Chest Pain: માત્ર હાર્ટ એેટેકમાં જ નહીં આ ગંભીર બીમારી હોય તો પણ થાય છાતીમાં દુખાવો

Chest Pain Causes: 99% લોકો છાતીના દુખાવાને હાર્ટ અટેક સાથે જોડીને જ જુએ છે. છાતીમાં દુખાવો થવાનું અન્ય ગંભીર કારણ પણ હોઈ શકે છે. આ સમસ્યા પણ એટલી ગંભીર છે કે જો સમયસર તેના લક્ષણોને ઓળખીને સારવાર કરાવવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી આ બીમારી વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. 

Chest Pain: માત્ર હાર્ટ એેટેકમાં જ નહીં આ ગંભીર બીમારી હોય તો પણ થાય છાતીમાં દુખાવો

Chest Pain Causes: છાતીમાં દુખાવાની વાત આવે એટલે મનમાં હાર્ટ અટેકનો જ વિચાર આવે. જોકે દર વખતે છાતીમાં દુખાવો હાર્ટ એટેકના કારણે જ થતો હોય તેવું જરૂરી નથી. છાતીમાં અચાનક તીવ્ર દુખાવો થવો અન્ય ગંભીર સમસ્યાનું પણ લક્ષણ હોઈ શકે છે. પરંતુ 99% લોકો છાતીના દુખાવાને હાર્ટ અટેક સાથે જોડીને જ જુએ છે. છાતીમાં દુખાવો થવાનું અન્ય ગંભીર કારણ પણ હોઈ શકે છે. આ સમસ્યા પણ એટલી ગંભીર છે કે જો સમયસર તેના લક્ષણોને ઓળખીને સારવાર કરાવવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી આ બીમારી વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. 

કોસ્ટોકોન્ડ્રાઈટિસનું લક્ષણ છાતીમાં દુખાવો 

માત્ર હાર્ટ અટેક હોય ત્યારે જ છાતીમાં દુખે તેવું નથી. કોસ્ટોકોન્ડ્રાઈટિસ પણ એવી બીમારી છે જેમાં અચાનક છાતીમાં તીવ્ર દુખાવો અનુભવાય છે. આ બીમારી છાતીના હાડકા સંબંધિત છે. આ બીમારી થઈ હોય તો પાંસળા અને બ્રેસ્ટ બોનની વચ્ચેના ભાગમાં દુખાવો થવા લાગે છે. આ એક ગંભીર બીમારી છે જેની સારવાર પણ સમયસર શરૂ કરવી ખૂબ જ જરૂરી છે. 

કોસ્ટોકોન્ડ્રાઈટિસ થવાના કારણ 

આ બીમારી થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. છાતીમાં ઇન્ફેક્શન થઈ ગયું હોય, છાતીમાં ઇજા થઈ હોય અથવા તો લાંબા સમય સુધી ઉધરસ રહી હોય તો આ સમસ્યા થઈ શકે છે. આ સિવાય વધારે જોર લગાડવાથી સ્નાયુ ખેંચાઈ જાય તો પણ આ સમસ્યા થવાની સંભાવના વધી જાય છે. 

કોસ્ટોકોન્ડ્રાઈટિસના લક્ષણો 

આ સમસ્યામાં છાતીમાં તીવ્ર દુખાવો અનુભવાય છે. ઘણી વખત ઉધરસ આવે ત્યારે અને ઝડપથી ચાલતા હોય ત્યારે પણ છાતીનો દુખાવો વધી જતો હોય છે. આ બીમારીના અન્ય લક્ષણ દરેક વ્યક્તિમાં અલગ અલગ જોવા મળે છે. પરંતુ સામાન્ય લક્ષણ એ છે કે તેમાં છાતીમાં દુખાવાનો અનુભવ થાય છે. 

જો ઉપર જણાવ્યા અનુસારની સમસ્યા તમને પણ રહેતી હોય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો. સાથે જ સ્વાસ્થ્ય સારું રાખવા માટે હેલ્ધી વસ્તુઓનું સેવન કરવું અને રોજ એક્સરસાઇઝ કરવાનું રાખવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news