ભારતનું 'સિંગાપુર' ગણાતું ગુજરાતનું આ શહેર હવે બની જશે વિશ્વનું સેમીકન્ડક્ટર હબ, નોકરીઓની થશે રેલમછેલ

Dholera : દરેક ગુજરાતી માટે ગર્વથી છાતી પહોળી થઈ જાય તેવા સમાચાર છે.  2024માં દેશની પહેલી ચીપ ગુજરાતમાંથી બનીને દેશમાં પહોંચશે. પીએમ મોદીએ 13મી માર્ચે 1.25 લાખ કરોડના ત્રણ સેમીકન્ડક્ટર પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કર્યું. આ સાથે જ ભારતે સેમીકન્ડક્ટરની રેસમાં પોતાને સામેલ કરી દીધુ છે.

ભારતનું 'સિંગાપુર' ગણાતું ગુજરાતનું આ શહેર હવે બની જશે વિશ્વનું સેમીકન્ડક્ટર હબ, નોકરીઓની થશે રેલમછેલ

Gujarat News : ગુજરાત હવે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. સેમિકન્ડક્ટરનું હબ બનવાની રેસમાં લાગી ગયું છે. વિશ્વની અને ભારતની મોટી કંપનીઓએ સેમિકન્ડક્ટર બનાવવાની ફેક્ટરી માટે ગુજરાતની પસંદરી કરી છે. ટેક્નોલોજીના ક્ષેત્રમાં ગુજરાત હવે કાઠું કાઢવા જઈ રહ્યું છે. પીએમ મોદીએ 13મી માર્ચે 1.25 લાખ કરોડના ત્રણ સેમીકન્ડક્ટર પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કર્યું. આ સાથે જ ભારતે સેમીકન્ડક્ટરની રેસમાં પોતાને સામેલ કરી દીધુ છે.  બુધવારે જે ત્રણ સેમીકન્ડક્ટર પ્રોજેક્ટ્સના પાયા નખાયા તેમાં બે પ્લાન્ટ ગુજરાતમાં અને એક અસમમાં ખોલવામાં આવશે. ભારત સેમીકન્ડકટર પર ચીન અને તાઈવાન જેવા દેશો પર પોતાની નિર્ભરતા ખતમ કરવા માંગે છે. જેની ડિમાન્ડ જોતા તે ચિપ મેકિંગમાં પોતાને આત્મનિર્ભર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે જો સેમીકન્ડક્ટરના બજારની વાત કરીએ તો ભારતમાં તેનું માર્કેટ 24 અબજ ડ઼ોલરનું છે. જ્યારે દુનિયામાં વર્ષ 2025 સુધીમાં તેની ડિમાન્ડ વધીને 100 અબજ ડોલર સુધી પહોંચી જશે. વર્ષ 2020 સુધી તેનું માર્કેટ 110 અબજ ડોલરને પાર કરી જશે. ઈલેક્ટ્રોનિક આઈટમ્સના 'દિલ' અને ફ્યૂચરનું 'ઓઈલ' ગણાતા સેમીકન્ડક્ટર પર આખી દુનિયા ટીકી ટીકીને જોઈ રહી છે. આવામાં હવે બધાની નજર ગુજરાતના ધોલેરા શહેર પર છે. જે સેમીકન્ડક્ટરનું હબ બનીને ઊભરી રહ્યું છે. 

કેમ જરૂરી છે સેમીકન્ડક્ટર
ધોલેરાની વાત કરીએ તો તેને પહેલા સમજીએ કે ભારત માટે આ સેમીકન્ડક્ટરની જરૂર શું છે? ભારત સેમીકન્ડક્ટર માટે સંપૂર્ણ રીતે આયાત પર નિર્ભર છે. પરંતુ હવે ભારત આ દિશામાં પોતાને આત્મનિર્ભર કરવાની સાથે સાથે સેમીકન્ડક્ટરની નિકાસ  સુધી અર્થવ્યવસ્થાને મજબૂતી આપવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ચિપ બનાવવું એટલું સરળ નહતું. પરંતુ સરકાર તરફથી તેના માટે જરૂરી ઈકો સિસ્ટમ તૈયાર કરવામાં આવી. સેમીકન્ડક્ટરનું નિર્માણ કરનારી ચિપ મેકિંગ કંપનીઓને ભારત તરફ આકર્ષિત કરવા માટે ઈન્સેન્ટિવ સ્કીમ શરૂ કરવામાં આવી. ભારતમાં હાલ સેમીકન્ડક્ટર કંપનીઓ માટે 10 અબજ ડોલરનું ઈન્સેન્ટિવ આપવાની જાહેરાત કરાઈ છે. હવે વાત ગુજરાતની કે કેમ ગુજરાત જ સેમીકન્ડક્ટર કંપનીઓની પસંદ બનીને ઊભરી રહ્યું છે. 

