પ્રખ્યાત મરાઠી, હિન્દી ફિલ્મો અને રંગમંચના કલાકાર આશાલતા વાબગાંવકર (Ashalata Wabgaonkar) નું સતારાની એક ખાનગી હોસ્પિટલમાં કોવિડ-19 (Covid 19)ના કારણે નિધન થયું. 79 વર્ષના આશાલતા ચાર દિવસ સુધી કોરોના વાયરસ સામે જંગ લડતા રહ્યા. છેલ્લા એક સપ્તાહથી ખાનગી હોસ્પિટલમાં તેઓ દાખલ થયા બાદ તેમની સ્થિતિ નાજુક હતી. તેમનું દેહાંત મંગળવારે સવારે હોસ્પિટલમાં થયું.