સંસદની ગરિમાના લીરે લીરા ઉડ્યા, કોંગ્રેસ સાંસદ BJP નેતા ડો. હર્ષવર્ધનને મારવા દોડ્યા

લોકસભામાં આજે તે સમયે ભારે હોબાળો જોવા મળ્યો જ્યારે કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધન રાહુલ ગાંધીના એક નિવેદનનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં. તેનાથી કોંગ્રેસના સાંસદ મનિકામ ટાગોર એટલા નારાજ થઈ ગયા કે તેઓ હાથાપાઈના ઈરાદે હર્ષવર્ધન તરફ દોડ્યાં. 

સંસદની ગરિમાના લીરે લીરા ઉડ્યા, કોંગ્રેસ સાંસદ BJP નેતા ડો. હર્ષવર્ધનને મારવા દોડ્યા

નવી દિલ્હી: લોકસભામાં આજે તે સમયે ભારે હોબાળો જોવા મળ્યો જ્યારે કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધન રાહુલ ગાંધીના એક નિવેદનનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં. તેનાથી કોંગ્રેસના સાંસદ મનિકામ ટાગોર એટલા નારાજ થઈ ગયા કે તેઓ હાથાપાઈના ઈરાદે હર્ષવર્ધન તરફ દોડ્યાં. 

કોંગ્રેસના સાંસદ મનિકામ ટાગોર જ્યારે હર્ષવર્ધન તરફ દોડ્યા તો વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને અન્ય લોકોએ તેમને રોકી દીધા. લોકસભામાં જે સમયે આ બધો હોબાળો મચ્યો તે સમયે રાહુલ ગાંધી સદનમાં જ હાજર હતાં. 

ભાજપના સાંસદ જગદંબિકા પાલે કહ્યું કે કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધન લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદન પર બોલી રહ્યાં હતાં ત્યારે જ કોંગ્રેસ સાંસદ મનિકામ ટાગોર તેમની તરફ દોડ્યા. ભારતના લોકતંત્ર માટે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. 

અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધીએ બુધવારે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર કરતા એક વિવાદિત નિવેદન આપ્યું હતું. રાહુલે કહ્યું હતું કે બેરોજગાર યુવાઓ એટલા તે ગુસ્સામાં છે કે તેઓ છ મહિનાની અંદર મોદીને ડંડા મારવા લાગશે. ડો. હર્ષવર્ધન એ જ નિવેદનનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં. 

— ANI (@ANI) February 7, 2020

જેના પર વડાપ્રધાને ગુરુવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર લાવવામાં આવેલા ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપતા રાહુલ ગાંધીના ડંડાવાળા નિવેદન પર તેમનું નામ લીધા વગર જ નિશાન સાધ્યું હતું. જ્યારે રાહુલ ગાંધીએ તેના પર હસ્તક્ષેપ કર્યો તો પીએમ મોદીએ કહ્યું હતું કે હું મારી પીઠ મજબુત કરી લઈશ. મારી પીઠને દરેક ડંડાને ઝેલી શકે તેવી બનાવી લઈશ. હવે 6 મહિનાનો સમય છે મારી પાસે. હું છેલ્લા 20 વર્ષથી ગંદી ગંદી ગાળો સાંભળતો આવ્યો છું. મે મારી જાતને ગાળપ્રુફ બનાવી  દીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news