ભારતીયોના મોત મુદ્દેથી લોકોનું ધ્યાન હટાવવા માટે ડેટા લીક જેવી વાતો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

રાહુલ ગાંધીએ આ અંગે ટ્વિટર પર ટ્વિટ કરી, સમસ્યા: 39 ભારતીયોના મોત અને જૂઠુ બોલતી સરકાર. સમાધાન: કોંગ્રેસ વિરુદ્ધ અને ડેટા લીક જેવા અહેવાલો બનાવવામાં આવે, રિઝલ્ટ: મીડિયાવાળાઓએ 39 ભારતીયોના મોતના અહેવાલને દબાવી દીધો.

Solution: Invent story on Congress & Data Theft.

Result: Media networks bite bait; 39 Indians vanish from radar.

Problem solved.

— Rahul Gandhi (@RahulGandhi) March 22, 2018

રણદીપ સુરજેવાલાએ પણ ટ્વિટ કરીને સાધ્યુ નિશાન
રાહુલ ગાંધી અગાઉ કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું. રણદીપે એક અખબારના કટિંગની તસવીર શેર કરતા પીએમ મોદી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને સવાલ કર્યાં. ટ્વિટર પર સુરજેવાલાએ લખ્યું કે 'ઈરાકમાં થયેલા નરસંહારમાં માર્યા ગયેલા ભારતીયોના પરિવાર આજે સવાલ પૂછી રહ્યાં છે'.

પહેલો: આખરે મોદી સરકાર અને સુષમાજીએ 4 વર્ષો સુધી કેમ લોકોને ગુમરાહ કર્યા?
બીજો: સરકારે ભારતીયોના મોતની તારીખ કેમ ન જણાવી?
ત્રીજો: આ ત્રણ વર્ષોમાં વિદેશ મંત્રાલય પાસે ભારતીયોના જીવિત રહેવાનો શું પુરાવો હતો?
ચોથો: પીડિત પરિવારોને કેન્દ્ર સરકાર વળતર કેમ આપી રહી નથી?

— Randeep Singh Surjewala (@rssurjewala) March 22, 2018

શું છે સમગ્ર મામલો?
ઈરાકના મોસુલ શહેરમાં છેલ્લા ચાર વર્ષથી લાપત્તા થયેલા 39 ભારતીયો અંગે સરકારે મંગળવારે સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે તેમની સામૂહિક હત્યા કરી દેવામાં આવી. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે રાજ્યસભામાં જણાવ્યું હતું કે આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે તેમને મારીને દફનાવી દીધા. સાથે સાથે એમ પણ જણાવ્યું કે કેવી રીતે ભારત સરકારે તેમના પાર્થિવ શરીરના અવશેષોને શોધ્યાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news