Aadhaar Card સાથે લિન્ક ન કરવા પર Pan Card થઈ ગયુ છે બ્લોક, તો એક્ટિવેટ કરવા ફોલો કરો આ સ્ટેપ્સ

Pan Card Aadhaar Card: 28 માર્ચ 2023 ના રોજ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા એક સૂચના જારી કરવામાં આવી હતી. આ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે વ્યક્તિ કેવી રીતે પોતાનું પાન કાર્ડ એક્ટિવેટ કરાવી શકે છે.

Aadhaar Card સાથે લિન્ક ન કરવા પર Pan Card થઈ ગયુ છે બ્લોક, તો એક્ટિવેટ કરવા ફોલો કરો આ સ્ટેપ્સ

Aadhaar Card Pan Card Linking Fees: પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 હતી. સરકારે આ વખતે લિંક કરવાની તારીખ લંબાવી નથી. આવી સ્થિતિમાં એવા લોકોની સામે મોટી સમસ્યા ઉભી થઈ છે જેમણે હજુ સુધી આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું. આવા લોકોના પાન કાર્ડ 1લી જુલાઈથી બેકાર થઈ ગયા છે. ચાલો જાણીએ કે પાન કાર્ડ ફરીથી કેવી રીતે એક્ટીવ કરી શકાય.

28 માર્ચ 2023 ના રોજ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા એક સૂચના જારી કરવામાં આવી હતી. આ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે વ્યક્તિ કેવી રીતે પોતાનું પાન કાર્ડ એક્ટિવેટ કરાવી શકે છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે 1000 રૂપિયાની પેનલ્ટી ભર્યા પછી, ઓથોરીટીઝને આધાર કાર્ડની સુચના આપીને 30 દિવસની અંદર પાન કાર્ડને ફરીથી એક્ટીવ કરી શકાય છે.

જો કોઈ વ્યક્તિ 9મી જુલાઈના રોજ દંડ ભર્યા પછી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની રીક્વેસ્ટ સબમિટ કરે છે, તો તેનું પાન કાર્ડ 9મી ઑગસ્ટના રોજ અથવા તે પહેલાં એક્ટીવ થઈ જશે. ધ્યાનમાં રાખો કે આ રીક્વેસ્ટના સમયગાળા દરમિયાન પણ પાન કાર્ડ નિષ્ક્રિય રહેશે.

આજના સમયમાં FD થી લઈને ડીમેટ ખાતું ખોલાવવા સુધી દરેક જગ્યાએ પાન કાર્ડ જરૂરી છે. આ સિવાય જો PAN કાર્ડ નિષ્ક્રિય હશે તો તમારી પાસેથી વધુ TDS અથવા TCS કાપવામાં આવશે. તે જ સમયે, PAN પર કોઈ રિફંડ ઉપલબ્ધ રહેશે નહીં.

આ પણ વાંચો:
આ 25 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ! મેઘતાંડવથી ગુજરાતનો વારો પાડશે વરુણદેવ
રાજ્યમાં શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ, જોવા મળશે મેઘતાંડવ, ગુજરાત માટે રેડ એલર્ટ
હવે જો ચોમાસું ખેંચાય તો પણ વાંધો નહિ આવે : જુલાઈના આરંભે જ ગુજરાતના ડેમ છલકાયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news