ગુજરાત સહિત દેશમાં આજથી કોઇપણ આકસ્મિક-તત્કાલીન સેવાઓ માટે એક જ હેલ્પલાઇન નંબર ‘૧૧૨’

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોઇપણ આકસ્મિક-તત્કાલિન સેવાઓ માટે હવે એકજ રાષ્ટ્રીય ઇમરજન્સી હેલ્પલાઇન નંબર-૧૧૨ ડાયલ કરવાનો રહેશે. ગુજરાતમાં પ્રથમ તબક્કે નવરચિત-૭ જિલ્લાઓમાં ૧૧૨ હેલ્પલાઇનનો અમલ કરાશે, ત્યારબાદમાં ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં નવીન હેલ્પલાઇનનો અમલ કરવામાં આવશે. 

ગુજરાત સહિત દેશમાં આજથી કોઇપણ આકસ્મિક-તત્કાલીન સેવાઓ માટે એક જ હેલ્પલાઇન નંબર ‘૧૧૨’

ગાંધીનગર: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોઇપણ આકસ્મિક-તત્કાલિન સેવાઓ માટે હવે એકજ રાષ્ટ્રીય ઇમરજન્સી હેલ્પલાઇન નંબર-૧૧૨ ડાયલ કરવાનો રહેશે. ગુજરાતમાં પ્રથમ તબક્કે નવરચિત-૭ જિલ્લાઓમાં ૧૧૨ હેલ્પલાઇનનો અમલ કરાશે, ત્યારબાદમાં ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં નવીન હેલ્પલાઇનનો અમલ કરવામાં આવશે. જેનો આજથી તા. ૧૯ ફે્બ્રુઆરી ૨૦૧૯ મંગળવારના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિધાનસભા-હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતેથી સવારે ૧૦-૩૦ કલાકે રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. હેલ્પલાઇનના સુચારુ અમલીકરણ માટે કેન્દ્ર દ્વારા સરકાર દ્વારા ગુજરાતને રૂા.૧૧.૮૭ કરોડની રકમની ફાળવણી કરવામાં આવી છે. 

સમગ્ર દેશમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ નેશનલ ઇમરજન્સી હેલ્પ લાઇન નંબર-૧૧૨નો નવી દિલ્હી ખાતેથી રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરાવશે. જેના ભાગરૂપે ગુજરાતમાં પણ પ્રથમ તબક્કે નવરચિત ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટા-ઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહિસાગર એમ ૭ જિલ્લામાં ૧૧૨ તત્કાલિન હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવશે. 

ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની તમામ ઈમરજન્સી સેવાઓને એક જ નંબર આધારિત સેવાઓ સાથે સાંકળી લેવા માટે રાજયની ઈમરજ્ન્સી સેવાઓ સાથે સંકળાયેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની– ૧૦૮, પોલીસ (ગૃહ) વિભાગની –૧૦૦, ફાયર- ૧૦૧, મહિલા અને બાળ વિકાસ વિભાગની અભયમ-૧૮૧, મહેસૂલ વિભાગની ડિઝાસ્ટર-૧૦૭૦, ૧૦૭૭ અને પશુ હેલ્પલાઇન ૧૯૬૨ જેવી ઈમરજન્સી સેવાઓને ડાયલ-૧૧૨ નંબર સાથે ઈન્ટીગ્રેટ કરવામાં આવશે. લોકોમાં ૧૧૨ હેલ્પલાઇન અંગે જાગૃતિ આવે તે દરમ્યાન હાલમાં પ્રવર્તમાન હેલ્પનલાઈન નંબર ઉપર આવતા ફોન કોલ્સ ૧૨ (બાર) મહિના સુધી આપોઆપ નવી હેલ્પ લાઈન ૧૧૨ ઉપર ટ્રાન્સફર થઈ જશે. 

રાજયમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની ડાયલ-૧૦૮ , મહિલા અને બાળ વિકાસ વિભાગની અભયમ-૧૮૧ અને પોલીસ-૧૦૦ હેલ્પલાઈન નવરચિત સાત જિલ્લાઓમાં ઈમરજન્સી સેવાઓ GVK EMRI - કઠવાડા, અમદાવાદ દ્વારા પુરી પાડવામાં આવે છે.  GVK EMRI દ્વારા હાલમાં કઠવાડા ખાતે ઈમરજન્સી સેવાઓનું ઈન્ફ્રાસ્ટ્ર્કચર પહેલેથી જ સ્થાપિત છે અને ૧૦૮, ૧૮૧ અને ૧૦૦ જેવી ઈમરજન્સી સેવાઓ પુરી પાડતી હોવાથી નવીન હેલ્પલાઇન નંબર-૧૧૨ આધારિત ઈમરજ્ન્સી સેવાઓ પણ આ સંસ્થા દ્વારા કાર્યરત કરવાનો  સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રથમ તબક્કામાં GVK EMRIના હાલના ઈન્ફ્રાસ્ટ્રકચરનો ઉપયોગ કરીને સાત જિલ્લાઓમાં હેલ્પલાઇન નંબર-૧૧૨ આધારિત ઈન્ટીગ્રેટેડ ઈમરજન્સી સેવાઓ કાર્યરત થશે ત્યારબાદ,બીજા તબક્કામાં સમગ્ર રાજ્યમાં હેલ્પલાઇન ૧૧૨ આધારિત ઈન્ટીગ્રેટેડ ઈમરજન્સી સેવાઓ કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવશે. રાજયમાં નેશનલ ઇમરજન્સી રીસ્પોન્સ સિસ્ટમ  સ્થાપિત કરવા ગૃહ વિભાગ નોડલ એજન્સી તરીકે કાર્યરત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news