મર્ડર મિસ્ટ્રીમાં પોલીસ પણ હતી કંફ્યૂઝ, પગાર માંગ્યો તો કરી દીધા 10 ટુકડા

દિલ્હીના મિયાવલી વિસ્તારમાં 4 મેના રોજ એક નાળામાં પ્લાસ્ટિકની બેગમાં મળેલી એક છોકરીની લાશના મર્ડરના મામલે દિલ્હી પોલીસે એક વ્યક્તિ મંજીત કાલરાની ધરપકડ કરી છે. પોલીસના અનુસાર મૃતક 15 વર્ષીય છોકરી ઝારખંડની રહેવાસી હતી અને માનવ તસ્કરી સાથે સંકળાયેલા લોકો તેને નોકરીની લાલચ આપી દિલ્હી લઇને આવ્યા હતા. 

મર્ડર મિસ્ટ્રીમાં પોલીસ પણ હતી કંફ્યૂઝ, પગાર માંગ્યો તો કરી દીધા 10 ટુકડા

નવી દિલ્હી: દિલ્હીના મિયાવલી વિસ્તારમાં 4 મેના રોજ એક નાળામાં પ્લાસ્ટિકની બેગમાં મળેલી એક છોકરીની લાશના મર્ડરના મામલે દિલ્હી પોલીસે એક વ્યક્તિ મંજીત કાલરાની ધરપકડ કરી છે. પોલીસના અનુસાર મૃતક 15 વર્ષીય છોકરી ઝારખંડની રહેવાસી હતી અને માનવ તસ્કરી સાથે સંકળાયેલા લોકો તેને નોકરીની લાલચ આપી દિલ્હી લઇને આવ્યા હતા. 

પીડિત છોકરીને આરોપીઓએ એક ઘરમાં કામ પર લગાવી હતી. જ્યારે છોકરીએ પોતાના પગારની માંગ કરી તો મુખ્ય આરોપીએ તે છોકરીની હત્યા કરી દીધી. ત્યારબાદ છોકરીના ટુકડા કરી લાશને નાળામાં ફેંકી દીધી. પોલીસ માટે શરૂઆતમાં આ કેસ બ્લાઇંડ મર્ડરનો મામલો હતો, પરંતુ ત્રણ ટુકડામાં મળેલી આ લાશમાં ચહેરાથી પોલીસ ઘટનાની આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવીની મદદ અને નજીકના વિસ્તારના 100 લોકોને તે ફોટાની મદદના આધારે મુખ્ય આરોપી સુધી પહોંચી શકી છે.

એડિશનલ ડીસીપી રાજેંદ્ર સિંહ સાગરે જણાવ્યું કે 15 વર્ષીય છોકરી રાંચી નજીકના માલ્ગોની રહેવાસી હતી. ઘરમાં મા અને બે મોટા ભાઇ છે. આર્થિક તંગી હતી. લગભગ ત્રણ વર્ષ પહેલાં જાણકાર રાકેશ તેને નોકરીના બહાને દિલ્હી લઇને આવ્યો હતો. અહીં રાકેશે છોકરીની મુલાકાત રાંચીના રહેવાસી મંજીત કરકેટા સાથે કરાવી. મંજીત નાંગલોઇના ભૂતવાલી ગલીમાં રહેતો હતો. તે ઘરોમાં મેડ સપ્લાઇનું કામ કરે છે. મંજીત સાથે જ રાંચીના શાહૂ અને ગૌરી નામની મહિલા છે.

છોકરીને આરોપી અલગ-અલગ જગ્યાએ કામ માટે મોકલતો રહ્યો. 6500 રૂપિયાનો પગાર નક્કી કર્યો, પરંતુ એકપણ પૈસો ન આપ્યો. છોકરીએ પાછું ફરવાનું વિચાર્યું તો આરોપીઓએ ટાળી દીધું. મેની શરૂઆતમાં એક દિવસ તેણે રાકેશ પાસે જીદ કરી. કહ્યું કે ત્રણ વર્ષની સેલેરી આપી. રાકેશે તેને શાહૂ અને મંજીતના હવાલે કરી દીધી. તે તેણે નાંગલોઇના ભૂતવાલી ગલી ફોર્થ ફ્લોર પર લઇ ગયા. તવા પર માથા પર પ્રહાર કરી મારી નાખી પછી શરીરના 10 ટુકડા કરી દીધા. મિયાંવાલી નગરના જ્વાલપુરી સ્થિત રવ વિહાર સ્થિત નાળામાં ફેંકી દીધી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news