ચૂંટણી પરિણામને લઈને ડરી રહ્યું છે શેર બજાર, INDIA VIX બે વર્ષના રેકોર્ડ હાઈ પર પહોંચ્યો

તમને જણાવી દઈએ કે મંગળવારે બજારનો (વોલેટિલિટી) ડર માપવાનું પેરામીટર INDIA VIX માં જોરદાર તેજી આવી છે. આ ઈન્ડેક્સ 7.02 ટકા ઉછળીને 21.96 પર પહોંચી ગયો છે. INDIA VIX સપ્ટેમ્બર 2022ના ઉપરી સ્તર પર પહોંચી ગયો હતો.
 

ચૂંટણી પરિણામને લઈને ડરી રહ્યું છે શેર બજાર, INDIA VIX બે વર્ષના રેકોર્ડ હાઈ પર પહોંચ્યો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા પૂરા થઈ ગયા છે. બે તબક્કામાં હજુ મતદાન થવાનું છે. 4 જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. જેમ-જેમ ચૂંટણી પરિણામની તારીખ નજીક આવી રહી છે, તેમ બજારમાં ડર વધી રહ્યો છે. તેની અસર આજે બજારની ચાલ પર જોવા મળ્યો છે. સોમવારની રજા બાદ આજે બજારમાં દિવસભર ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. કારોબારના અંતમાં બીએસઈ સેન્સેક્સ 52.63 પોઈન્ટ ઘટી 73,953.31 પોઈન્ટ પર બંધ થયો છે. તો એનએસઈ નિફ્ટી 27.5 પોઈન્ટના સામાન્ય વધારા સાથે  22,529.05 પોઈન્ટ પર બંધ થયો છે. 

તમને જણાવી દઈએ કે મંગળવારે બજારનું (વોલેટિલિટી) ડર માપવાનું પેરામિટર INDIA VIX માં જોરદાર તેજી આવી છે. આ ઈન્ડેક્સ 7.02 ટકાથી ઉછળી 21.96 પર પહોંચી ગયો છે. INDIA VIX સપ્ટેમ્બર 2022ના ઉપરી સ્તર પર પહોંચી ગયો છે. INDIA VIX માં આશરે 20 મહિનાની સૌથી મોટી તેજી છે. માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે ચૂંટણી પરિણામને લઈને બજાર દુવિધામાં છે. તેની અસર આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. 

ઘટાડા સાથે ઓપન થયું ભારતીય બજાર
એશિયન બજારોના નબળા વલણો અને વિદેશી મૂડીના ઉપાડ વચ્ચે ઘરેલૂ સૂચકાંકોમાં મંગળવારે શરૂઆતી કારોબારમાં ઘટાડો આવ્યો હતો. બીએસઈનો 30 શેરવાળો સૂચકાંક સેન્સેક્સ 218.11 પોઈન્ટ ઘટી 73,787.83  પોઈન્ટ પર આવી ગયો હતો. એનએસઈ નિફ્ટી 97.45 પોઈન્ટ ઘટી 22,404.55 પોઈન્ટ પર હતો. સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં નેસ્લે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક, હિન્દુસ્તાન યુનિલીવર અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેરને નુકસાન થયું હતું. ટાટા સ્ટીલ, પાવર ગ્રિડ અને એશિયન પેન્ટ્સના શેરમાં તેજી આવી હતી. 

વૈશ્વિક બજારોમાં જોવા મળ્યો ઘટાડો
એશિયન બજારોમાં ચીનનું શંઘાઈ કમ્પોઝિટ, દક્ષિણ કોરિયાનું કોસ્પી અને હોંગકોંગનું હેન્ગસેન્ગ નુકસાનમાં રહ્યાં જ્યારે જાપાનનો નિફ્ટી ફાયદામાં રહ્યો હતો. અમેરિકી બજાર સોમવારે સકારાત્મક વલણ સાથે બંધ થયું હતું. વૈશ્વિક તેલ માનક બ્રેન્ટ ક્રૂડ વાયદા 0.56 ટકાના ઘટાડા સાથે 83.24 અમેરિકી ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું હતું. શેરબજારના ડેટા અનુસાર, શનિવારે એક વિશેષ સત્ર દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) મૂડીબજારમાં વેચનાર હતા અને તેમણે રૂ. 92.95 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news