રિલાયન્સ JIOનો નવો ધમાકો : યુઝર્સને મળશે 112 GB ડેટા એ પણ સાવ મફતમાં!
ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રી માર્યા પછી કંપની ઘણીવાર સારી ઓફર્સ આપી ચૂકી છે
Trending Photos
નવી દિલ્હી : રિલાયન્સ Jio ટેલિકોમ સેક્ટરમાં આવ્યું એ પછી અનેક મોટી ઓફર્સ જાહેર કરી ચૂક્યું છે જેના કારણે હરીફ કંપનીઓની રાતોની નિદર હરામ થઈ છે. હવે IPLને ધ્યાનમાં રાખીને કંપનીએ નવી ઓફર રજૂ કરી છે, જેમાં જિયો યુઝર્સને 112 GB ફ્રી ડેટા આપશે.
કંપનીએ આ ઓફર જિયો ફોન મેચ પાસ નામે રજૂ કરી છે જેમાં યુઝર્સ આઈપીએલ મેચનો વધુ આનંદ લઈ શકે એ માટે ખાસ સ્કીમ આપવામાં આવી છે. આ ઓફર મેળવવા માટે યુઝર્સે પોતાના ફ્રેન્ડ કે સગાને જિયો ફોન ખરીદવા માટે કહેવાનું છે. જિયો ફોન ખરીદાયા પછી યુઝરને ડેટા ફ્રી મળશે. કંપની આ ઓફરની મદદથી જિયો ફોનનું વેચાણ વધારવા માગે છે. હાલમાં મળેલી માહિતી પ્રમાણે દેશમાં લગભગ 4 કરોડ લોકોએ જિયો ફીચર ફોન ખરીદ્યો છે.
આ નવી સ્કીમ પ્રમાણે જિયો પહેલા તમારા ચાર ફ્રેન્ડના જિયો ફોન ખરીદવા પર દરેક રેફરલ દીઢ 8 GB ડેટા આપશે, કંપની પાંચમો ફોન ખરીદાવા પર 28 GB ડેટા બોનસ આપશે.આ પછી 6, 7, 8 અને 9મા પ્રત્યેક ફોન પર તમને 8 GB ડેટા મળશે. તમારો 10મો મિત્ર સ્માર્ટફોન ખરીદશે તો તમને 24 GB બોનસ ડેટા મળશે. આ સાથે તમારા ફ્રેન્ડને પણ કંપની વધુ 8 GB ડેટા યુઝ કરવા મળશે. આમ, જો તમારા 10 મિત્રો જિયો ફોન ખરીદશે તો તમને 112 GB ડેટા સાવ મફતના ભાવ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે