Maruti Ertiga નો ખેલ બગાડવા આવી રહી છે ગજબની 7-સીટર કાર, કંપનીએ આપી મોટી અપડેટ

Car Market : કિઆ (Kia) અત્યારે પોતાની એન્ટ્રી લેવલ એમપીવી કેરેન્સના ફેસલિફ્ટેડ વર્જન પર કામ કરી રહી છે. તેને તાજેતરમાં જ એકવાર ફરી સ્પોટ કરવામાં આવી છે. આવો તેની ડિટેલ્સ જાણીએ. 

Maruti Ertiga નો ખેલ બગાડવા આવી રહી છે ગજબની 7-સીટર કાર, કંપનીએ આપી મોટી અપડેટ

Car market : કિઆ (Kia) ની કાર માર્કેટમાં અત્યારે ધૂમ મચાવી રહી છે. એટલા માટે કંઅપ્ની પોતાના મોડલોને સતત અપડેટ કરી રહી છે. કિઆ (Kia) અત્યાએ પોતાની એન્ટ્રી લેવલ એમપીવી કેરેન્સના ફેસલિફ્ટેડ વર્જન પર કામ કરી રહી છે. તેને ટેસ્ટિંગ દરમિયાન ફરી એકવાર સ્પોટ કરવામાં આવી છે. સ્પાઇ ઇમેજમાં આ 3-લાઇન કારના ટેસ્ટિંગને સારી રીતે કવર કરવામાં આવી હતી. જાણકારી અનુસાર તેના 2025ની શરૂઆતમાં ભારતીય બજારમાં લોન્ચ થવાની આશા છે. આવો જરા વિસ્તારપૂર્વક જાણીએ. 

અપડેટેડ ફ્રંટ ફેસિયા
જેમ કે સ્પાઇ ઇમેજમાં જોવા મળ્યું છે કે કેરેન્સ ફેસલિફ્ટમાં અપડેટેડ હેડલેમ્પ અને અપડેટેડ એલઇડી ડીઆરએલ સાથે એક અપડેટેડ ફ્રન્ટ ફેસિયા મળશે. એવું લાગે છે કે આ એક બેસ વેરિએન્ટ છે, કારણ કે તેમાં એલઇડી, સનરૂફ અને સ્પોર્ટ્સ હેલોઝેન હેડલેમ્પ દેખાતો નથી. 

સાઇડપ્રોફાઇલ
સાઈડ પ્રોફાઈલની વાત કરીએ તો ટેસ્ટિંગ દરમિયાન તેને કાળા કપડાથી ઢાંકવામાં આવી હતી. જોકે, જૂના મોડલની સરખામણીમાં નવું મોડલ થોડું અલગ છે. પાછળની હાઇલાઇટ્સમાં અપડેટેડ ઇન્વર્ટેડ-એલ-આકારની LED ટેલલેમ્પ્સ, શાર્ક-ફિન એન્ટેના અને રૂફ રેલ્સનો સમાવેશ થાય છે.

ફીચર્સથી સજ્જ હશે નવી MPV 
ફીચર્સ વિશે વાત કરીએ તો, કિયા કેરેન્સને લેવલ 2 ADAS સ્યુટ, 360-ડિગ્રી સરાઉન્ડ કેમેરા, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, પાવર્ડ ડ્રાઈવર સીટ્સ, ડ્યુઅલ-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, ઈન્ફોટેનમેન્ટ અને ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ માટે ટ્વીન ડિસ્પ્લે, એમ્બિયન્ટ લાઈટિંગ, વાયરલેસ ચાર્જર અને એક મળે છે. ઇલેક્ટ્રિક સનરૂફ મળશે.

એન્જીન પાવરટ્રેન
જ્યાં સુધી પાવરટ્રેન વિકલ્પોની વાત છે કે તો આશા નથી કે કિઆ હાલના એન્જીન વિકલ્પોમાં કોઇ મેકેનિઝમ બદલશે. કેરેન્સ ફેસલિફ્ટ એમપીવી ભારતીય બજારમાં મારૂતિ સુઝુકી અર્ટિગા, મારૂતિ સુઝુકી XL6, મહિન્દ્રા મરાઝો અને ટોયોટો ઇનોવા ક્રિસ્ટાને ટકકર આપશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news