EPFO જલ્દી આપી શકે છે ખુશખબર, 6 કરોડ લોકોને થશે ફાયદો

ઇપીએફઓ 8 લાખ કરોડ રૂ.થી વધારે ફંડ મેનેજ કરે છે અને એની પાસે 6 કરોડથી વધારે સબસ્ક્રાઇબર્સ છે

EPFO જલ્દી આપી શકે છે ખુશખબર, 6 કરોડ લોકોને થશે ફાયદો

નવી દિલ્હી : જો તમે ખાનગી સંસ્થામાં નોકરી કરો છો અને તમારું પીએફ એકાઉન્ટ છે તો આવનારા દિવસોમાં તમને મોટા ખુશખબર મળી શકે છે. તમારું પીએફ એકાઉન્ટ તમારા માટે બેંકનું કામ કરી શકે છે. નવા પ્લાન પ્રમાણે આના આધારે હોમ લોન, ઓટો લોન તેમજ એજ્યુકેશન લોન મળી શકે છે. હાલમાં થયેલી બેઠકમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ને પ્રસ્તાવ મળ્યો છે કે પ્રોવિડન્ટ ફંડ ઓર્ગનાઇઝેશન (EPFO) હવે ફાઇનાન્શિયલ સર્વિસીઝ એન્ટિટી (FSE)ની જેમ કામ કરી શકે છે. 

સહયોગી ચેનલ ઝી બિઝનેસના પ્રકાશ પ્રિયદર્શીએ સુત્રો પાસેથી મળેલી જાણકારીના આધારે જણાવ્યું છે કે હાલમાં થયેલી સીબીટી બેઠકમાં ઇપીએફઓને ફાઇનાન્શિયલ સંસ્થા બનાવવાનો પ્રસ્તાવ મળ્યો છે. આશા છે કે આવનારા સમયમાં ઇપીએફઓ તમામ પ્રકારના લોન બિઝનેસમાં ઉતરશે. જો એવું થશે તો સબસ્ક્રાઇબર્સને વધારે રિટર્ન મળી શકે છે. 

જો આ પ્રસ્તાવ પાસ થઈ જશે અને ઇપીએફઓ લોન દેનારી સંસ્થા તરીકે કામ કરવા  લાગશે તો એનો સૌથી વધારે ફાયદો સબસ્ક્રાઇબર્સને થશે. જો આવું થશે તો લોકોને સરળ શરતો પર લોન મળશે અને નોકરિયાતને પીએફને વધારે રિટર્ન મળી શકશે. ઇપીએફઓ 8 લાખ કરોડ રૂ.થી વધારે ફંડ મેનેજ કરે છે અને એની પાસે 6 કરોડથી વધારે સબસ્ક્રાઇબર્સ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news