PM Kisan 15th Installment: ખેડૂતો માટે જરૂરી સૂચના, ફટાફટ કરો આ કામ, બાકી અટકી જશે પૈસા

PM Kisan 15th Installment:15મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે એક મોટું અપડેટ છે. લાભાર્થી ખેડૂતો માટે મહત્વની માહિતી એ છે કે તેઓએ તેમના બેંક ખાતાને આધાર અને NPCI સાથે લિંક કર્યા નથી, તેઓએ કોઈપણ વિલંબ કર્યા વિના તેમને લિંક કરવા જોઈએ, નહીં તો 15મા હપ્તાના રૂ. 2,000 અટકી જશે.
 

PM Kisan 15th Installment: ખેડૂતો માટે જરૂરી સૂચના, ફટાફટ કરો આ કામ, બાકી અટકી જશે પૈસા

નવી દિલ્હીઃ PM Kisan 15th Installment: પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ  નાના અને સીમાંત ખેડૂતોને 6000 રૂપિયાનીટ રકમ આપવામાં આવે છે. પીએમ કિસાન સ્કીમનો 14મો હપ્તો આપી દેવામાં આવ્યો છે. હવે 15માં હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. લાભાર્થી ખેડૂતો માટે જરૂરી સૂચના છે કે તે જેણે પોતાનું બેન્ક એકાઉન્ટ આધાર અને NPCI લિંક કરાવ્યું નથી, તે વિલંબ કર્યા વગર આ કામ કરી લે. બાકી તેના 15માં હપ્તાના પૈસા અટકી શકે છે. 

નોંધનીય છે કે પીએમ કિસાન યોજનાથી કિસાનોને હવે લોન અને વ્યાજદરોથી છુટકારો મળ્યો છે. કૃષિ સંબંધિત જરૂરી ઇનપુટ જેમ કે ખાતર, બીજ, કીટનાશક અને કૃષિ ઉપકરણ વગેરે ખરીદવા માટે કોઈ પ્રકારની લોન લેવાની જરૂર હોતી નથી. 

જરૂરી સૂચના
બિહારના કુલ 5.83 લાખ લાભાર્થીઓના બેન્ક ખાતા આધાર અને NPCI થી લિંક નથી, જેના કારણે તે આ યોજનાથી વંચિત રહ્યાં છે. ભારત સરકાર દ્વારા આ યોજનાના 15માં હપ્તાની ચુકવણી ઓક્ટોબર 2023માં કરવામાં આવશે. 

જે ખેડૂતોનું બેન્ક ખાતુ આધાર સાથે જોડાયેલું નથી, તેવા ખેડૂતોની યાદી સંબંધિત પંચાયતના રેવન્યુ ગામ વાઇઝ એગ્રીકલ્ચર કોઓર્ડિનેટર પાસ ઉપલબ્ધ છે. દરેક સંબંધિત લાભાર્થીઓને અપીલ છે કે તે સંબંધિત બેન્ક શાખામાં જઈને પોતાના બેન્ક ખાતાને આધાર અને NPCI સાથે લિંગ કરાવે. બાકી ખેડૂતો ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં નવુ ખાતુ ખોલાવી શકે છે. 

કરી લો આ ત્રણ કામ
પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજારની સહાયતા મળે છે. જો તમે પણ ખેડૂત છો અને આ યોજનાનો લાભ ઉઠાવવા ઈચ્છો છો તો આ ત્રણ કામ જરૂર પૂરા કરી લો. 

તમારા જમીનના દસ્તાવેજો અપલોડ કરો
પોતાના આધારને સક્રિય બેન્ક ખાતાથી લિંક કરો
તમારી ઈ-કેવાયસી પૂરી કરો

અહીં સંપર્ક કરો
વધુ માહિતી માટે, જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં તમારા સંબંધિત કૃષિ સંયોજક/ખેડૂત સલાહકાર, જિલ્લા કૃષિ કાર્યાલય અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) અધિકારીનો સંપર્ક કરો. આ સિવાય ટેલિફોન નંબર 0612-2233555 અને કિસાન કોલ સેન્ટર- 1800-180-1551 પર સંપર્ક કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news