લગ્નમાં જઇ રહેલા 30 લોકોને ટ્રકે ચગદી નાખ્યા, 13 લોકોના મોત, 17 ઘાયલ

રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના અંબાવલી ગામ નજીક નેશનલ હાઇવે 113 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડ પરથી પસાર થઇ રહેલી એક બિંદોલી (લગ્ન સાથે જોડાયેલ એક રિવાજ)માં બેકાબૂ ટ્રક ઘૂસી ગયો. તેના લીધે ઘણા લોકો અકસ્માતનો ભોગ બન્યા. આ અકસ્માતમાં 13 લોકોના મોત નિપજ્યા હોવાની પુષ્ટિ થઇ છે, જ્યારે નવવધૂ સહિત 17 લોકોને ઇજા પહોંચી હોવાની જણાવવામાં આવ્યું છે. ઇજાગ્રસ્તોને નજીક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. 
લગ્નમાં જઇ રહેલા 30 લોકોને ટ્રકે ચગદી નાખ્યા, 13 લોકોના મોત, 17 ઘાયલ

પ્રતાપગઢ: રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના અંબાવલી ગામ નજીક નેશનલ હાઇવે 113 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડ પરથી પસાર થઇ રહેલી એક બિંદોલી (લગ્ન સાથે જોડાયેલ એક રિવાજ)માં બેકાબૂ ટ્રક ઘૂસી ગયો. તેના લીધે ઘણા લોકો અકસ્માતનો ભોગ બન્યા. આ અકસ્માતમાં 13 લોકોના મોત નિપજ્યા હોવાની પુષ્ટિ થઇ છે, જ્યારે નવવધૂ સહિત 17 લોકોને ઇજા પહોંચી હોવાની જણાવવામાં આવ્યું છે. ઇજાગ્રસ્તોને નજીક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. 

એસપી પ્રતાપગડહ અનિલ કુમાર બેનીવાલે ઘટના વિશે જણાવ્યું કે ' ઘટનાસ્થળે જ 9 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 4 લોકોને હોસ્પિટલ ખસેડતી વખતે અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનામાં 15 લોકોને ઇજા પહોંચી છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. મૃતકોના ઘરે અકસ્માતના સમાચાર પહોંચતાં હાહાકાર મચી જવા પામ્યો હતો. પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ આદરી છે. 

ટ્રક છોડી ફરાર થયો ડ્રાઇવર
લોકોને કચડ્યા બાદ નશામાં ધૂત ટ્રક ડ્રાઇવર થોડીવારમાં જ ટ્રક મૂકીને નાસી ગયો હતો. પોલીસે ટ્રક જપ્ત કરી લીધો છે. RJ 26 નંબરનો આ ટ્રક રમેશ કુમાર માળી નામના વ્યક્તિનો હોવાના કહેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સાંસદ સીપી જોશી, જિલાના એસપી અનિલ બેનીવાલ અને કલેક્ટર શ્યામ સિંહ રાજપુરોહિત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 

— ANI (@ANI) February 18, 2019

મૃતકોના પરિજનો માટે વળતરની જાહેરાત
મૃતકોના આશ્રિતોને જિલ્લા કલેક્ટર દ્વારા 50-50 હજાર રૂપિયા અને ઇજાગ્રસ્તોને 25-25 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. હાલ ઘટનાસ્થળે અફરા-તફરીનો માહોલ છે. 

— Ashok Gehlot (@ashokgehlot51) February 18, 2019

સીએમ અશોક ગેહલોતે વ્યક્ત કર્યું દુખ
મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે આ અકસ્માત વિશે જાણીને તેમને ખૂબ દુખ થયું. ''મારી સંવેદનાઓ શોકસંતપ્ત પરિજન સાથે છે. હું ઇજાગ્રસ્તો જલદી સ્વસ્થ થાય તે માટે કામના કરું છું.''

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news