45000% ની તોફાની તેજી, 1 રૂપિયાથી 500 રૂપિયાને પાર પહોંચ્યો આ મલ્ટીબેગર

અવંતી ફીડ્સનો સ્ટોક છેલ્લા કેટલાક વર્ષમાં 1 રૂપિયાથી વધી 530 રૂપિયાને પાર પહોંચી ગયો છે. કંપનીએ આ સમયમાં ઈન્વેસ્ટરોને 45000% થી વધુનું રિટર્ન આપ્યું છે. 

45000% ની તોફાની તેજી, 1 રૂપિયાથી 500 રૂપિયાને પાર પહોંચ્યો આ મલ્ટીબેગર

નવી દિલ્હીઃ અવંતી ફીડ્સના સ્ટોકે ઈન્વેસ્ટરોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. અવંતી ફીડ્સના સ્ટોક છેલ્લા કેટલાક વર્ષોમાં 1 રૂપિયાથી વધી 500 રૂપિયાને પાર પહોંચી ગયા છે. એનિમલ ફીડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કંપની અવંતી ફીડ્સના સ્ટોકે આ સમયગાળામાં ઈન્વેસ્ટરોને 45000 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. અવંતી ફીડ્સના શેર 18 મે 2024ના 538.25 રૂપિયા પર બંધ થયા છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 598.60 રૂપિયા છે. તો અવંતી ફીડ્સના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 360.15 રૂપિયા છે.

શેરમાં 45000% થી વધુની તોફાની તેજી
અવંતી ફીડ્સના શેર 22 મે 2009ના 1.18 રૂપિયા પર હતા. કંપનીના શેર 18 મે 2024ના 538.25 રૂપિયા પર બંધ થયા છે. કંપનીના શેરમાં આ દરમિયાન 45239 ટકાની જોરદાર તેજી આવી છે. જો કોઈ વ્યક્તિએ 22 મે 2009ના અવંતી ફીડ્સના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને શેર પોતાની પાસે રાખ્યા હોત તો આજે તેની વેલ્યૂ 4.56 કરોડ રૂપિયા હોત. અવંતી ફીડ્સનું માર્કેટ કેપ 7333 કરોડ રૂપિયા છે. અવંતી ફીડ્સમાં પ્રમોટર્સની ભાગીદારી 43.25 ટકા છે. તો પબ્લિક શેરહોલ્ડિંગ 56.75 ટકા છે. 

10 વર્ષમાં શેરમાં 1353 ટકાની તેજી
અવંતી ફીડ્સના શેરમાં 10 વર્ષમાં 1353 ટકાની ધુઆંધાર તેજી આવી છે. કંપનીના શેર 16 મે 2024ના 36.82 રૂપિયા પર હતા. અવંતી ફીડ્સના શેર 18 મે 2024ના 538.25 રૂપિયા પર બંધ થયા છે. છેલ્લા એક વર્ષમાં મલ્ટીબેગર કંપનીના સ્ટોકમાં 48 ટકા જેટલી તેજી આવી છે. તો અવંતી ફીડ્સના શેરમાં છેલ્લા છ મહિનામાં 35 ટકાની તેજી આવી છે. કંપનીએ એક વખત રોકાણકારોને બોનસ શેરની ભેટ આપી છે. કંપનીએ જૂન 2018માં 2 શેર પર 1 શેર બોનસમાં આપ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news