પુત્રીના લગ્નમાં 550 કરોડ ખર્ચ કરનાર હવે થયા દેવાળિયા, જાણો આ બિઝનેસમેનની કહાની

વ્યક્તિનો સમય બદલાતા સમય લાગતો નથી. દુનિયાના 19 સૌથી અમીર વ્યક્તિ લક્ષ્મી મિત્તલ (Lakshmi Mittal) ના ભાઇ પ્રમોદ મિત્તલ (Pramod Mittal) દેવાળિયા થઇ ગયા છે. પ્રમોદ મિત્તલે લેણદારોને 2.5 બિલિયન પાઉન્ડ એટલે 23,750 કરોડ રૂપિયા ચૂકવ્યા છે, ત્યારબા તે દેવાળિયા થઇ ચૂક્યા છે. 
પુત્રીના લગ્નમાં 550 કરોડ ખર્ચ કરનાર હવે થયા દેવાળિયા, જાણો આ બિઝનેસમેનની કહાની

નવી દિલ્હી: વ્યક્તિનો સમય બદલાતા સમય લાગતો નથી. દુનિયાના 19 સૌથી અમીર વ્યક્તિ લક્ષ્મી મિત્તલ (Lakshmi Mittal) ના ભાઇ પ્રમોદ મિત્તલ (Pramod Mittal) દેવાળિયા થઇ ગયા છે. પ્રમોદ મિત્તલે લેણદારોને 2.5 બિલિયન પાઉન્ડ એટલે 23,750 કરોડ રૂપિયા ચૂકવ્યા છે, ત્યારબા તે દેવાળિયા થઇ ચૂક્યા છે. 

પુત્રીના લગ્નમાં ખર્ચ કર્યા હતા 550 કરોડ રૂપિયા
પ્રમોદ મિત્તલે 2014માં પોતાની પુત્રી સૃષ્ટિના લગ્ન કર્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે બાર્સિલોનામાં થયેલા લગ્ન પર 550 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા, તેમની પુત્રી સુષ્ટિના લગ્ન ડચ મૂળના ઇન્વેસ્ટમેંટ બેંકર ગુલરાજ સાથે થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વાત છે તેમના મોટા લક્ષ્મી મિત્તલે પોતાની પુત્રીના લ્ગ્નમાં જે ખર્ચ કર્યો હતો પ્રમોદે તેનાથી પણ 10 મિલિયન પાઉન્ડ વધુ ખર્ચ કર્યો હતો. લક્ષ્મી મિત્તલે 2004માં પોતાની પુત્રીના લગ્ન કર્યા હતા. એવું કહેવામાં આવે છે કે લક્ષ્મી મિત્તલ આ વખતે પોતાના ભાઇને આ વિપદામાંથી બહાર નિકાળી શકતા નથી. 

દેવાળિયા થવાની કહાની 
પ્રમોદ મિત્તલ ઉત્તરી બ્રોસ્નિયામાં મેટલર્જિકલ કોક ઉત્પાદન કંપની ગ્લોબલ સ્ટીલ કોકસના ઇંડસ્ટ્રિઝા લુકાવાક Global Ispat Koksna Industrija Lukavac-GIKIL) ના કો-ઓનર હતા અને તેના સુપરવાઇઝરી બોર્ડના પ્રમુખ હતા. પરંતુ તેમણે આ કંપનીના લોન માટે વ્યક્તિગત ગેરન્ટી આપી હતી અને અહીંથી જ તેમના ખરાબ દિવસો શરૂ થઇ ગયા. વર્ષ 2013માં કંપની લગભગ 16.6 કરોડ ડોલરની લોન ચૂકવણી કરવામાં નિષ્ફળ રહી. 

પ્રમોદ મિત્તલે ગત વર્ષે કંપનીના બે અધિકારીઓ સાથે ધરપકડ કરી લીધી હતી. ભારતમાં પણ સાર્વજનિક કંપની સ્ટ્રેટ ટ્રેડિંગ કોર્પોરેશન (STC)  સાથે લગભગ 2,200 કરોડ રૂપિયાના કથિત કૌભાંડમાં તેમના ઉપર મની લોન્ડ્રિંગનો કેસ ચાલી રહ્યો છે. 

'મારી કોઇ આવક નથી, પત્ની ખર્ચ ચલાવી રહી'
પ્રમોદ મિત્તલનું કહેવું છે કે હવે તેમની પાસે કોઇ આવકનું માધ્યમ નથી. મારી પત્ની પોતાનો ખર્ચ ઉઠાવે છે. અમારા બંનેના બેંક એકાઉન્ટ પણ અલગ-અલગ છે. મને તેમની આવક વિશે ખૂબ સિમિત જાણકારી છે. મારો દર મહિનાનો લગભગ 2 હજાર થી 3 હજાર પાઉન્ડનો ખર્ચ મારી પત્ની અને પરિવારના લોકો ચલાવી રહ્યા છે. મારી દેવાળીયા પ્રક્રિયાનો કાનૂની ખર્ચ પણ બીજા લોકો ઉઠાવી રહ્યા છે. 

તેમને એ પણ જણાવ્યું કે 7000 પાઉન્ડની જ્વેલરી, 66,669 પાઉન્ડના શેર અને ભારતમાં 45 પાઉન્ડની સંપત્તિ છે. પરંતુ તે પોતાના 94 વર્ષીય પિતાના 170 મિલિયન પાઉન્ડના દેવેદાર છે. આ ઉપરાંત પત્ની સંગીતના 1.1 મિલિયન પાઉન્ડ, 30 વર્ષી પુત્રના 2.4 મિલિયન પાઉન્ડ અને પોતાના અમિત લોહિયાના 1.1 મિલિયન પાઉન્ડના દેવાદાર છે. 

અનિલ અંબાણીથી મળે છે પ્રમોદ મિત્તલની કહાની
પ્રમોદ મિત્તલની કહાની ઘણી અનિલ અંબાણી મેચ થાય છે. અંગાણી ફેમિલીની માફક બંને ભાઇઓના ભાગલા થયા હતા. લક્ષ્મી નિવાસ મિત્તલએ આર્સેલર મિત્તલને દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની બનાવી દીધી. જ્યારે પ્રમોલ મિત્તલના ભાગમાં આવેલી ગ્લોબલ સ્ટીલ હોલ્ડિંગ્સ દેવાળીયા બની ગઇ. જે પ્રકારે મુકેશ અંબાણી મદદ કરી હતી, એ જ પ્રમાણે સુનીલ મિત્તલે પણ મોટા ભાઇ હોવાની ફરજ નિભાવી હતી.  

સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન (STC) ના કેસમાં મોટા ભાઇ મિત્તલે પ્રમોદ મિત્તલને બચાવ્યા હતા. જોકે પ્રમોદ મિત્તલ પર STC ના 2210 કરોડ રૂપિયા બાકી હતા. આ રકમને લક્ષ્મી મિત્તલે ચુકવ્યા હતા, જેથી પ્રમોદ મિત્તલ કાનૂની કાર્યવાહીથી બચી ગયા. તેમણે આ મદદ માટે પોતાના મોટા ભાઇનો આભાર પણ વ્યક્ત કર્યો. અપ્રંતુ આ વખતે લક્ષ્મી મિત્તલના નાના ભાઇને બચાવવા માટે આગળ આવ્યા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news