VIDEO:આવી દેખાય છે નવી સેન્ટ્રો, મસ્ત ઇન્ટીરિયર અને લુક સાથે બજારમાં કરશે એન્ટ્રી

હ્યુન્ડાઇ મોટર સેન્ટ્રોને લઇને ફરી એકવાર ભારતીય બજારમાં આવી રહ્યા છે, નવા ફિચર્સ અને લુક સાથે સેન્ટ્રો 23 ઓક્ટોબરે થશે લોન્ચ કરવામાં આવશે. જેમાં ખાસ કરની સીએનજીના બે મોડલ આપવામાં આવ્યા છે. આ કારને ધણીવાર ટેસ્ટીંગ દરમિયાન દેખાઇ ચૂકી છે. 

VIDEO:આવી દેખાય છે નવી સેન્ટ્રો, મસ્ત ઇન્ટીરિયર અને લુક સાથે બજારમાં કરશે એન્ટ્રી

નવી દિલ્હી: હ્યુન્ડાઇ મોટર સેન્ટ્રોને લઇને ફરી એકવાર ભારતીય બજારમાં આવી રહ્યા છે, નવા ફિચર્સ અને લુક સાથે સેન્ટ્રો 23 ઓક્ટોબરે થશે લોન્ચ કરવામાં આવશે. જેમાં ખાસ કરની સીએનજીના બે મોડલ આપવામાં આવ્યા છે. આ કારને ધણીવાર ટેસ્ટીંગ દરમિયાન દેખાઇ ચૂકી છે. 

ઓલ ન્યૂ Hyundai Santro એન્ટ્રી લેવલ હૈચબૈક છે. હ્યન્ડાઇએ 9 ઓક્ટોબરે તેની જાહેરાત કરી હતી. ત્યાર બાદ તેની કિંમતો પણ લીક થઇ હતી. કંપનીએ આ કારનો વીડિયો પણ જાહેર કર્યો છે. 

કારમાં હશે 1.1 લીટરનું પેટ્રોલ એન્જિન
નવી સેન્ટ્રો 1.1 લીટરના પેટ્રોલ એન્જિન સાથે આવશે. કારમાં અનેક ફર્સ્ટ ફીચર્સ આપવામાં આવશે. પહેલીવાર તેમાં રિયર AC વેન્ટ આપવામનાં આવશે. નવી સેન્ટ્રો કારને નવા પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવશે. જે તેને પહેલા કરતા પણ વધુ આકર્ષક અને મજબુત બનાવે છે. કારનું એન્જિન 68 bhpના પાવર અને 99 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. કાર 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ એએમટી ગિયર બોક્સ સાથે આવશે.

કેવું છે ઇન્ટીરિયર 
-ડેશબોર્ડ ડ્યૂઅલ ટોન થીમ પર આધારિત છે. 
-ટોપ મોડલમાં 7ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેન્ટમેંટ સિસ્ટમ 
-ઇન્ફોટેન્ટમેંટ સિસ્ટમ ચાલશે વોઇસ કમાન્ડથી 
-એપ્પલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો સપોર્ટ કરશે 
-શોર્ટકર્ટ કી
-વોર્નિંગ લાઇટ બટન 

કેટલી છે કિંમતો 
લીક થયેલા રિપોર્ટસ અનુંસાર નવી સેન્ટ્રોની કિંમત 3.87 લાખ રૂપિયાથી શરૂ થાય છે જે 5.35 લાખ સુધી પહોચી જાય છે. 
 

મોડલ કિંમત 
હ્યુન્ડાઇ સેન્ટ્રો ડીલાઇટ 3.87 લાખ 
હ્યુન્ડાઇ સેન્ટ્રો એરા 4.12 લાખ
હ્યુન્ડાઇ સેન્ટ્રો મૈગના 4.48 લાખ
હ્યુન્ડાઇ સેન્ટ્રો મૈગના AMT 4.87 લાખ
હ્યુન્ડાઇ સેન્ટ્રો સ્પોર્ટસ 4.78 લાખ
હ્યુન્ડાઇ સેન્ટ્રો સ્પોર્ટસ AMT 5.20 લાખ
હ્યુન્ડાઇ સેન્ટ્રો એસ્ટ્રા  5.29 લાખ
હ્યુન્ડાઇ સેન્ટ્રો મૈગના CNG 5.00 લાખ
હ્યુન્ડાઇ સેન્ટ્રો સ્પોર્ટસ CNG 5.35 લાખ

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news