અચાનક જમીન ફાટી અને અંદર સમાઈ ગયા લોકો...Video જોઈને રૂવાડાં ઊભા થઈ જશે

અચાનક જમીન ફાટી અને અંદર સમાઈ ગયા લોકો...Video જોઈને રૂવાડાં ઊભા થઈ જશે

અચાનક કઈક એવી ઘટનાઓ ઘટે છે જે બિલકુલ ચોંકાવી દે છે. તેમને જોઈને પહેલી નજરમાં તો તમારા રૂવાડાં ઊભા થઈ જાય. સોશિયલ મીડિયા પર તે સંલગ્ન વીડિયો પણ ખુબ જોવા મળે છે. હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે જે જોઈને તમારા હોશ ઉડાવી દેશે. આ વીડિયો એક પેટ્રોલ પંપ સંલગ્ન છે. ત્યાં અચાનક જમીન ધસી પડે છે અને લોકો એક પછી એક તેમાં સમાઈ જાય છે. જમીન ધસતા જ ત્યાં પાણી પાણી થઈ જાય છે. એવું લાગે જાણે પાણી ઉપર જ પેટ્રોલ પંપ  બનાવી દેવામાં આવ્યો હતો. વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

અચાનક ધસવા લાગી જમીન
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં  તમે જોઈ શકો છો કે અનેક લોકો પેટ્રોલ પંપ પર હાજર છે. ત્યાં એક ગાડીમાં પેટ્રોલ ભરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ પંપ કર્મચારી કોઈ મુદ્દે વાત કરતા જોવા મળે છે. એક વ્યક્તિ ફોન પર વાત કરતા બીજી બાજુ જવાનું વિચારે છે. પરંતુ જેવો વળે છે કે જમીન જ ધસી પડે છે અને તે તેમા સમાઈ જાય છે. વ્યક્તને પડતા જોઈને પંપ કર્મચારી તેને બચાવવા માટે દોડે છે. પરંતુ જ્યાં તેઓ ઊભા હોય છે તે જમીન ધસવાની શરૂ થઈ જાય છે. આમ એક એક કરીને અનેક લોકો તેમાં પડે છે. 

જુઓ વીડિયો

જમીનમાં સમાયા લોકો
એવું લાગે છે કે જાણે મોટી મુસીબતમાંથી તે લોકોને  બચાવવામાં આવ્યા હશે. હવે સવાલ એ છે કે પેટ્રોલ પંપની જમીન એકાએક કેવી રીતે ધસી પડે. વીડિયોને  comedy_mndl નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. એક યૂઝરે લખ્યું છે કે એક માછલી માણીમાં સમાઈ ગઈ. પછી બે પછી ત્રણ. બીજા વ્યક્તિએ લખ્યું છે કે ખાડામાં પડ્યા પછી પણ હાથમાંથી ફોન ન છૂટ્યો. અત્રે જણાવવાનું કે આ વીડિયોને લાખોની સંખ્યામાં લાઈક્સ અને વ્યૂઝ મળી ચૂક્યા છે. 

 (Disclaimer: આ એક વાયરલ વીડિયો છે. ઝી24કલાક તેની કોઈ પુષ્ટિ  કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news