આત્મનિર્ભર ભારતઃ CHAMPIONSની મદદથી ચેમ્પિયન બનશે MSMEs સેક્ટર

આ પોર્ટલ પોતાના નામની જેમ એમએસએમઈના નાના-નાના એકમની દરેક પ્રકારે મદદ કરી તેને ચેમ્પિયન બનાવશે. ચેમ્પિયન્સ પોર્ટલને એમએસએમઈનું વન સ્ટોપ સોલ્યુશન માનવામાં આવી રહ્યું છે.

આત્મનિર્ભર ભારતઃ CHAMPIONSની મદદથી ચેમ્પિયન બનશે MSMEs સેક્ટર

નવી દિલ્હીઃ સરકાર તે વાતને સારી રીતે જાણે છે કે MSME સેક્ટરને મજબૂત કર્યા વગર દેશની અર્થવ્યવસ્થામાં સુધાર લાવવો સંભવ નથી. આ એક એવુ સેક્ટર છે જેનું દેશની જીડીપીમાં યોગદાન આશરે 30 ટકા, નિકાસમાં 45 ટકા અને 11-12 કરોડ લોકોને રોજગાર આપે છે. લોકોને રોજગાર મળશે તો માંગ બની રહેશે. આ સેક્ટરને મજબૂત કરવા માટે આજે પ્રધાનમંત્રી મોદીએ ટેક્નોલોજી પ્લેટફોર્મ CHAMPION (ક્રિએશન એન્ડ હાર્મોનિયમ એપ્લિકેશન ઓફ મોર્ડન પ્રોસેસ ફોર ઇન્ક્રીસિંગ ધ આઉટપુટ એન્ડ નેશનલ સ્ટ્રેન્થ)ને લોન્ચ કર્યુ છે.

વન સ્ટોપ સોલ્યુશન
આ તકે તેમની સાથે MSME મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા. આ પોર્ટલ પોતાના નામની જેમ એમએસએમઈના નાના-નાના એકમની દરેક પ્રકારે મદદ કરી તેને ચેમ્પિયન બનાવશે. ચેમ્પિયન્સ પોર્ટલને એમએસએમઈનું વન સ્ટોપ સોલ્યુશન માનવામાં આવી રહ્યું છે.

ફરિયાદ મળવા પર સીધા પગલા
ચેમ્પિયન્સને આમ જ આ મુકામ હાસિલ કર્યો નથી. ચેમ્પિયન્સ દેશનું પ્રથમ એવુ પોર્ટલ છે જેને ભારત સરકારની મુખ્ય કેન્દ્રીયકૃત જાહેર ફરિયાદ નિવારણ અને નિરીક્ષણ સિસ્ટમ એટલે કે સી.પી. ગ્રામ્સ (Centralized Public Grievance Redressal and Monitoring System) સાથે જોડવામાં આવ્યું છે. એટલે કે જો કોઈએ સીપીગ્રામ્સ પર ફરિયાદ કરી તો તે સીધી પોર્ટલ પર આવી જશે. પહેલા આ ફરિયાદો મંત્રાલયોને મોકલવામાં આવતી હતી, જેને મંત્રાલયની સિસ્ટમ પર કોપી કરવામાં આવતી હતી. આનાથી ફરિયાદોનો ઉકેલ લાવવાની વ્યવસ્થા ઝડપી બનશે. 

સિસ્ટમ જણાવશે શું છે સમસ્યા
આ સાથે ચેમ્પિયન પોર્ટલ આર્ટિફીશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા એનાલિટિક્સ અને મશીન લર્નિંગથી લેસ કરવામાં આવ્યું છે. તેમાં વેપારીઓની ફરિયાદ વગર પણ તેની સમસ્યા ઉકેલી શકાશે. ઉદાહરણ માટે જો કોઈ એક બેન્ક વેપારીઓની લોન અરજી વારંવાર રદ્દ કરી રહી છે અથવા કોઈ એક ક્ષેત્રમાં એક જ પ્રકારની સમસ્યા થઈ રહી છે તો આર્ટિફીશિયલ ઇન્ટેલિજન્ટથી આ સમસ્યા પોર્ટલ પર દેખાશે જેથી અધિકારીઓ તેને ઉકેલી શકે. 

વહીવટી સમસ્યા થશે દૂર
આ પોર્ટલ ટેક્નોલોજી પર આધારિત મેનેજમેન્ટ-ઇન્ફોર્મેશન સિસ્ટમ છે. સાથે આ પોર્ટલ સેક્ટરની વહીવટી સમસ્યાઓને દૂર કર દરેક પડકારને અવસરમાં પરિવર્તિત કરવાનું માધ્યમ બની શકે છે. 

9 દિવસમાં ચેમ્પિયન્સ બનાવીને ટ્રાયલ શરૂ
આફતને અવસર બનાવવાનું સૌથી પહેલું ઉદાહરણ આ પોર્ટલનો કંટ્રોલ રૂમ છે. આ કંટ્રોલ રૂમ કાર્યાલયના એક એવા રૂમમાં બનાવવામાં આવ્યો છે, જે પહેલા ગોડાઉન હતું. બે દિવસથી ઓછા સમયમાં ગોડાઉનની કાયાપલટ કરી તેને કંટ્રોલ રૂમ બનાવી દેવામાં આવ્યો છે. આ માટે મંત્રાલયના કર્મચારીઓ, આઈટી ટીમ અને મજૂરોએ 38 કલાક સુધી સતત કામ કર્યું એટલે કે જે રૂમને અત્યાર સુધી કર્મચારી જોવા પણ ન જતા હતા ત્યાંથી હવે દેશભરની એમએસએમઈ યૂનિટ્સની સમસ્યાનું સમાધાન થશે. આ સિસ્ટમને 9 દિવસમાં બનાવીને તેની ટ્રાયલ પણ શરૂ કરી દેવામાં આવી છે. 

દરેક પ્રકારની સમસ્યા થશે દૂર
ચેમ્પિયન્સ પોર્ટલ દ્વારા સેક્ટરની ગમે તે પ્રકારની ફરિયાદનો ઉકેલ કરવામાં આવશે. કોરોના દરમિયાન નાણાની કમી, શ્રમશક્તિની મુશ્કેલી, જરૂરી મંજૂરી જેવી સમસ્યાનો ઉકેલ લાવી શકાશે. આ સાથે નવા અવસર જેવા પીપીઈ કિટ બનાવવી, માસ્ક બનાવવું અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બજારોમાં તેને સપ્લાઈ કરવામાં મદદ મળશે. આ સાથે પોર્ટલ તે યૂનિટ્સની ઓળખ કરી મદદ કરશે જે આજ જેવા મુશ્કેલ સમયથી નિકળીને આંતરરાષ્ટ્રીય સ્તર પર ચેમ્પિયન બની શકે. 

ગાંધીની રાહ પર મોદી સરકાર
ગાંધીજી માનતા હતા કે ભારતનો વિકાસ તેના ગામની સ્થિતિ નક્કી કરશે. તેઓ વિકેન્દ્રીકરણ અને પ્રાદેશિક આત્મનિર્ભરતાને જોડવા માટે રાજી હતા જેના માટે એમએસએમઈ સેક્ટર એક મહત્વપૂર્ણ કડી છે. ચેમ્પિયન્સ પોર્ટલ જો આ સેક્ટરને ચેમ્પિયન બનાવી શક્યું તો ઘણા વિભાગો, મંત્રાલયો માટે ઉદાહરણ બની શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news