તમારા સપનાનું ઘર થશે સસ્તુ, હવે GST 12થી ઘટીને થશે આટલો

જીએસટી પરિષદ શનિવારે 23 વસ્તુઓ પર જીએસટીના દર ઓછા કર્યા બાદ હવે આગામી મહિને થનારી બેઠકમાં નિર્માણધીન આવાસીય એકમો અને કમ્પ્લીશન (કંપ્લીશન સર્ટિફિકેટ)ની રાહમાં પડી રહેલા તૈયાર ફ્લેટ પર ટેક્સના દરને ઘટાડીને પાંચ ટકા કરી શકે છે. એક અધિકારીએ આ વાત કહી. હાલમાં એવા તૈયાર ફ્લેટ પર જીએસટીના દર 12 ટકા છે જેમને કાર્યપૂર્ણ થવાનું પ્રમાણપત્ર મળ્યું નથી. જોકે રિયલ એસ્ટેટ સંપત્તિઓના તે ખરીદારો પર જીએસટી લાગશે નહી, જેને વેચાણ વખતે કાર્ય-પૂર્ણ થવાનું પ્રમાણપત્ર મળી ચૂક્યું છે. 

તમારા સપનાનું ઘર થશે સસ્તુ, હવે GST 12થી ઘટીને થશે આટલો

નવી દિલ્હી: જીએસટી પરિષદ શનિવારે 23 વસ્તુઓ પર જીએસટીના દર ઓછા કર્યા બાદ હવે આગામી મહિને થનારી બેઠકમાં નિર્માણધીન આવાસીય એકમો અને કમ્પ્લીશન (કંપ્લીશન સર્ટિફિકેટ)ની રાહમાં પડી રહેલા તૈયાર ફ્લેટ પર ટેક્સના દરને ઘટાડીને પાંચ ટકા કરી શકે છે. એક અધિકારીએ આ વાત કહી. હાલમાં એવા તૈયાર ફ્લેટ પર જીએસટીના દર 12 ટકા છે જેમને કાર્યપૂર્ણ થવાનું પ્રમાણપત્ર મળ્યું નથી. જોકે રિયલ એસ્ટેટ સંપત્તિઓના તે ખરીદારો પર જીએસટી લાગશે નહી, જેને વેચાણ વખતે કાર્ય-પૂર્ણ થવાનું પ્રમાણપત્ર મળી ચૂક્યું છે. 

એક અધિકારીએ કહ્યું કે આ મામલે 12 ટકાની જીએસટીનું ભારણ તો કાયદેસર રીતે બિલ્ડરો દ્વારા વપરાશમાં લેવાતા મટિરિયલ્સ માટે ચૂકવાયેલા ટેક્સના લીધે આંશિકરીતે ઓછો થાય છે. આમ જોતાં નિર્માણાધિન મકાનો પર જીએસટીની વાસ્તવિક રીતે અંદાજે 5-6 ટકા ટેક્સનું ભારણ પડવું જોઇએ. પરંતુ બિલ્ડરો દ્વારા મકાન માટે ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ પર ચૂકવાતા ટેક્સનો લાભ ગ્રાહકો સુધી પહોંચી રહ્યો નથી. 

અધિકારીએ જણાવ્યું હતું કે 'જીએસટી પરિષદની સમક્ષ રાખવામાં આવેલા પ્રસ્તાવોમાં એક એ પણ છે કે 80 ટકા નિર્માણ સામગ્રી રજિસ્ટર્ડ ડીલરો પાસેથી ખરીદનાર બિલ્ડરો માટે જીએસટી દર ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવે.'' તેમણે કહ્યું કે હાલમાં બિલ્ડર નિર્માણમાં ઉપયોગ થઇ રહેલી વસ્તુઓ માટે કેશમાં ચૂકવણી કરી રહ્યા છે અને ગ્રાહકોને સામગ્રી ખરીદીમાં ચૂકવવામાં આવેલા ટેક્સ પર મળનાર લાભનો ફાયદો પહોંચતો નથી. એટલા માટે ઔપચારિક વ્યવસ્થા અંતગર્ત લાવવાની જરૂરિયાત છે. ફ્લેટ અને ઘરના નિર્માણમાં ઉપયોગ થનાર મોટાભાગની વસ્તુઓ, પંજીગત સામાન અને સેવાઓ પર 18 જીએસટી લાગે છે જ્યારે સીમેંટ પર 28 ટકાનો જીએસટી લાગે છે

(ઇનપુટ ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news