ઓટો કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, Q4 માં 120% વધ્યો નફો, 1 વર્ષમાં આપ્યું 150% રિટર્ન

JBM Auto Q4 Results: ઓચો કંપોનેન્ટ બનાવનારી કંપની જેબીએમ ઓટોએ ચોથા ક્વાર્ટરમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. કંપનીના પ્રોફિટમાં સવા બે ટકાનો વધારો થયો છે. તો કંપનીએ 75 ટકાના ડિવિડેન્ડની જાહેરાત કરી છે. 
 

ઓટો કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, Q4 માં 120% વધ્યો નફો, 1 વર્ષમાં આપ્યું 150% રિટર્ન

JBM Auto Q4 Results: ઓટો કમ્પોનેન્ટ બનાવનારી કંપની JBM Auto એ ચોથા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. ક્વાર્ટર 4માં કંપનીનો નફો 120 ટકાના વધારા સાથે 62.5 કરોડ રૂપિયા રહ્યો. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં કંપનીને 28.41 કરોડ રૂપિયા અને ડિસેમ્બર ક્વાર્ટરમાં 52.06 કરોડ રૂપિયાનો નફો થયો હતો. કંપનીએ ઈન્વેસ્ટરો માટે 75 ટકા ડિવિડેન્ડની જાહેરાત કરી છે. EPS એટલે કે અર્નિંગ પર શેર 4.71 રૂપિયા રહ્યો જે એક વર્ષ પહેલા 2.37 રૂપિયા અને ડિસેમ્બર ક્વાર્ટરમાં 4.12 રૂપિયા હતો. આ શેર 1960 રૂપિયાના સ્તર પર બંધ થયો છે.

JBM Auto Q4 Results
BSE ની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે સંકોલિડેટેડ આધાર પર JBM Auto નો નેટ પ્રોફિસ વાર્ષિક આધાર પર સવા બે ગણો વધી 62.5 કરોડ રૂપિયા રહ્યો. રેવેન્યૂમાં 47 ટકાનો ગ્રોથ નોંધવામાં આવ્યો અને તે 1486 કરોડ રૂપિયા રહ્યો. એક વર્ષ પહેલા તે 1010 કરોડ રૂપિયા અને ડિસેમ્બર ક્વાર્ટરમાં 1346 કરોડ રૂપિયા હતો. EBITDA એટલે કે ઓપરેશનલ પ્રોફિટ 60.4% ઉછાળની સાથે 172.3 કરોડ રૂપિયા રહ્યો. એબિટા માર્જિન  10.6% થી વધી 11.6% રહ્યો. 

JBM Auto Dividend Details
JBM Auto ના બોર્ડે 2 રૂપિયાની ફેસ વેલ્યૂના આધાર પર 75 ટકા એટલે કે પ્રતિ શેર 1.5 રૂપિયાના ફાઈનલ ડિવિડેન્ડની જાહેરાત કરી છે. આ પહેલા કંપનીએ 1.3 રૂપિયા પ્રતિ શેર ડિવિડેન્ડની જાહેરાત કરી હતી. હાલમાં રેકોર્ડ ડેટ અને પેમેન્ટ ડેટને લઈને કોઈ પ્રકારની જાણકારી નથી.

JBM Auto Share Price History
JBM Auto ના શેર ગુરૂવારે 3 ટકાની તેજી સાથે 1960 રૂપિયાના સ્તર પર બંધ થયા છે. એક સપ્તાહમાં ઓટો સ્ટોકે 7.7 ટકા, બે સપ્તાહમાં 11 ટકા, એક મહિનામાં આશરે 9 ટકા, ત્રણ મહિનામાં ફ્લેટ, આ વર્ષે અત્યાર સુધી 21 ટકા, છ મહિનામાં 65 ટકા, એક વર્ષમાં 150 ટકા અને બે વર્ષમાં 290 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news