ચીન પર 'ક્વોલિટી કંટ્રોલ' લાદવાની તૈયારી, ઇમ્પોર્ટને લઇને મોદી સરકાર કરવા જઇ રહી છે કામ

સૂત્રોનું માનીએ તો સરકાર સ્ટ્રેટજી હેઠળ, એક નહી પરંતુ બે રસ્તાથી ચીનના સમાનના સામાનની ઇન્ડીયામાં એન્ટ્રીને લઇને સખતાઇ વર્તવાની તૈયારી છે. સરકાર 'ક્વોલિટી કંટ્રોલ' દ્રારા ચીનના સામાન પર પ્રતિબંધ લગાવશે. 

ચીન પર 'ક્વોલિટી કંટ્રોલ' લાદવાની તૈયારી, ઇમ્પોર્ટને લઇને મોદી સરકાર કરવા જઇ રહી છે કામ

નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે બોર્ડર (India-China Border) પર ચાલી રહેલા તણાવ વચ્ચે સતત એવા પગલાં ભરી રહી છે જેથી આર્થિક મોરચા પર ચીનની કમર તોડી શકાય. એટલું જ નહી સરાકરના આ નિર્ણયોથી ભારત આત્મનિર્ભરતા તરફથી ઝડપથી કદમ વધારી રહી છે. આ કડીમાં મોદી સરકાર જલદી જ ચીનથી મોટી માત્રમાં થઇ રહેલા ઇંપોર્ટને ઓછું કરવા માટે કડક પગલાં ભરવા જઇ રહી છે. 

સૂત્રોનું માનીએ તો સરકાર સ્ટ્રેટજી હેઠળ, એક નહી પરંતુ બે રસ્તાથી ચીનના સમાનના સામાનની ઇન્ડીયામાં એન્ટ્રીને લઇને સખતાઇ વર્તવાની તૈયારી છે. સરકાર 'ક્વોલિટી કંટ્રોલ' દ્રારા ચીનના સામાન પર પ્રતિબંધ લગાવશે. 

સૂત્રોનું કહેવું છે કે ગ્રાહકો મંત્રાલયના અંતગર્ત આવનાર BIS એટલે કે ભારત માનક બ્યૂરો ચીનથી ઇંપોર્ટ થનાર સામાનની લાંબી યાદી તૈયાર કરી રહી છે. ત્યારબાદ તેના માપદંડોને સખત કરવાની તૈયારી છે જેથી ચીન ખરાબ ક્વોલિટીનો માલ ભારતને વેચી શકશે નહી. 

કહેવામાં આવી રહ્યું છે કે તમામ મંત્રાલયોને પોતાની તરફથી ચીનથી આયતિત સામાનની યાદી BISને સોંપવામાં અવી છે અને હવે બ્યૂરો આ પ્રોડક્ટને માનદંડોને સખત કરી ચીન માટે રાહ મુશ્કેલ કરી રહી છે. માર્ચ 2021 સુધી ચીનથી ઇંપોર્ટ થનાર તમામ સામાનો માટે માનદંડ નક્કી કરવામાં આવશે. 

એક એક્શન દ્વારા ભારત સરકાર ક્રૂડ ઓઇલ અને અન્ય સામાનો માટે ભારતની ચીન પર નિર્ભરતા ખતમ કરવા માંગે છે. સરકારના આ પગલાંથી દેશના નાના-મધ્યમ વેપારીઓને ખૂબ ફાયદો પહોંચશે અને ચીને આર્થિઅક મોરચા પર બધાને પાઠ ભણાવશે. 

આ સાથે જ દેશના 7 મોટા પોર્ટ પર સરકારની પેની નજર છે. BIS ના અધિકારી, કસ્ટમ અધિકારીઓની સાથે મળીને 7 મોટા પોર્ટો પર ચીનથી આયાત સામાન પર નજર રાખી રહ્યું છે. બિન અધિકૃત અથવા માપદંડો પર ખરા ઉતરનાર સામાન પર સતત એક્શન લેવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news