મોદી સરકાર તમારા ખાતામાં જમા કરાવશે 2000 રૂપિયા, અહીં જાણો બેલેન્સ ચેક કરવાની રીત
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) મહામારી દરમિયાન મોદી સરકારે (Modi Govt) આર્થિક મદદની જાહેરાત કરી છે. તેના અંતર્ગત કેન્દ્ર સરકાર કિસાનોના ખાતામાં 2000 રૂપિયા જમા કરવાના છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના (PKSY) અંતર્ગત આગામી મહિને ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થવાના છે. અમે આપી રહ્યાં છીએ તેનાથી જોડાયેલી જાણકારી...
આ રીતે જાણો સ્ટેટ્સ
આ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી આ સ્કીમ દ્વારા 10 કરોડથી વધારે ખેડૂતો જોડવામાં આવ્યા છે. 1 ઓગસ્ટથી સરકાર છેલ્લો હપ્તો ટ્રાન્ફર કરવાનું શરૂ કરશે. અમારી સહયોગી zeebiz.comના અનુસાર જો નવા નાણાકિય વર્ષમાં તમે પણ આદેવન કર્યું છે તો આ જાણવું જરૂરી છે કે તમારા આવેદનનું સ્ટેટ્સ શું છે. તેની સંપૂર્ણ જાણકારી સરકારી વેબસાઇટ pmkisan.gov.in પર અપલોડ કરવામાં આવી છે. ત્યાં જઇને તમે તમારૂ સ્ટેટ્સ જાણી શકો છો.
આ રીતે ચેક કરો તમારૂં નામ
સૌતી પહેલા તમારે જોવું જોઇએ કે ક્યાં કોઇ જાણકારી ખોટી નથી આપીને. ફાર્મર કોર્નર (Farmers Corner) પર ક્લિક કર્યા બાદ Beneficiary status પર ક્લિક કરો. ત્યારબાદ ત્યાં આધાર નંબર (Aadhaar Number), એકાઉન્ટ નંબર અને ફોન નંબરનો વિકલ્પ જોવા મળશે. ત્યાં તમે જોઇ શકો છો કે તમે આપેલી જાણકારી સાચી છે કે ખોટી. જો ખોટી હોય તો તેને સાચી કરી શકો છો. જો તમારી અરજી કોઇ ડોક્યુમેન્ટ (આધાર, મોબાઇલ નંબર અથવા બેંક ખાતું)ના કારણે અટકાઇ ગઇ છે તો તે ડોક્યુમેન્ટ પણ ઓનલાઇન અપલોડ કરી શકો છો.
આ પણ વાંચો:- ચીન પર 'ક્વોલિટી કંટ્રોલ' લાદવાની તૈયારી, ઇમ્પોર્ટને લઇને મોદી સરકાર કરવા જઇ રહી છે કામ
pmkisan.gov.in પર ચેક કરો સ્ટેટ્સ
જો તમે યોજનાનો લાભ લેવા માટે અરજી કરી છે અને હવે તમારુ નામ લાભાર્થીઓની યાદીમાં જોવા મળી છે તો સરકારી વેબસાઇટ pmkisan.gov.in પર ચેક કરી શકો છો.
આ યોજનાનો ફાયદો માત્ર તે ખેડૂતોને મળે છે, જેમણે યોજના માટે અરજી કરી છે. જો તમે પણ અરજી કરી હતી તો લાભાર્થીઓના લિસ્ટમાં તમારું નામ ચેક કરી શકો છો. હવે ઓનલાઇન પણ તમે લીસ્ટમાં નામ ચેક કરી શકો છો. પીએમ કિશાન સન્માન નિધિ યોજના 2020ની નવી યાદી pmkisan.gov.in પર ચેક કરી શકો છો. જો તમે આ ચેક નતી કર્યું તો તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં, હવે તમે તેને સરળતાથી ચકાસી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે