દર 1 શેર પર બે બોનસ શેર આપશે આ કંપની, 51 રૂપિયા પર પહોંચ્યો ભાવ

ન્યૂટાઇમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરહોલ્ડર્સ માટે સારા સમાચાર છે. કંપનીએ પોતાના ઈન્વેસ્ટરોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. 
 

દર 1 શેર પર બે બોનસ શેર આપશે આ કંપની, 51 રૂપિયા પર પહોંચ્યો ભાવ

નવી દિલ્હીઃ ન્યૂટાઇમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેહોલ્ડર્સ માટે સારા સમાચાર છે. કંપની પોતાના એલિઝેબલ ઈન્વેસ્ટરોને બોનસ શેર આપવા જઈ રહી છે. ન્યૂટાઇમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે તાજેતરમાં એક શેર પર બે બોનસ શેર આપવાની જાહેરાત કરી હતી અને હવે તેની રેકોર્ડ ડેટ નક્કી કરી દેવામાં આવી છે. ન્યૂટાઇમના બોર્ડે બોનસ શેર માટે રેકોર્ડ ડેટ 21 મે નક્કી કરી છે. મહત્વનું છે કે કંપનીના શેર વર્તમાનમાં બીએસઈ પર 51.76 રૂપિયા પર છે.

ન્યૂટાઇમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરની સ્થિતિ
બીએસઈ પર ન્યૂટાઇમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઇઝ 51.76 રૂપિયા પ્રતિ શેર છે. ન્યૂટાઇમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના સ્ટોકે છેલ્લા છ મહિનામાં 184 ટકાનું રિટર્ન આપ્યું છે. તો એક વર્ષમાં શેરમાં 369 ટકાની તેજી આવી છે. સ્ટોકનો 52 સપ્તાહનો હાઈ 55.39 રૂપિયા છે, જ્યારે 52 સપ્તાહનું લો લેવલ 8.77 રૂપિયા છે. તેનું માર્કેટ કેપ 904.12 કરોડ રૂપિયા છે.

જાણો અન્ય વિગત
ન્યૂટાઇમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પહેલા ઇન્ફ્રા ઇન્ફોટેક લિમિટેડના નામથી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કારોબારમાં એક્ટિવ હતી અને પછી આ ક્ષેત્રમાં ભારે વૃદ્ધિને જોતા તેણે પોતાનું નામ અને મુખ્ય ઉદ્દેશ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર કારોબારમાં ફેરવી નાખ્યો. હવે તે મોટા પાયા પર રિયલ એસ્ટેટમાં સક્રિય છે. ભારતમાં ઉપસ્થિતિ અને સંચાલન ભારતીય રિયલ એસ્ટેટ ઉદ્યોગના તમામ મુખ્ય ક્ષેત્રો, અર્થાત આવાસીય, વાણિજ્યિક અને રિટેલ સેક્ટર સુધી ફેલાયેલું છે. કંપનીના સંચાલનમાં રિયલ એસ્ટેટના વિકાસના તમામ પાસા સામેલ છે, જેમ કે જમીન ઓળખ અને અધીગ્રહણ, પરિયોજના, ડિઝાઇનિંગ, માર્કેટિંગ અને એક્ઝિક્યુશન છે. 

વિદેશી ઈન્વેસ્ટરોનો વધ્યો વિશ્વાસ
માર્ચ 2024માં એફઆઈઆઈએ 50,00,000 શેર ખરીદ્યા હતા. અને ડિસેમ્બર 2023માં 0.03 ટકાની તુલનામાં પોતાની ભાગીદારી વધારી 2.89 ટકા કરી લીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news