ક્યારે શરૂ થશે આંતરરાષ્ટ્રીય ઉડાનો? મંત્રી હરદીપ પુરીએ આપ્યો જવાબ


દેશો દ્વારા વિદેશી નાગરિકોને પ્રવેશ આપવા સંબંધી નિયમોમાં છૂટ અપાયા બાદ ભારત આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ કરવા વિશે નિર્ણય લેશે. 
 

ક્યારે શરૂ થશે આંતરરાષ્ટ્રીય ઉડાનો? મંત્રી હરદીપ પુરીએ આપ્યો જવાબ

નવી દિલ્હીઃ દેશો દ્વારા વિદેશી નાગરિકોને પ્રવેશ આપવા સંબંધી નિયમોમાં ઢીલ અપાયા બાદ ભારત આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ કરવા માટે નિર્ણય લેશે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ આ જાણકારી આપી છે. કોરોના મહામારી દરમિયાન જાપાન અને સંગાપુર જેવા દેશોએ વિદેશીઓના પ્રવેશ પર મહત્વપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. 

પુરીએ ટ્વીટર પર કહ્યુ, જ્યારે દેશો દ્વારા વિદેશી નાગરિકોને પોતાને ત્યાં પ્રવેશ આપવાના નિયમમાં છૂટ આપવામાં આવશે ત્યારે નિયમિત આંતરરાષ્ટ્રીય ઉડાન ફરી શરૂ કરવા વિશે નિર્ણય લેવામાં આવશે. ગંતવ્ય દેશો આવનારી ઉડાનોને મંજૂરી આપવા માટે તૈયાર થવું જોઈએ.

ભારતે 25 મેથી ડોમેસ્ટિક ઉડાનો ફરીથી શરૂ કરી હતી. આ પહેલા આશરે બે મહિના સુધી કોરોના વાયરસને રોકવા લાગૂ લૉકડાઉનને કારણે ઉડાનો પર પ્રતિબંધ હતો. 

એર ઇન્ડિયાએ શરૂ કર્યું બુકિંગ
એર ઈન્ડિયાએ 5 જૂનથી વંદે ભારત મિશન હેઠળ અમેરિકા અને કેનેડા સહિત વિશ્વના અન્ય દેશોમાં જનારા યાત્રિકો માટે બુકિંગ શરૂ કર્યું છે. સરકારના વંદે ભારત મિશન હેઠળ પાંચ જૂનથી બુકિંગ કરાવનાર 9-30 જન 2020 વચ્ચે યાત્રા કરી શકશે. આ ફ્લાઇટ્સ અમેરિકા અને કેનેડાના ઘણા મહત્વપૂર્ણ શહેરો જેમ કે ન્યૂયોર્ક, શિકાગો, વોશિંગ્ટન, સૈન ફ્રાન્સિસ્કો, વૈનકોવર અને ટોરેન્ટો માટે ઉપલબ્ધ થશે. 

Globally the situation is far from normal.@MoCA_GoI @PIB_India

— Hardeep Singh Puri (@HardeepSPuri) June 7, 2020

આંતરરાષ્ટ્રીય ઉડાન શરૂ થવામાં સમય
પુરીએ કહ્યુ કે, હાલ યોગ્ય રીતે આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ થવામાં સમય લાગી શકે છે. દેશના મોટા ભાગના મેટ્રો શહેર હાલ રેડ ઝોનમાં છે, જેના કારણે બહારના શહેરોથી લોકો ફ્લાઇટ પકડવા ન જઈ શકે. આ સિવાય દેશમાં આવ્યા બાદ તેણે 14 દિવસ ક્વોરેન્ટીનમાં રહેવું પડશે. 

કોરોના કાળમાં જીયોને મળ્યું આઠણું રોકાણ, 50 દિવસમાં આવ્યા લગભગ 1 લાખ કરોડ  

આ સાથે ઘરેલૂ ઉડાનોને હજુ 50-60 ટકાના સ્તર સુધી પહોંચાડવામાં સમય લાગશે અને આગળ વાયરસને પણ જોવો પડશે કે તેની શું અસર થશે. ત્યાં સુધી સરકાર વંદે ભારત મિશન હેઠળ લોકોને દેશમાં લાવતી રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news