આજે ફરી મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણો તમારાના ભાવ

ગઇકાલે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર તો બીજી તરફ આજે દેશની સૌથી મોટી ઓઇલ કંપની ઇન્ડિયન કોર્પોરેશન લિમિટેડે શુક્રવારે પેટ્રોલના ભાવમાં 6 પૈસા અને ડીઝલના ભાવમાં 7 પૈસાનો વધારો કર્યો છે. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 71.35 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 66.55 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે. તો બીજી તરફ મુંબઇમાં પેટ્રોલ 76.99 રૂપિયા અને ચેન્નઇમાં 74.08 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. 
આજે ફરી મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણો તમારાના ભાવ

નવી દિલ્હી: ગઇકાલે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર તો બીજી તરફ આજે દેશની સૌથી મોટી ઓઇલ કંપની ઇન્ડિયન કોર્પોરેશન લિમિટેડે શુક્રવારે પેટ્રોલના ભાવમાં 6 પૈસા અને ડીઝલના ભાવમાં 7 પૈસાનો વધારો કર્યો છે. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 71.35 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 66.55 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે. તો બીજી તરફ મુંબઇમાં પેટ્રોલ 76.99 રૂપિયા અને ચેન્નઇમાં 74.08 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. 

જાણો આજના ભાવ
અમદાવાદ
પેટ્રોલ: 68.78 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 69.56 રૂપિયા પ્રતિ લીટર

ગાંધીનગર
પેટ્રોલ: 68.87 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 69.94 રૂપિયા પ્રતિ લીટર

સુરત
પેટ્રોલ: 69.15 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 69.94 રૂપિયા પ્રતિ લીટર

વડોદરા
પેટ્રોલ: 68.69 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 69.46 રૂપિયા પ્રતિ લીટર

રાજકોટ
પેટ્રોલ: 68.61 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 69.40 રૂપિયા પ્રતિ લીટર

તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.  

એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news