ધોલેરાના ખાસિયતો

  • ગુજરાત સરકારે પોતાને સેમીકન્ડક્ટરનું હબ બનવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. 
  • ગુજરાત દેશનું પહેલું રાજ્યા છે જેણે પોતાની સેમીકન્ડક્ટર પોલીસી લોન્ચ કરી. 
  • ભારતના સેમીકન્ડક્ટર મિશન સાથે તાલમેળ બેસાડતા ગુજરાતે વર્ષ 2022માં પોતાની સેમીકન્ડક્ટર નીતિ રજૂ કરી હતી.
  • ગુજરાત સરકારે રાજ્યમાં સેમીકન્ડક્ટર કંપનીઓ માટે ઈકો સિસ્ટમ તૈયાર કરી.
  • ગુજરાત સરકારે સેમીકન્ડક્ટર પ્લાન્ટ માટે કંપનીઓને જમીન ફાળવી. 
  • સેમીકન્ડક્ટર કંપનીઓની પહેલી પસંદ બનવા માટે ગુજરાત સરકાર કંપનીઓ માટે સકારાત્મક માહોલ તૈયાર કરી રહી છે. 
  • રાજ્ય સરકારે દેશનો પહેલો સેમીકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ બનાવવા માટે ટાટા સમૂહને ધોલેરામાં 160 એકર જમીન ફાળવી છે. 

ઓછા બજેટમાં 33 KM ની શાનદાર માઈલેજ આપે છે આ કાર, લોકો કિંમત પૂછ્યા વગર જ ખરીદી લે છે

કંપનીઓને કેમ ગમી રહ્યું છે ધોલેરા

  • હવે જો ધોલેરાની વાત કરીએ તો તે અમદાવાદથી 100 કિમી દૂર છે અને ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ સિટી તરીકે ઊભરી રહ્યું છે. 
  • તેની સરખામણી સિંગાપુર સાથે થાય છે. 920 વર્ગ  કિમીમાં ફેલાયેલું આ શહેર અમદાવાદથી પણ મોટું છે. 
  • આ શહેર ગુજરાતના ચાર મુખ્ય શહેર અમદાવાદ, વડોદરા, રાજકોટ, અને ભાવનગર સાથે લિંક છે. 
  • 6 લેન એક્સપ્રેસ વે, એરપોર્ટ, મેટ્રો રેલ નેટવર્ક તેની કનેક્ટિવિટીને સારી બનાવે છે. 
  • કંપનીઓ માટે અહીં રોકાણ કરવું સરળ છે. 
  • સરકારની નીતિઓનું સમર્થન તેને મળી રહ્યું છે. ગુજરાત સેમીકન્ડક્ટર પોલીસ શહેરને આ દિશામાં પ્રોત્સાહિત કરી રહી છે. 
  • રાજ્યની સેમીકન્ડક્ટર પોલીસેનો હેતુ રણીનીતિક ક્ષેત્રમાં આપૂર્તિ શ્રૃંખલાઓના વૈશ્વિક પુર્નગઠનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું છે. 
  • ગુજરાતના ધોલેરામાં લોજિસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્ડસ્ટ્રિયલ ઈકોસિસ્ટમ અને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે. 
  • ગુજરાત સરકારે ધોલેરાને સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીઝન (SIR) તરીકે વિક્સિત કર્યું છે. 
  • અહીં સ્ટેટ ઓફ ધી આર્ટ ઈન્ડસ્ટ્રિયલ યુટિલિટિઝ ઉપલબ્ધ છે. જે ગ્લોબલ કંપનીઓને અહીં રોકાણ કરવા માટે આકર્ષિત કરે છે. 
  • ધોલેરામાં ઉપલબ્ધ ઈન્ડસ્ટ્રિયલ સુવિધાઓ અને સરકારની સહભાગિતા તેને સેમીકન્ડક્ટર કંપનીઓ માટે યોગ્ય રણનીતિક સ્થળ બનાવે છે. 
  • હાલ ધોલેરા ગુજરાતનું સેમીકોન સિટી બની ચૂક્યું છે. 

ગુજરાતનું ધોલેરા પહેલી પસંદ
સેમીકન્ડક્ટર કંપનીઓ માટે ગુજરાત પહેલી પસંદ બનીને ઉભરી રહ્યું છે. ગુજરાતના સાણંદ અને ધોલેરામાં સેમીકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થઈ રહ્યા છે. સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રિયલ સોલ્યુશન સાણંદમાં તથા ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ ધોલેરામાં પ્લાન્ટ શરૂ કર્યા છે. લોકોના મનમાં એ સવાલ છે કે આખરે ગુજરાત જ સેમીકન્ડક્ટર કંપનીઓની પહેલી પસંદ બનીને કેમ ઊભરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news