15 દિવસથી સતત વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે આજનો ભાવ

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ  78.88 રૂપિયાથી વધીને 79.23 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે જોકે 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. આ પ્રકારે ડીઝલનો ભાવ 77.67 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે જો કે ગઇકાલના મુકાબલે 60 પૈસા મોંઘું છે. 

15 દિવસથી સતત વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે આજનો ભાવ

નવી દિલ્હી: ક્રૂડ ઓઇલ હાલ પાણી કરતાં પણ સસ્તુ છે. જ્યાં એક તરફ ગત 15 દિવસથી ક્રૂડ ઓઇલની કિંમત 35-40 ડોલર પ્રતિ બેરલ વચ્ચે છે. તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધતા જોવા મળી રહ્યા છે. હાલ પેટ્રોલની કિંમત 87 રૂપિયાને ક્રોસ કરી ગઇ છે. તો બીજી તરફ ડીઝલની કિંમત 80 રૂપિયાની નજીક પહોંચી ગઇ છે. રવિવારે પેટ્રોલમાં 35 પૈસા અને ડીઝલમાં 60 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. 

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 14મા દિવસે તેલ કંપનીઓએ વધારો કર્યો છે. આ 14 દિવસોમાં પેટ્રોલની કિંમતો (Petrol price) માં 7.62 રૂપિયા અને ડીઝલ (diesel price) માં 8.28 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. જોકે, કાચા તેલના ભાવ પહેલાની સરખામણીમાં ઓછા થયા છે. આવામાં તેલ કંપનીઓ દ્વારા ભાવમાં સતત વધારો થવાથી દેશવાસીઓના ખિસ્સા પર અસર પડી રહી છે. તેલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં 51 પૈસા અને ડીઝલમાં 61 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. 

આ 15 દિવસોમાં પેટ્રોલની કિંમતો (Petrol price) માં 7.97 રૂપિયા અને ડીઝલ (diesel price) માં 8.88 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. જોકે, કાચા તેલના ભાવ પહેલાની સરખામણીમાં ઓછા થયા છે. આવામાં તેલ કંપનીઓ દ્વારા ભાવમાં સતત વધારો થવાથી દેશવાસીઓના ખિસ્સા પર અસર પડી રહી છે. 

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ  78.88 રૂપિયાથી વધીને 79.23 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે જોકે 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. આ પ્રકારે ડીઝલનો ભાવ 77.67 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે જો કે ગઇકાલના મુકાબલે 60 પૈસા મોંઘું છે. 

દરરોજ 6 વાગે બદલાય છે ભાવ
તમને જણાવી દઇએ કે દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે છ વાગ્યાથી નવા ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી ડીલર કમીશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેનો ભાવ લગભગ બમણો થઇ જાય છે. 

આ પ્રકારે જાણી શકો છો આજનો તાજા ભાવ
પેટ્રોલ-ડીઝલનો દરરોજનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો (How to check diesel petrol price daily). ઇન્ડીયન ઓઇલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક SP લખીને 9223112222 નંબર પર મોકલી શકે છે. તો બીજી તરફ એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને જાણી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news