પેટ્રોલ 25 રૂ. સસ્તું કરવાનું શક્ય ! પૂર્વ નાણા મંત્રી ચિદંબરમનું મોટું નિવેદન
પેટ્રોલ અને ડીઝલની વધી રહેલી કિંમત મામલે ચિદંબરમે ઘેરી સરકારને
Trending Photos
નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમત મામલે પૂર્વ નાણા મંત્રી પી. ચિદંબરમે બુધવારે કેન્દ્ર સરકારને ઘેરી છે. ચિદંબરમે બુધવારે સવારે ટ્વીટ કરીને કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી છે. તેમણે આરોપ મૂક્યો છે કે સરકાર જો ઇચ્છે તો એક લીટર પેટ્રોલની કિંમતમાં 25 રૂ. જેટલો ઘટાડો થઈ શકે છે. પી. ચિદંબરમે જણાવ્યું છે કે કાચા તેલની કિંમતમાં ઘટાડો થવાથી કેન્દ્ર સરકાર પ્રતિ લીટર પેટ્રોલ 15 રૂ. બચાવી રહી છે. તેમણે વિશેષ માહિતી આપતા કહ્યું કે સરકાર એક લીટર પેટ્રોલ પર વધારાના 10 રૂ. ટેક્સ લગાવી રહી છે.
દંબરમે કહ્યું કે જો સરકાર ઇચ્છે તો એક લીટર પેટ્રોલની કિંમત 25 રૂ. જેટલી ઘટાડી શકે છે પણ સરકાર આમ કરવા નથી માગતી. સરકાર જો આ પગલું લે તો સામાન્ય વ્યક્તિને બહુ રાહત મળ શકે છે. સરકાર પેટ્રોલની કિંમતમાં 1 કે 2 રૂ.નો ઘટાડો કરીને લોકો સાથે છેતરપિંડી કરશે.
Bonanza to central government is Rs 25 on every litre of petrol. This money rightfully belongs to the average consumer.
— P. Chidambaram (@PChidambaram_IN) May 23, 2018
It is possible to cut upto Rs 25 per litre, but the government will not. They will cheat the people by cutting price by Rs 1 or 2 per litre of petrol
— P. Chidambaram (@PChidambaram_IN) May 23, 2018
આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 77.17 રૂ. પ્રતિ લીટર થઈ ગઈ છે. જો સરકાર પી. ચિદંબરમની સલાહ પર અમલ કરે તો એક લીટર પેટ્રોલની કિંમત 25 રૂ. ઘટીને 52 રૂ. થઈ શકે છે.
Central government saves Rs 15 on every litre of petrol due to fall in crude oil prices. Central government puts additional tax of Rs 10 on every litre of petrol.
— P. Chidambaram (@PChidambaram_IN) May 23, 2018
બધવારે ડીઝલની કિંમતમાં 26 પૈસા પ્રતિ લીટર વધારો થયો છે અને એની કિંમત 68.34 રૂ. પ્રતિ લીટર થઈ ગઈ છે. મુંબઈમાં પેટ્રોલ 29 રૂ. મોંઘું થઈ 84.99 રૂ. પ્રતિ લીટર થઈ ગયું છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની તેલ કંપનીઓ સાથે આજે મુલાકાત થવાની સંભાવના છે. સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે સરકાર જાણવા માગે છે કે તેલ કંપની પાસે કેટલો સ્ટોક છે. સરકાર સાર્વજનિક ક્ષેત્રની ત્રણ કંપની IOC, HPCL અને BPCLને તેલની કિંમત સ્થાયી કરવા માટે કહે એવી સંભાવના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે