4 રૂપિયા સુધી સસ્તુ થઇ શકે છે પેટ્રોલ-ડીઝલ, એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી શકે છે સરકાર
સતત 10 દિવસની પેટ્રોલ-ડીઝલ્ના ભાવ વધારવામાં આવી રહ્યાં છે. દરરોજ સરેરાશ 30 પૈસા પેટ્રોલ અને 26 પૈસા ડીઝલ પર વધારવામાં આવ્યા છે. પરંતુ હવે પેટ્રોલ-ડીઝલની વધતા જતા ભાવ વચ્ચે સામાન્ય જનતાને રાહત આપવાની તૈયારી થઇ રહી છે.
Trending Photos
નવી દિલ્હી: સતત 10 દિવસની પેટ્રોલ-ડીઝલ્ના ભાવ વધારવામાં આવી રહ્યાં છે. દરરોજ સરેરાશ 30 પૈસા પેટ્રોલ અને 26 પૈસા ડીઝલ પર વધારવામાં આવ્યા છે. પરંતુ હવે પેટ્રોલ-ડીઝલની વધતા જતા ભાવ વચ્ચે સામાન્ય જનતાને રાહત આપવાની તૈયારી થઇ રહી છે. ઓઇલ કંપનીઓ ભલે ભાવ ઘટાડવા માટે તૈયાર ન હોય. પરંતુ સરકાર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરીને લોકોને રાહત આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાણા મંત્રાલય એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાદા માટે તૈયાર છે. જોકે, અંતિમ નિર્ણય વડાપ્રધાન કાર્યાલય (PMO)ને લેવાનો છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પેટ્રોલ-ડીઝલ પર 2 થી 4 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવી શકે છે.
દિલ્હીમાં પેટ્રોલ 77 રૂપિયાને પાર
પેટ્રોલ-ડીઝલ પોતાના રેકોર્ડ સ્તર પહોંચી ગયું છે. દિલ્હીમાં આજે (બુધવારે) પેટ્રોલ પર 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તેના ભાવ 77.17 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયા છે. તો બીજી તરફ ડીઝલ પર 26 પૈસા વધારવામાં આવ્યા છે. તેના ભાવ 68.34 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે. તો બીજી તરફ મુંબઇમાં પેટ્રોલ 29 પૈસા મોંઘુ થઇને 84.99 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. મુંબઇમાં ડીઝલની વાત કરીએ તો 28 પૈસા મોંઘુ થઇને 72.75 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે.
આજે થઇ શકે છે ઓઇલ કંપનીઓની બેઠક
પેટ્રોલિયમ મંત્રી ધમેંદ્ર પ્રધાનની ઓઇલ કંપનીઓ સાથે આજે બેઠક થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર જાણવા માંગે છે કે ઓઇલ કંપનીઓ પાસે કેટલો સ્ટોક છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર સાર્વજનિક ક્ષેત્રની ત્રણ કંપનીઓ, IOC, HPCL અને BPCL પાસેથી ઓઇલના ભાવને હોલ્ડ કરવા માટે કહે. જોકે તેનાથી ઓઇલ કંપનીઓના ખિસ્સા પર ભાર પડી શકે છે.
આજે થઇ શકે છે નિર્ણય
નાણા મંત્રાલયે પીએમઓને પેટ્રોલ-ડીઝલના ભાવ સાથે સંકળાયેલી જાણકારી પુરી પાડી છે. ગત 10 દિવસોમાં જે પ્રકારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. તેનાથી એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડાની માંગ વધી ગઇ છે. પેટ્રોલિયમ મંત્રી પણ આ તરફ ઇશારો કરી ચૂક્યા છે કે સરકાર જલદી જ પેટ્રોલ-ડીઝલના ભાવને ઓછા કરવા માટે કોઇ રસ્તો નિકાળે. ચર્ચા એ પણ છે કે સરકાર ડીલર્સને પોતાના કમીશનમાં ઘટાડો કરવા કહી શકે છે. આશા છે કે આજે કોઇ ફેંસલો આવશે.
560 અરબનો બોજ પડશે
એક્સાઇઝ ડ્યૂટીમાં 1 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે તો સરકારને લગભગ 140 અરબ રૂપિયાનો બોજો સહન કરવો પડી શકે છે. આ પ્રકારે તેમાં 2 રૂપિયાના ઘટાડા પર 280 રૂપિયાનું નુકસાન વેઠવું પડશે. જો 4 રૂપિયા સુધી એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવામાં આવે તો સરકારના ખજાના પર 560 રૂપિયાને બોજો પડી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે