Weather Update: આ 25 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ! મેઘતાંડવથી ગુજરાતનો વારો પાડશે વરુણદેવ
Rain alert: જુલાઈની શરૂઆત સાથે જ હવામાન વિભાગની આ ચેતવણીએ ચિંતા વધારી દીધી છે. વિભાગના જણાવ્યા અનુસાર જુલાઈમાં અવિરત વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
Trending Photos
Rainfall alert: હવામાન વિભાગ (IMD) એ લગભગ 25 રાજ્યો માટે વરસાદની ચેતવણી જારી કરી છે. જેમાં કેટલાક રાજ્યો એવા છે જ્યાં ભયંકર વરસાદ જોવા મળી શકે છે. તે જ સમયે, કેટલાક રાજ્યો એવા છે જ્યાં મધ્યમથી હળવા વરસાદની સંભાવના છે. જે રાજ્યો માટે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે તેમાં દિલ્હી, યુપી, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, ગોવા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, આંદામાન-નિકોબાર, તમિલનાડુ, કેરળ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી મુજબ બિપોરજોયા વાવાઝોડા બાદ હવે બીજું મોટું સકંટ તોળાઈ રહ્યું છે. ભારે વરસાદથી ગુજરાતમાં તબાહી મચી શકે છે.
આ રાજ્યોને એલર્ટ રહેવા હવામાન વિભાગની ચેતવણીઃ
2 જુલાઈથી દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. બિહારમાં 2 જુલાઇથી 3 જુલાઇ દરમિયાન ભારે વરસાદનું એલર્ટ છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં આજે 2 જુલાઈએ, ઝારખંડમાં 3 જુલાઈએ અને ઓડિશામાં 3 અને 5 જુલાઈ વચ્ચે ભારે વરસાદ પડશે. આ સિવાય હિમાલયના તમામ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે.
IMD એ આજે ગુજરાતમાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ ઉત્તરાખંડ, આસામ, મેઘાલય, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં ભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જો મધ્ય ભારતના રાજ્યોની વાત કરીએ તો અહીં પણ આગામી ચાર દિવસ સુધી સતત વરસાદ ચાલુ રહેશે. 2 જુલાઈએ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં, 4 અને 5 જુલાઈએ છત્તીસગઢમાં, 5 જુલાઈએ પૂર્વ મધ્યપ્રદેશ અને વિદર્ભમાં ભારે વરસાદ પડશે. આ સિવાય કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
દિલ્હીમાં આવું રહેશે હવામાન-
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 2 જુલાઈએ દિલ્હી-એનસીઆરમાં આકાશ વાદળછાયું રહેશે અને હળવો વરસાદ પડશે. આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. 1 જુલાઈના રોજ દિલ્હીમાં મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય કરતા 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 27 મીમી વરસાદ નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, જૂનમાં ભારે વરસાદના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું હતું. અનેક રાજ્યોના રસ્તાઓ પર સમુદ્ર જેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. કુદરતના કહેર અને આકાશી આફતના કારણે પાણી ભરાવા અને ટ્રાફિક જામ સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે