વેચાઇ શકે છે એક્સિસ બેંક, કોણ લગાવી શકે છે બોલી? શું છે હકીકત? જાણો

એક્સિસ બેંકની મુશ્કેલીઓ ઓછી થવાની નામ લેતી નથી. બેંકના સીઇઓ શિખા શર્માના કાર્યકાળ ઘટાડવાના અનુરોધ બાદ બેંક ઉત્તરાધિકારીની શોધમાં છે એવામાં બેંક વેચાવાની છે એવી વાત સામે આવતાં બેંકિંગ ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. એશિયાના સૌથી અમીર બેંકરો એક્સિસ બેંકને ખરીદવા માટે બોલી લગાવી શકે છે. જે અંગે જાપાનની બ્રોકરેજ ફર્મ નોમુરાના એક રિપોર્ટમાં કર્યો છે. નોમુરાનો દાવો છે કે એશિયાના સૌથી અમીર બેંકર ઉદય કોટક બેંકને ખરીદવા માટે બોલી લગાવી શકે છે. આ એમના માટે મોટી તક સમાન છે. અહીં ઉલ્લેખનિય છે કે, એક્સિસ બેંક દેશની સૌથી ત્રીજા નંબરની મોટી બેંક છે. 

વેચાઇ શકે છે એક્સિસ બેંક, કોણ લગાવી શકે છે બોલી? શું છે હકીકત? જાણો

નવી દિલ્હી : એક્સિસ બેંકની મુશ્કેલીઓ ઓછી થવાની નામ લેતી નથી. બેંકના સીઇઓ શિખા શર્માના કાર્યકાળ ઘટાડવાના અનુરોધ બાદ બેંક ઉત્તરાધિકારીની શોધમાં છે એવામાં બેંક વેચાવાની છે એવી વાત સામે આવતાં બેંકિંગ ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. એશિયાના સૌથી અમીર બેંકરો એક્સિસ બેંકને ખરીદવા માટે બોલી લગાવી શકે છે. જે અંગે જાપાનની બ્રોકરેજ ફર્મ નોમુરાના એક રિપોર્ટમાં કર્યો છે. નોમુરાનો દાવો છે કે એશિયાના સૌથી અમીર બેંકર ઉદય કોટક બેંકને ખરીદવા માટે બોલી લગાવી શકે છે. આ એમના માટે મોટી તક સમાન છે. અહીં ઉલ્લેખનિય છે કે, એક્સિસ બેંક દેશની સૌથી ત્રીજા નંબરની મોટી બેંક છે. 

એક્સિસની લોન બુક કોટકથી બમણી
જાપાનની બ્રોકરેજ ફર્મ નોમુરાનો દાવો છે કે, એક્સિસ બેંક પાસે કોટક મહિન્દ્રા બેંકની તુલના કરતાં બમણી લોન બુચ છે. જો બંને બેંકોને એક કરવામાં આવે કે મર્જર કરવામાં આવે તો આ લોગ બુક ઘણી મોટી થઇ જશે. સાથોસાથ એક એવી વિશાળ બેંકનું નિર્માણ થશે કે જે સૌથી મોટી હશે. નોમુરાનો આ રિપોર્ટ એક્સિસ બેંકના નિવેદનના એક દિવસ બાદ આવ્યો છે. જેમાં એમણે કહ્યું હતું કે શિખા શર્મા ડિસેમ્બર 2018માં પદ છોડી દેશે. એમનો કાર્યકાળ 4થી જૂનથી શરૂ થઇ રહ્યો છે અને સામાન્ય પરિસ્થિતિમાં જે મે 2021માં પૂર્ણ થવાનો હતો પરંતુ હવે તે વહેલા 31 ડિસેમ્બરે પૂરો થશે. 

મર્જરની સ્થિતિમાં શું થઇ શકે?
જો બંને બેંકોનું મર્જર કરવામાં આવે તો ત્યાર બાદ અસ્તિત્વમાં આવનારી બેંક પાસે 5760 જેટલી બ્રાન્ચ હશે. આટલી બ્રાન્ચ દેશમાં અન્ય કોઇ પ્રાઇવેટ બેંક પાસે નથી. આઇસીઆઇસીઆઇ પાસે પણ 4860 બ્રાન્ચ જ છે. મર્જર બાદ બેંકની લોન બુક 6.16 લાખ કરોડ રૂપિયા થશે. જે એચડીએફસી બેંકની લોન બુક 6.31 કરતાં ઓછી હશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news