23000% નું દમદાર રિટર્ન, રોકાણકારો બની ગયા કરોડપતિ, એક સમયે 8 રૂપિયા હતો શેરનો ભાવ

છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન stylam industries ltd ના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. શુક્રવારે કંપનીના શેર 0.95 ટકાની તેજીની સાથે 1904.85 રૂપિયાના લેવલ પર બંધ થયા હતા. 

23000% નું દમદાર રિટર્ન, રોકાણકારો બની ગયા કરોડપતિ, એક સમયે 8 રૂપિયા હતો શેરનો ભાવ

Multibagger Stock: છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન stylam industries ltd ના સ્ટોકમાં તેજી જોવા મળી છે. શુક્રવારે કંપનીના શેર 0.95 ટકાની તેજીની સાથે 1904.85 રૂપિયા પર બંધ થયા હતા. છેલ્લા 11 વર્ષમાં આ કંપનીએ પોઝીશનલ ઈન્વેસ્ટરોને 23000 ટકાથી વધુનું રિટર્ન આપી રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. 

જાન્યુઆરી 2012માં stylam industries ltd ના એક શેરનો ભાવ 8.03 રૂપિયા હતો. ત્યારે 1 લાખ રૂપિયાના કંપનીના શેર ખરીદનારા રોકાણકારોને અત્યાર સુધી હોલ્ડ કરી તેની ઈન્વેસ્ટમેન્ટ વેલ્યૂ વધીને 2.34 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે 11 વર્ષમાં આ સ્ટોકે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. નોંધનીય છે કે stylam industries ltd નું માર્કેટ કેપ 3228 કરોડ રૂપિયાનું છે. 

કંપનીનું વહિખાતુ કેટલું મજબૂત?
જૂન ક્વાર્ટરમાં કંપનીનો પ્રોફિટ 225 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં કંપનીનો પ્રોફિટ 234 કરોડ રૂપિયા હતો. એટલે કે વાર્ષિક આધાર પર stylam industries ltd ના નેટ પ્રોફિટમાં 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. stylam industries ltd માં પ્રમોટર્સની ભાગીદારી 54.61 ટકા છે. 

શેર બજારમાં છેલ્લું એક વર્ષ કેવું રહ્યું?
છેલ્લા એક મહિના દરમિયાન આ સ્ટોકની કિંમતમાં 19 ટકાની તેજી જોવા મળી છે. તો છ મહિના પહેલા આ સ્ટોક ખરીદી હોલ્ડ કરનાર ઈન્વેસ્ટર્સને અત્યાર સુધી 70 ટકાથી વધુ લાભ મળી ચુક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news