મોંઘવારી: 2 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ, ડીઝલમાં 1.89 રૂપિયાનો વધારો

દિલ્હીમાં પેટ્રોલ પોતાના રેકોર્ડ હાઇ 76.57 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે. તો બીજી તરફ ડીઝલના ભાવ પણ રેકોર્ડ સ્તર 67.82 રૂપિયા પ્રતિ લીટર પર છે. 

મોંઘવારી: 2 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ, ડીઝલમાં 1.89 રૂપિયાનો વધારો

નવી દિલ્હી: મોંઘવારી સતત વધી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ હાઇ પર પહોંચી ગયા છે. ગત એક અઠવાડિયામાં પેટ્રોલ પર 2 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 1.89 પ્રતિ લીટર ભાવ વધી ગયા છે. ઓઇલ કંપનીઓ દ્વારા સવારે 6 વાગે જાહેર કરવામાં આવેલા ભાવ પત્રક અનુસાર સોમવારે પેટ્રોલ પર 33 પૈસા અને ડીઝલ પર 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો. દિલ્હીમાં પેટ્રોલ પોતાના રેકોર્ડ હાઇ 76.57 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે. તો બીજી તરફ ડીઝલના ભાવ પણ રેકોર્ડ સ્તર 67.82 રૂપિયા પ્રતિ લીટર પર છે. 

કાચા ઓઇલના લીધે વધી રહ્યા છે ભાવ
ગત ચાર અઠવાડિયાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલ કિંમતો વધવાના લીધે પેટ્રોલ અને ડીઝલની મોંધવારી વધી રહી છે. સ્થાનિક સેલ્સ ટેક્સ અને વેટના અનુસાર દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ-અલગ હોય છે. દેશના બધા પ્રદેશોની રાજધાનીઓ અને મેટ્રો શહેરોની તુલનામાં દિલ્હીમાં ભાવ ઓછા છે. 

8 દિવસોથી સતત ચાલુ છે ભાવમાં વધારો
સોમવારે 33 પૈસાના વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલ અત્યાર સુધીના સૌથી ઉંચા તર 76.57 રૂપિયા પર પહોંચી ગયું. આ પહેલાં દિલ્હીમાં પેટ્રોલના સૌથી વધુ ભાવ 76.06 રૂપિયા 14 સપ્ટેમ્બર, 2013ના રોજ થયા હતા. આ ઉપરાંત ડીઝલના ભાવ પણ અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તર પર પહોંચી ગયા છે. કર્ણાટકની ચૂંટણીના 19 દિવસ પહેલાં ભાવમાં ઉતાર-ચઢાવ પર લાગેલી રોક 14મે ના રોજ ખતમ થઇ અને ત્યારથી અત્યાર સુધીમાં 8 દિવસોમાં ભાવમાં સતત વધારો થયો છે. 

મુંબઇમાં પેટ્રોલ સૌથી મોંઘુ
દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલના ભાવ સૌથી વધુ 84.40 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ભોપાલમાં આ ભાવ 82.16 રૂપિયા પ્રતિ લીટર છે. પટનામાં પેટ્રોલ 82.06 રૂપિયા છે. હૈદ્વાબાદમાં 81.09 અને શ્રીનગરમાં 80.68માં પેટ્રોલ મળી રહ્યું છે. કલકત્તામાં 79.47 રૂપિયામાં પેટ્રોલનું વેચાણ થઇ રહ્યું છે. સૌથી સસ્તું પેટ્રોલ પોર્ટ બ્લેયરમાં છે, જ્યાં 66.01 રૂપિયામાં પેટ્રોલ મળી રહ્યું છે. 

— ANI (@ANI) May 20, 2018

સરકારે આપ્યા ભાવ ઘટાડાના સંકેત
પેટ્રોલ - ડિઝલનાં ભાવોમાં વધારાનાં મુદ્દે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, હું સ્વીકાર કરવા માંગુ છું કે દેશનાં નાગરિકો, ખાસ કરીને મિડલ ક્લાસ ઇંધણની કિંમતોમાં થયેલ વધારાથી પરેશાન છે. ઓપેક દેશોમાં તેલનાં ઓછા ઉત્પાદન અને આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધવાનાં કારણે ભાવ વધી ગયા છે. ભારત સરકાર ટુંકમાં જ તેનો ઉકેલ લાવશે. તેમણે કહ્યું કે, જ્યારથી અમેરિકાએ ઇરાન સાથે થયેલા ન્યુક્લિયર ડીલમાંથી હાથ ખેંચ્યા છે, ત્યારથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો વધી છે. 

અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 75.67 તો ડીઝલનો ભાવ 72.48 રૂપિયા છે. વડોદરામાં પેટ્રોલનો ભાવ 75.40 તો ડીઝલનો ભાવ 72.41 રૂપિયા છે. જ્યારે કે સુરતમાં પેટ્રોલનો ભાવ 75.63 અને ડીઝલનો ભાવ 72.66 રૂપિયા છે. તો રાજકોટમાં પેટ્રોલનો ભાવ 73.48 જ્યારે કે ડીઝલનો ભાવ 70.81 રૂપિયા છે.

અમદાવાદ
પેટ્રોલ રૂ.75.67
ડીઝલ રૂ.72.48

વડોદરા
પેટ્રોલ રૂ.75.40
ડીઝલ રૂ.72.41
 
સુરત 
પેટ્રોલ રૂ.75.63
ડીઝલ રૂ.72.66
 
રાજકોટ 
પેટ્રોલ રૂ.73.84
ડીઝલ રૂ.70.81

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news