Income Tax અંગે મહત્વની જાહેરાત, સામાન્ય જનતા ખાસ જાણે...નહીં તો પસ્તાશો

આવકવેરા રિટર્ન ફાઈલ કરતી વખતે તમને તકલીફ પડે છે? તમારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ લેવી પડે છે? તમે પૈસા આપીને રિટર્ન ફાઈલ કરાવો છો? જો આ સવાલોના જવાબ હા હોય તો તમારે આવકવેરા વિભાગે જાહેર કરેલી આ માહિતી જાણવાની ખાસ જરૂર છે. હવે તમે તમારા આવકવેરાની ગણતરી તમારી જાતે જ કરી શકો છો. આ માટે તમને કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ લેવી પડશે નહીં. આવકવેરા વિભાગ તમારા માટે એક એવું ટુલ લઈને આવ્યાં છે કે તેની મદદથી તમે ચપટીમાં ટેક્સ ગણતરી કરી શકો છો. આવકવેરા વિભાગે હાલના ઈન્કમ ટેક્સ સ્લેબને લઈને જનતાને થઈ રહેલી પરેશાનીઓ દૂર કરવા માટે એક નવી સેવા શરૂ કરી છે. 
Income Tax અંગે મહત્વની જાહેરાત, સામાન્ય જનતા ખાસ જાણે...નહીં તો પસ્તાશો

નવી દિલ્હી: આવકવેરા રિટર્ન ફાઈલ કરતી વખતે તમને તકલીફ પડે છે? તમારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ લેવી પડે છે? તમે પૈસા આપીને રિટર્ન ફાઈલ કરાવો છો? જો આ સવાલોના જવાબ હા હોય તો તમારે આવકવેરા વિભાગે જાહેર કરેલી આ માહિતી જાણવાની ખાસ જરૂર છે. હવે તમે તમારા આવકવેરાની ગણતરી તમારી જાતે જ કરી શકો છો. આ માટે તમને કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ લેવી પડશે નહીં. આવકવેરા વિભાગ તમારા માટે એક એવું ટુલ લઈને આવ્યાં છે કે તેની મદદથી તમે ચપટીમાં ટેક્સ ગણતરી કરી શકો છો. આવકવેરા વિભાગે હાલના ઈન્કમ ટેક્સ સ્લેબને લઈને જનતાને થઈ રહેલી પરેશાનીઓ દૂર કરવા માટે એક નવી સેવા શરૂ કરી છે. 

લોન્ચ થયું આ સમાધાન
આવકવેરા વિભાગે આ જાણકારી આપી છે કે સામાન્ય લોકો માટે નવું ઈ કેલ્ક્યુલેટર લોન્ચ કરાયું છે. આ કેલ્ક્યુલેટરની મદદથી કોઈ પણ સામાન્ય વ્યક્તિ પોતાની આવક અને બચતની વિગતો આપીને તરત ટેક્સ કેલ્ક્યુલેશન કરી શકે છે. સૌથી સારી વાત એ છે કે તમારે તમારા આવકવેરા કેલક્યુલેશન માટે કોઈ ફી પણ ચૂકવવાની નથી. તમે આ સેવા માટે આવકવેરા વિભાગની વેબસાઈટ જઈ શકો છો. કાં તો પછી અહીં આપેલી લિંક પર ક્લિક કરો...

ઈ કેલક્યુલેશન લોન્ચ કરવા પાછળ આ છે કારણ
આ સંલગ્ન જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે સામાન્ય જનતાને ઈન્કમ ટેક્સના હાલના સ્લેબ અને છૂટ અંગે વધુ જાગરૂકતા નથી. આ ઉપરાંત અનેકવાર કરદાતાઓમાં ટેક્સ અંગે શંકાઓ પણ રહેતી હોય છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે સામાન્ય  કરદાતાઓને જાગરૂક કરવા માટે ઈ કેલ્ક્યુલેટર લોન્ચ કર્યું છે. આ કેલ્ક્યુલેટરમાં તમારી આવક, સંપત્તિ અને રોકાણની વિગતો આપવાની રહે છે. તમામ જાણકારીઓ નોંધ્યા બાદ તરત વેબસાઈટ પરથી તમારી આવક પર કર અંગેની માહિતી મળી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news