કોરોના વાયરસના લીધે પાસ નથી થયો PF ક્લેમ, તો આ હોઇ શકે કારણ

કોરોના વાયરસના શું તમે પણ પીએફ ખાતામાંથી પૈસા કાઢવા માટે અરજી કરી હતી? પરંતુ કોઇ કારણોના લીધે અરજી રદ થઇ ગઇ છે, તો પરેશાન થવાની કોઇ વાત નથી. તમે ફરી એકવાર તેના માટે અરજી કરી શકો છો. 

કોરોના વાયરસના લીધે પાસ નથી થયો PF ક્લેમ, તો આ હોઇ શકે કારણ

નવી દિલ્હી: કોરોના વાયરસના શું તમે પણ પીએફ ખાતામાંથી પૈસા કાઢવા માટે અરજી કરી હતી? પરંતુ કોઇ કારણોના લીધે અરજી રદ થઇ ગઇ છે, તો પરેશાન થવાની કોઇ વાત નથી. તમે ફરી એકવાર તેના માટે અરજી કરી શકો છો, પરંતુ જે કારણથી અરજી રિજેક્ટ થઇ છે તેને સુધારવી પડશે. 

લોકોને પડી રહી છે આર્થિક મુશ્કેલી
લોકડાઉનના લીધે ઘણા નોકરીયાત લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં સરકારે લોકોને થઇ રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવાની પરવાનગી આપી હતી. ત્યારબાદ લાખો લોકોએ પીએફ ઉપાડવા માટે ઇપીએફઓ પાસે ઓનલાઇન અને એપ પર અરજી કરવામાં આવી હતી. 

જોકે ઘણા લોકોની અરજી રિજેક્ટ કરી દેવામાં આવી છે. ઘણા લોકો હજુ પણ પોતાના ખાતામાં પૈસા આવવાની રાહ જોઇ રહ્યા છે. જો અરજી કર્યાને બે અઠવાડિયાથી વધુ સમય થઇ ગયો છે, તો પછી તમારે ઇપીએફઓની સત્તાવાર વેબસાઇટ પર જઇને ચેક કરવું જોઇએ. 

રિજેક્ટ થવાનું આ હોઇ શકે છે કારણ
અરજી રિજેક્ટ થવાનું સૌથી મોટું કારણ છે કેવાઇસી પૂર્ણ ન હોવું. સામાન્ય રીતે અરજી રિજેક્ટ થાય છે તો તેનું કારણ પણ વેબસાઇટ પર લખેલું હોય છે. કોઇપણ અરજીકર્તા આ વિસંગતિઓને દૂર કરીને ફરીથી અરજી કરી શકે છે. 

આ રીતે કેવાઇસીને કરો પૂર્ણ
યૂનિવર્સલ એકાઉન્ટ નંબર સાથે આધાર, બેંક એકાઉન્ટ, પાન નંબર અને મોબાઇલ નંબરથી કેવાઇસી પૂર્ણ થાય છે. અરજીકર્તા મેંબર પોર્ટલ પર જઇને તેને સબમિટ કરીને કેવાઇસીને પૂર્ણ કરી શકે છે. આ સાથે જ અરજીકર્તાને અરજી કરતી વખતે પોતાનો એક કેન્સલ ચેકની કોપી પણ અપલોડ કરવાની હોય છે. જો ચેક બુક ન હોય તો બેંક એકાઉન્ટના પહેલા પાનાનો ફોટો પાડીને તેને અપલોડ કરવો પડશે. પાસબુકમાં અરજીકર્તાનું નામ, નંબર, બેંકનું નામ, શાખા અને  IFSC સ્પષ્ટ હોવો જોઇએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news