નોટબંધી નહીં, એનપીએ અને રઘુરામ રાજનને કારણે ઘટ્યો હતો વિકાસ દરઃ નીતિ આયોગના ઉપાધ્યક્ષ

રાજીવ કુમારે દાવો કર્યો કે બેન્ક માટે એનપીએનું આંકલન કરવા માટે રાજે નવી પદ્ધતિની શરૂઆત કરી જેનાથી બેન્કોનો એનપીએ સતત વધતો રહ્યો અને બેન્કોનો વિશ્વાસ કંપનીઓ પરથી સતત ઓછો થતો રહ્યો.

 નોટબંધી નહીં, એનપીએ અને રઘુરામ રાજનને કારણે ઘટ્યો હતો વિકાસ દરઃ નીતિ આયોગના ઉપાધ્યક્ષ

નવી દિલ્હીઃ નાણાકિય વર્ષ 2018-2019ના પ્રથમ ત્રિમાસીક ગાળામાં ત્રણ વર્ષમાં સર્વાધિક વિકાસ દર નોંધાયા બાદ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે દાવો કર્યો કે, છેલ્લા ત્રણ વર્ષથી અર્થવ્યવસ્થામાં થયેલો ઘટાડો રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન જવાબદાર છે. રાજીવ કુમારે કહ્યું કે, નાણાકિય વર્ષ 2018-19ના પ્રથમ ત્રિમાસીકગાળા પહેલા સતત 9 ત્રિમાસીકગાળામાં આર્થિક વિકાસમાં થયેલો ઘટાડો માટે રાજનની આર્થિક નીતિઓ જવાબદાર છે. 

રાજીવ કુમારે કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વિકાસ દરમાં ઘટાડો બેન્કમાં થયેલા એનપીએના વધારાને કારણ છે. કુમારે કહ્યું કે, જ્યારે મોદી સરકારે સત્ત સંભાળી ત્યારે બેન્કોની એનપીએ 4 લાખ કરોડ રૂપિયા હતી. 

પરંતુ માર્ચ 2017 સુધી આ એનપીએ વધીને 10.5 લાખ કરોડનો આંકડો પર પહોંચી ગયો હતો. એનપીએમાં થયેલા આ વધારાને કારણે ત્રણ વર્ષ દરમિયાન જીડીપીમાં સતત ઘટાડો જોવા મળ્યો અને આ માટે માત્ર રઘુરામ રાજન જવાબદાર છે. 

રાજીવ કુમારે દાવો કર્યો કે બેન્ક માટે એનપીએનું આંકલન કરવા માટે રાજે નવી પદ્ધતિની શરૂઆત કરી જેનાથી બેન્કોનો એનપીએ સતત વધતો રહ્યો અને બેન્કોનો વિશ્વાસ કંપનીઓ પરથી સતત ઓછો થતો રહ્યો. તેનું પરિણામ તે આવ્યું કે, દેશની કંપનીઓને બેન્કો પાસેથી નવી લોન ન મળી અને અર્થવ્યવસ્થામાં સુસ્તી આવી અને તેને કારણે જીડીપીના આંકડામાં ઘટાડો નોંધાયો હતો. 

ઉલ્લેખનીય છે કે, નાણાકિય વર્ષ 2018-19ના પ્રથમ ત્રિમાસીકગાળા (એપ્રિલથી જૂન) દરમિયાન જીડીપી વિકાર દર 8.2 ટકા નોંધાયો છે. આ પહેલા 8 ટકા વિકાસ દર વર્ષ 2016-17ના પ્રથમ ત્રિમાસીકગાળામાં નોંધાયો હતો. જેથી સતત 8 ત્રિમાસીકગાળામાં વિકાસદરમાં ઘટાડો થયા બાદ ફરી વિકાસદરમાં સુધારો થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news