SBIની ગ્રાહકોને ફરીથી ચેતવણીઃ ટૂંક સમયમાં જ બંધ થઈ જશે તમારું ડેબિટ કાર્ડ

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ખાતાધારકો માટે આ સૌથી મોટા સમાચાર છે. SBI દ્વારા તેના ગ્રાહકોને ચેતવણી આપવામાં આવી છે કે બેન્ક જૂના ડેબિટ કાર્ડ બંધ કરવા જઈ રહી છે...

SBIની ગ્રાહકોને ફરીથી ચેતવણીઃ ટૂંક સમયમાં જ બંધ થઈ જશે તમારું ડેબિટ કાર્ડ

નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ખાતાધારકો માટે આ સૌથી મોટા સમાચાર છે. SBI દ્વારા તેના ગ્રાહકોને ચેતવણી આપવામાં આવી છે કે બેન્ક જૂના ડેબિટ કાર્ડ બંધ કરવા જઈ રહી છે. ગ્રાહકોને શ્રેષ્ઠ અને સલામત સુવિધા આપવા માટે SBI દ્વારા આ જાહેરાત કરાઈ છે. બેન્કે પોતાનું જૂનું ડેબિટ કાર્ડ બંધ કરવાની જાહેરાત કરી છે. અત્યારે બેન્કના તમામ ગ્રાહકો પાસે મેગ્નેટિક ડેબિટ કાર્ડ છે, હવે બેન્ક તરફથી તેના બદલામાં નવા EMV કાર્ડ આપવામાં આવી રહ્યા છે. 

બેન્કે પોતાનાં તમામ ગ્રાહકોને 31 ડિસેમ્બર સુધીમાં કાર્ડ બદલી લેવાની ડેડલાઈન આપી છે. જો તમારી પાસે જૂનું મેજિસ્ટ્રિપ(મેગ્નેટિક) ડેબિટ કાર્ડ છે તો તમારે તેને તાત્કાલિક બદલી લેવાનું રહેશે. 31 ડિસેમ્બર બાદ જૂનું એટીએમ કાર્ડ મશીન સ્વીકારશે નહીં. 

નવું કાર્ડ લેવા માટે આટલું કરો...
બેન્ક દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે, જૂનું ATM કાર્ડ બદલીને તેના બદલે EVM ચીપ ધરાવતું ડેબિટ કાર્ડ આપવામાં આવશે. નવા કાર્ડ માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છે. આ ઉપરાંત બેન્કની બ્રાન્ચમાં જઈને પણ અરજી કરવાનો વિકલ્પ છે. બેન્ક દ્વારા ફેબ્રુઆરી, 2017થી જૂના કાર્ડ બંધ કરી દેવાયા છે. 31 ડિસેમ્બર, 2018થી તેના સંપૂર્ણ બંધ કરી દેવાશે. 

જૂના ATM કાર્ડ બંધ કરવાનું કારણ
જૂના ATM ડેબિટ કાર્ડના પાછળના ભાગમાં એક કાળી પટ્ટી જોવા મળે છે. આ કાળી પટ્ટી એક મેગ્નેટિક સ્ટ્રીપ છે, જેમાં તમારા ખાતાની સંપૂર્ણ માહિતી હોય છે. તેને ATMમાં નાખ્યા બાદ તમે પીન નંબર નાખીને પૈસાની લેવડ-દેવડ કરી શકો છો. ખરીદી સમયે આ કાર્ડને સ્વાઈપ કરવામાં આવે છે. બેન્કની વેબસાઈટ પર તમે આ લિંક પર ક્લિક કરીને વાંચી શકો છો. 

— State Bank of India (@TheOfficialSBI) December 13, 2018

બંને કાર્ડ વચ્ચેનું અંતર 
મેગ્નેટિક સ્ટ્રીપ કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શન માટે કાર્ડ હોલ્ડરને સિગ્નેચર કે પીનની જરૂર રહેતી હતી. તેના પર તમારા એકાઉન્ટની સંપૂર્ણ વિગતો રહેતી હોય છે. આ સ્ટ્રીપની મદદથી કાર્ડ સ્વાઈપ કરતા સમયે મશીન તમારા બેન્ક ઈન્ટરફેસ સાથે જોડાય છે અને પ્રોસેસ આગળ વધે છે. 

ચીપ ધરાવતા કાર્ડમાં તમામ માહિતી ચીપમાં રહેલી હોયછે. તેમાં પણ ટ્રાન્ઝેક્શન માટે પીન અને સિગ્નેચર જરૂરી હોય છે, પરંતુ EMV ચીપ કાર્ડમાં ટ્રાન્ઝેક્શન કરતા સમયે યુઝરે ઓથેન્ટિંક કરવા માટે એક યુનીક ટ્રાન્ઝેક્શન કોડ જનરેટ થાય છે. જે વેરિફિકેશનને સપોર્ટ કરે છે. આવું મેગ્નેટિક સ્ટ્રીપ કાર્ડમાં હોતું નથી. 

ચીપ ધરાવતા કાર્ડ વધુ સુરક્ષિત
ચીપ ધરાવતા કાર્ડ વધુ સુરક્ષિત છે. તેમાં ડાટા ચોરી થવાની સંભાવના નથી, કેમ કે ગ્રાહકની વિગતો ચીપમાં હોયછે. તેને કોપી કરી શકાતા નથી. ચીપ ધરાવતા કાર્ડમાં દરેક ટ્રાન્ઝેક્શન માટે એક ઈન્ક્રિપ્ટેડ કોડ હોય છે. આ કોડમાં પ્રવેશ કરવો અત્યંત મુશ્કેલ છે. મેગ્નેટિક સ્ટ્રીપવાળા કાર્ડથી ડાટા કોપી કરવી સરળ હોય છે. 

स्टेट बैंक ऑफ इंडिया, State bank of India, sbi emv chip debit card, sbi magnetic card

કોઈ ફી નહીં લેવાય
જો તમે SBIના ગ્રાહકો છો તો તમારે વહેલામાં વહેલી તકે તમારું કાર્ડ બદલી લેવાનું રહેશે, કેમ કે, SBI મેગ્નેટીક સ્ટ્રીપ ATMને બ્લોક કરવા જઈ રહી છે. બેન્ક પોતાના ગ્રાહકો માટે જૂના મેગ્નેટિક સ્ટ્રીપ કાર્ડને ચીપવાળા કાર્ડમાં રિપ્લેસ કરવા માટે જાહેરનામું પણ બહાર પાડી ચૂકી છે. બેન્ક તરફથી આપવામાં આવનારા નવા ચીપ ધરાવતા ડેબિટ કાર્ડ તમં, તે એકદમ ફ્રીમાં આપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news